વરસાદ


હું ,વરસાદ અને વિચારોનો વાયરો ,

હું ,વરસાદ અને પેલી ભીંજાતી કાબરની કેટવોક ,

હું ,વરસાદ અને પેલા પાંખો ફફડાવતા હોલા ,

હું ,વરસાદ અને વરસાદે ભીંજાઈને ઉડતા પોપટનું પ્રણયગીત ,

હું ,વરસાદ અને બુંદો સાથે મૂક સંવાદ ,

હું ,વરસાદ અને કાળા વાદળો સાથે વીજળીનું નર્તન ,

હું ,વરસાદ અને ખુલ્લી બારીની વાછટ ,

હું ,વરસાદ અને કાગડો થયેલી છત્રી ,

હું , વરસાદ અને રેડીઓ પર વાગતું રોમાન્ટિક ગીત ,

હું ,વરસાદ અને વેલ પર ડોલતું પીળું ફૂલ ,

હું ,વરસાદ અને હથેળી પર ઝીલાતી બુંદોનું રચાતું તળાવ ,

હું ,વરસાદ અને ત્રાંસા વરસાદનું રમતિયાળ આલિંગન ,

હું ,વરસાદ અને વરસાદ સાથે વરસાદ વગરની હું ….

હું ,વરસાદ અને મારા વિરહમાં ઝૂરતો વરસાદ ………..

હું ,વરસાદ અને મારા મનની ભીનાશને

શબ્દના કેમેરામાં કેદ કરવાની આ વ્યર્થ કોશિશ ………..

હું ,વરસાદ અને મારી કલમમાંથી ચુપકે થી

પાછલા બારણેથી ભાગેલી મારી નટખટ કવિતા ……. 

પ્રીતિ ટેલર

Advertisements