હસો અને હસાવો

વ્હાલા મિત્રો,

મસ્ત વિડીયો શેર કરુ છુ. 

જોઈને તમારા  મુખ પર સ્મિત આવી જશે;   

પાર્કિંગ ની સમસ્યાને લગતો રમુજી વિડીયો છે .આમ પણ શહેરમા પાર્કિંગ ની મોટી મુશ્કેલી હોય છે 

અને તેમાય અમુક જણ આડેધડ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે  

તો એ વખતે એક આઈડીયા જો બદલદે આપકી દુનિયા..

ક્વેરીઝ

કુદરતી રીતે કોઇ ખાદ્યમાંથી મળતી શર્કરા અને ખાંડ આ બંનેમાં શું તફાવત ?

લગભગ દરેક ખાદ્યમાંથી શર્કરા જુદાં જુદાં સ્વરૂપે મળતી હોય છે. કેટલીક શર્કરાનું

ગળપણ ઓછું હોય છે તો કેટલીકનું વધારે હોય.

અનાજ, કઠોળમાંથી સ્ટાર્ચ સ્વરૂપે શર્કરા મળે છે જેનું ગળપણ બિલકુલ નથી.

ફળમાંથી શર્કરા મળે છે જે ફ્રૂકટોઝ અને ગ્લુકોઝ પ્રકારની છે, તેનું ગળપણ ઘણું સારું છે.

ફણગાવેલ ખાદ્યોના ફણગામાં માલ્ટોઝ પ્રકારની શર્કરા છે, જેનું ગળપણ નહીંવત્ છે.

દૂધમાં લેકટોઝ શર્કરા છે જેનું ગળપણ સામાન્ય છે.

શેરડીમાંથી મળતી શર્કરાનું ગળપણ અત્યંત વધારે છે, તેથી જ તેમાંથી ખાંડ

બનાવવામાં આવે છે. શેરડીમાંથી ખાંડ બનાવતા અને તેના શુદ્ધિકરણ દરમ્યાન તેમાં

હાજર એવાં અન્ય પોષકતત્ત્વો નાશ પામે છે અને ખાંડ ફક્ત કેલરી જ આપે છે તેથી

તેને  ‘ Empty Calorie Group ’ તરીકે

ઓળખવામાં આવે છે.

ફળોમાંથી શર્કરા તો મળે જ ઉપરાંત અન્ય અગત્યનાં પોષકતત્ત્વો પણ મળે છે, જેવાં કે

વિવિધ વિટામિન તથા ક્ષાર. ચીકુ, કેળાં, ચેરી, કેરી જેવાં ફળમાંથી શર્કરા ઉપરાંત

વિ.એ, વિ.સી,પોટેશ્યમ, મેગ્નેશ્યમ, સોડિયમ જેવા ક્ષાર મળે છે.

ખજૂર તેમજ જરદાલુ જેવા સૂકા મેવામાંથી પુષ્કળ શર્કરા તેમજ અગત્યનો ક્ષાર ‘આયર્ન’

મળે છે.

આ રીતે કુદરતી ખાદ્યો દ્વારા શર્કરા લેવી સારી.

દિવસ દરમ્યાન ખાંડ તદ્દન ન લેવાય તો પણ ચાલે.

– પ્રો.રેખા મહેતા (ફ્રૂડ ન્યૂટ્રિશન)

[સ્તોત્ર ઃ સંદેશ]

સ્માઇલ સ્માઇલ :)

Smile Pl

સ્મિત-સ્માઇલ એ ભીતરની પ્રસન્નતાની ઝેરોક્સ નકલ છે.

અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે : લાફ ઍઝ મચ ઍઝ યુ બ્રીધ, લવ ઍઝ લૉન્ગ ઍઝ યુ લાઇવ.

શ્વાસ લો ત્યાં સુધી હસતાં રહો અને જીવો ત્યાં સુધી પ્રેમ કરતા રહો.

કોઈકને અમસ્તું હસાવી શકાય એ માટે કહેવા જેવા બે-ચાર જોક્સ પણ જેની પાસે ન હોય એ માણસ આ દુનિયાનો સૌથી કંગાળ માણસ ગણાય.

રમૂજ જેવું સૌંદર્ય-ટૉનિક આ ધરતી પર બીજું કોઈ નથી.

રમૂજ સ્માઇલ આપે છે અને સ્માઇલ તો અનેક સોગાત આપે છે.

