ક્વેરીઝ

કુદરતી રીતે કોઇ ખાદ્યમાંથી મળતી શર્કરા અને ખાંડ આ બંનેમાં શું તફાવત ?

લગભગ દરેક ખાદ્યમાંથી શર્કરા જુદાં જુદાં સ્વરૂપે મળતી હોય છે. કેટલીક શર્કરાનું

ગળપણ ઓછું હોય છે તો કેટલીકનું વધારે હોય.

અનાજ, કઠોળમાંથી સ્ટાર્ચ સ્વરૂપે શર્કરા મળે છે જેનું ગળપણ બિલકુલ નથી.

ફળમાંથી શર્કરા મળે છે જે ફ્રૂકટોઝ અને ગ્લુકોઝ પ્રકારની છે, તેનું ગળપણ ઘણું સારું છે.

ફણગાવેલ ખાદ્યોના ફણગામાં માલ્ટોઝ પ્રકારની શર્કરા છે, જેનું ગળપણ નહીંવત્ છે.

દૂધમાં લેકટોઝ શર્કરા છે જેનું ગળપણ સામાન્ય છે.

શેરડીમાંથી મળતી શર્કરાનું ગળપણ અત્યંત વધારે છે, તેથી જ તેમાંથી ખાંડ

બનાવવામાં આવે છે. શેરડીમાંથી ખાંડ બનાવતા અને તેના શુદ્ધિકરણ દરમ્યાન તેમાં

હાજર એવાં અન્ય પોષકતત્ત્વો નાશ પામે છે અને ખાંડ ફક્ત કેલરી જ આપે છે તેથી

તેને  ‘ Empty Calorie Group ’ તરીકે

ઓળખવામાં આવે છે.

ફળોમાંથી શર્કરા તો મળે જ ઉપરાંત અન્ય અગત્યનાં પોષકતત્ત્વો પણ મળે છે, જેવાં કે

વિવિધ વિટામિન તથા ક્ષાર. ચીકુ, કેળાં, ચેરી, કેરી જેવાં ફળમાંથી શર્કરા ઉપરાંત

વિ.એ, વિ.સી,પોટેશ્યમ, મેગ્નેશ્યમ, સોડિયમ જેવા ક્ષાર મળે છે.

ખજૂર તેમજ જરદાલુ જેવા સૂકા મેવામાંથી પુષ્કળ શર્કરા તેમજ અગત્યનો ક્ષાર ‘આયર્ન’

મળે છે.

આ રીતે કુદરતી ખાદ્યો દ્વારા શર્કરા લેવી સારી.

દિવસ દરમ્યાન ખાંડ તદ્દન ન લેવાય તો પણ ચાલે.

– પ્રો.રેખા મહેતા (ફ્રૂડ ન્યૂટ્રિશન)

[સ્તોત્ર ઃ સંદેશ]

Advertisements