આજ સખી અષ્ટમી ને બુધવાર રે,
     પ્રગટયા શ્રી પુરુષોત્તમ પ્રાણાધાર રે

પહેરો બેની શોભીતા શણગાર રે,
     જાવું છે નંદ તણે દરબાર રે

નંદજીના ભાગ્ય તણો નહીં પાર રે,
     ધન્ય ધન્ય માતા જશોદા માડી રે

પુત્રના તો શ્રીમુખ નીરખો છો દહાડી રે,
     એવો તો પુત્ર જન્મીને સુખ દીધા રે

વિપ્રને તો દાન ઘણાં એક દીધાં રે,
     ત્યાં તો કોઇ તરિયા તોરણ બંધાવો રે

વ્હાલાજીને વિવેકે વધાવો રે,
એવી છે દાસ હરિ ભટ્ટની વાણી રે,
     તેને તમે હૃદિયામાં રાખોને આણી રે

[ લિન્ક ]

Advertisements