સ્માઇલ સૌંદર્ય આપે છે. સ્માઇલ સ્વાસ્થ્ય આપે છે. સ્માઇલ સંબંધો સ્થાપી આપે છે.

જાણવા જેવુ ઃ દર મહિનાના પહેલા શુક્રવારે વિશ્વભરમાં વર્લ્ડ સ્માઇલ ડે ઊજવાય છે. વિશ્વભરમાં સ્મિતનો ફેલાવો કરવાના ઉદ્દેશથી આ દિવસ ઊજવવાની શરૂઆત અમેરિકાના કમર્શિયલ આર્ટિસ્ટ હાર્વે બૉલે કરી હતી.

– રોહિત શાહ

[સ્તોત્ર ઃ ગુજરાતી મિડ-્ડે ]

તો આવી જ રિતે આપણે પણ આવતા જતા સ્માઇલ રેલાવતા જઈએ મિત્રો .

અહી આવેલા તમામ મિત્રો ને સ્મિત સાથે જય શ્રી કૃષ્ણ અને શુભ સવાર .

પ્રેમ ઝરમરતો વરસાદ..

પ્રેમ એ એક લાગણી છે જે સાશ્ર્વત છે.

આજે પરિવારમાં, સમાજમાં, પૂરા રાષ્ટ્રમાં તથા સમગ્ર વિશ્વમાં આ પ્યારી ધરતી ઉપર પરસ્પર પ્રેમની ખૂબ જરૂર છે. પ્રેમ દરેક જીવમાં છે.માનવજાતને જીતવા પ્રેમ જેવો વિકલ્પ નથી.

 રવિવારની પૂર્તિમાં “ સ્પાર્ક” કોલમમાં શ્રી વત્સલ વસાણીજીનો  લેખ  છે જે સૌને ગમશે .

Prem ea Varsad

જીવનના લાંબેરા પંથમાં પ્રેમ ન હોય તો અંધારુ છવાઈ જાય છે આગળની દિશા સૂઝતી નથી.

પ્રેમની નાનકડી જ્યોત જો જીવનમાં હોય તો એના સહારે લાંબામાં લાંબો પંથ પણ કપાઈ જાય છે. ડગલ ને પગલે પ્રેમ જ સાચી દિશા સૂચવે છે

– વસ્તુઓ ઓછી હોય તો વ્યક્તિ ચલાવી શકે છે પણ ધનના ઢગલા વચ્ચે ય એ પ્રેમ ન હોય તો જીવન મુરઝાવા લાગે છે.

જે ઘરમાં પ્રેમ નથી એ ઘર સૂનુંસૂનું, ઉત્સવહીન, ઉદાસ અને નિસ્તેજ બની જાય છે.

પ્રેમથી ભરેલા જીવનમા ફૂલ ખીલે છે. ઇન્દ્રધનુષી રંગોથી જીવનનો આખો ઉદ્યાન છવાઈ જાય છે. એમાં પક્ષીઓનો કલરવ, મોરનો ટહુકાર અને કોયલની કૂહૂ… કૂંહુ..નો નાદ ગુંજવા લાગે છે.

નકાર વ્યક્તિને બધેથી તોડે છે જ્યારે હકાર  હરકોઈ જગ્યાએથી જોડવાનું જ કામ કરી શકે.

 પ્રેમ જો સાચો હોય તો જીવનમાં સાર્થકતા અને સભરતાનો અહેસાસ આપે છે.

આવી સ્થિતિમાં મળેલા જીવન માટે પરમાત્મા પ્રત્યે ધન્યવાદનો ભાવ જાગે છે. જે કંઈ મળ્યું એ મારી લાયકાત કરતા પણ વઘુ અને હૃદયને અહોભાવથી ભરી દે એવું છે.

આવા સુંદર, રસભર્યા અને આનંદપૂર્ણ જીવન માટે પરમાત્મા પ્રત્યેના અનુગ્રહનો ભાવ પ્રગટે એ સ્વાભાવિક છે.

પણ આજે જ્યાં જુઓ ત્યાં લોકો થાકેલા- પાકેલા, ઉદાસ અને નકારાત્મક મનોવલણ ધરાવતા થઈ ગયા છે.

આવું થવાનું કારણ શું ? જીવનમાં એવું તે શું ઘટે છે જે માણસને અંદરથી ખોતરી સતત ખાલીપાનો અનુભવ આપતું રહે છે ?

ઓશો કહે છે ઃ અંતર્મુખી દ્રષ્ટિ અને આત્મીય સંબંધોનો અભાવ વ્યક્તિને આવા

ખાલીપણાનો અનુભવ આપતું એક મહત્ત્વનું કારણ છે.

