વાદળોનો ભીનો-ભીનો પરિચય- શ્રી જગદીશચંદ્ર ભટ્ટ

Clouds on the Sky

 

૧૫૦૦થી ૨૦૦૦ મીટર : આકાશમાં ૧૫૦૦થી ૨૦૦૦ મીટરની ઊંચાઈએ

ક્યુમુલોનિમ્બસ  જેવું વિશિષ્ટ નામ ધરાવતાં વાદળાં તરતાં હોય છે.

નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ આવાં ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં

વાદળાંનો આકાર અધ્ધર આકાશમાં જાણે કે રૂના મોટા-મોટા ઢગલા કર્યા હોય

એવો હોય છે.

ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાં ૨૦૦૦થી છેક ૫૦૦૦ મીટરની ઊંચાઈ સુધી

પથરાયેલાં હોય છે. એટલે કે આવાં વાદળાં ગગનનો બહુ મોટો હિસ્સો ઢાંકી દે

છે,

એટલું જ નહીં, ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાં શ્વેતરંગી અને વિશાળ કદનાં

હોવાથી આકાશમાં બહુ સુંદર અને નયનરમ્ય લાગે છે.

 જોકે આ જ ક્યુમુલોનિમ્બસ વાદળાં વરસાદની મોસમમાં ભારે તોફાની પણ

બની જાય છે.

વાદળાં ફાટવાની આવી કુદરતી ઘટનાનું કારણ ખરેખર તો આવાં

ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાં જ હોય છે.

૨૦૦૦થી ૩૦૦૦ મીટર : આકાશમાં ૨૦૦૦થી ૩૦૦૦ મીટરની ઊંચાઈએ

સ્ટ્રેટોક્યુમુલસ કૅટેગરીનાં વાદળો ઘૂમતાં હોય છે.

અફાટ આકાશમાં જાણે કે પ્રકૃતિએ વિરાટ કદના અને સફેદ કલરના અસંખ્ય

ગાલીચા પાથરી દીધા હોય એવું મનોહર દૃશ્ય સર્જાય.

એવું લાગે કે અનંત ગગનમાં કોઈ મજેદાર ઉત્સવ ઊજવાઈ રહ્યો છે અને

ઝાઝાબધા મહેમાનોની આગતાસ્વાગતા માટે ખુદ પ્રકૃતિએ આવા રેશમી અને

ધવલરંગી ગાલીચા પાથરી દીધા છે.

[ સ્તોત્ર ઃ ગુજરાતી મિડ-ડે સમાચાર પત્ર ]

Advertisements