જન્માષ્ટમી મહોત્સવ

જન્માષ્ટમી કાર્ડ્સ

 

આજે ભગવાન કૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવ ગોકુળ,મથુરા, દ્વારકા, ડાકોર જેવા પ્રખ્યાત યાત્રાધામના મંદિરોની સાથે સાથે દરેક મંદિરો  કૃષ્ણ જન્મ ઉજવવા શોળેકળાએ ખીલી ઊઠયા છે.

પહેલા દિવસે કૃષ્ણ ભગવાનના જન્મનો ઉત્સવ ઉજવાય છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. અને દિવસભર ફળ સિવાય કશુ લેતા નથી.

દિવસે મંદિરોમાં ભજન, કિર્તન, આરતી, પ્રસાદ અને લોકો દ્વારા વ્રત કરીને ઉજવવામાં આવે છે.

લોકોના ઘરે પણ કનૈયાના બાળપણના રુપના ફોટા કે મૂર્તિ નુ પુંજન અર્ચન થાય છે.

ભગવાન કૃષ્ણના દરેક મંદિરોને ખૂબ સરસ રીતે સજાવવામાં આવે છે, ભગવાન માટે સરસ મઝાનું પારણુ તૈયાર કરવામાં આંવે છે.

ભગવાન કૃષ્ણને માખણ ખૂબ ભાવતું હતુ અને તે હંમેશા માખણ ચોરીને ખાતા હતા. તેથી આ દિવસ મટકી ફોડ તરીકે પણ ઉજવાય છે. આ દિવસે ગલીઓમાં કે શેરીઓમાં ખૂબ ઉચે દહીં અને માખણ ભરેલી મટકી બાંઘવામાં આવે છે. અને યુવકો પોતપોતાના જૂથ બનાવીને તેને તોડવાની કોશિશ કરે છે.

દિવસભાર ઉજવણી થયા બાદ મધ્યરાત્રીના બાર વાગે મંદિરોમાં ઘંટનાદ સાથે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી’ સાંભળવા મળે છે. માખણ અને પંજરીનો પ્રસાદ વેહેંચાય છે.

બીજા દિવસે લોકો ઉપવાસના પારણા કરે છે એટલે કે જે લોકો ઉપવાસ કરે છે તે લોકો વ્રત તોડે છે.

મિત્રો, જન્માષ્ટમી ના ખુબ ખુબ વધામણાં.

 

Advertisements