 જીવનથી કંટાળી જો નિરાશ ન થવું હોય તો આજથી જ હૃદયમાં નિરપેક્ષ પ્રેમ, વિધાયક મનોવલણ અને આસ્થાનાં બીજ રોપી દો.

બીજા બીજ તો વાવ્યા પછી ઘણા લાંબા સમયે ફળ આપે છે જ્યારે આ બીજ વાવતાની સાથે જ ફળ, ફૂલ અને સુગંધથી આપણા જીવનને ભરી દેશે.

[સ્તોત્ર ઃ ગુજરાત સમાચાર ]

રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ!

RathYatra

 

 ભગવાન જગન્નાથની  રથયાત્રા દરવર્ષે અષાઢ માસની સુદ બીજના (આ વખતે ૧૦ જુલાઈ, મંગળવારે) નીકળે છે.

આમ તો ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરે જાય છે, પણ આજ ના દિવસે ભગવાન  ભક્તો પાસે જાય છે .

નંદના લાલ ખુદ નગરચર્યાએ નીકળે તો તેમના દર્શન કરવાનો  લ્હાવો કોણ ન લે.

ભગવાનના ભક્ત સાથે મિલનનો અવસર.

આ છે અષાઢી બીજનો રૂડો અવસર.

જય જગન્નાથ

 

અષાઢી આરંભ

અષાઢ મહિનો તો વરસાદ નો મહિનો કહેવાય છે. 

એના પહેલા જ દિવસે આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વર્ષી ગયો..

ભક્તિથી ભરપુર પંક્તિમાં પણ અષાઢ નો ઉલ્લેખ સરસ રિતે થયો છે. 

અષાઢ ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ

કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી.

 
 

વરસાદ


હું ,વરસાદ અને વિચારોનો વાયરો ,

હું ,વરસાદ અને પેલી ભીંજાતી કાબરની કેટવોક ,

હું ,વરસાદ અને પેલા પાંખો ફફડાવતા હોલા ,

હું ,વરસાદ અને વરસાદે ભીંજાઈને ઉડતા પોપટનું પ્રણયગીત ,

હું ,વરસાદ અને બુંદો સાથે મૂક સંવાદ ,

હું ,વરસાદ અને કાળા વાદળો સાથે વીજળીનું નર્તન ,

હું ,વરસાદ અને ખુલ્લી બારીની વાછટ ,

હું ,વરસાદ અને કાગડો થયેલી છત્રી ,

હું , વરસાદ અને રેડીઓ પર વાગતું રોમાન્ટિક ગીત ,

હું ,વરસાદ અને વેલ પર ડોલતું પીળું ફૂલ ,

હું ,વરસાદ અને હથેળી પર ઝીલાતી બુંદોનું રચાતું તળાવ ,

હું ,વરસાદ અને ત્રાંસા વરસાદનું રમતિયાળ આલિંગન ,

હું ,વરસાદ અને વરસાદ સાથે વરસાદ વગરની હું ….

હું ,વરસાદ અને મારા વિરહમાં ઝૂરતો વરસાદ ………..

હું ,વરસાદ અને મારા મનની ભીનાશને

શબ્દના કેમેરામાં કેદ કરવાની આ વ્યર્થ કોશિશ ………..

હું ,વરસાદ અને મારી કલમમાંથી ચુપકે થી

પાછલા બારણેથી ભાગેલી મારી નટખટ કવિતા ……. 

પ્રીતિ ટેલર

મોસમને વધાવીએ..

ભારતીય ફિલસૂફી પ્રમાણે દરેક મોસમને વધાવવી જોઈએ અને ખાસ તો વર્ષાઋતુને

વધાવવી જ જોઈએ.

 ચેરાપુંજી જ્યાં ભારતનો સૌથી વધુ વરસાદ પડે છે ત્યાં વર્ષાને અનુભવવો હોય તો

ખાસી હિલ્સ (ચેરાપુંજી) જાણીતુ છે .

ચેરાપુંજીમાં અને મેઘાલયમાં ૪૬૭ ઇંચ જેટલો વરસાદ પડે છે.

વરસાદની હેરાનગતિનાં રોદણાં રડવાને બદલે મેધરાજા ને થેન્ક્ફુલ તો કહેવુ જ જોઇએ

કે તેમના થકી અનર્ગળ પાણીના દાન મળે છે .

[સ્તોત્ર ઃ ગુજરાતી મિડ-ડે ]