શુભ-પ્રભાત.

સવાર ના ફુલો ખિલી ગયા,

પંખીઓ સફર પર નિકળી ગયા,

સુરજ ના આવતા જ તારા છુપાઈ ગયા,

શુ આપ મીઠ્ઠી નિંદરમાંથી જાગી ગયા…?

શુભ-પ્રભાત.

Advertisements

સુપ્રભાત

ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु: शशी भूमिसुतो बुधश्च।

गुरुश्च शुक्र: शनिराहुकेतव: कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।। 

સરળ શબ્દોમાં અર્થ છે કે

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચંદ્રમા, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ

બધા દેવતા મારી પ્રાતઃકાળને મંગળમય બનાવો.

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપણે આજે દિવાળીના દિવસે મળીએ છીએ એ કેટલા આનંદની વાત છે! 

તમને સૌ મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપણે આ શુભ દિવસો પૂરેપૂરા માણીએ

અને

પ્રભુ નુ નામ લઈને નવા વરસની શરૂઆત કરીએ .

આવી જ રિતે સંબંધો અને દોસ્તીના દીવામાં તેલ પૂરતા રહીએ..

દિવાળી મુબારક

આ તહેવાર નવા વર્ષ પર નવી આશાઓ અને નવા સપનાં 

લઈને આવે છે.તો આ જ અભ્યર્થના સાથે અને  દિવાઓનો 

પ્રકાશ ફેલાવી ગ્રીન દિવાળી એટલે કે ઇકો ફ્રેન્ડલી દિવાળી 

ઉજવીએ …!!! 

દિવાળી મુબારક  

મિત્રો, શુભ દિવાળી

                                         દિવાળી નો સોનેરી સુરજ                 

               તમારા જીવન મા સફળતા અને ખુશી લઈ આવે
             
એજ પ્રભુ પાસે અભ્યર્થના

દિવાળી…

જીવનમાં   સ્નેહના, ક્ષમાના, દયાના, શીલના, સંયમના,

જ્ઞાનના, સંપના, સદભાવના ને સેવાભાવના દીવા પ્રગટાવવા એટલે દિવાળી

–  શ્રી યોગેશ્ર્વર જી 

તો ફરી આવી પહોંચી દિવાળી.

દિપ+અવલી સંધિ પરથી દિપાવલી શબ્દ બન્યો છે.

 દીપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા.

દીપોની હારમાળા એટલે દિપાવલી.

ભારતમાં દિવાળી ખુબ જ જોરશોર અને ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે.

દિવાળીને પર્વોનો રાજા પણ કહેવામાં આવે છે.

વાઘબારસથી લઈને ભાઈબીજ સુધી તહેવારોની આ પ્રક્રિયા ચાલુ રહે 

 

કેમ ઉજવાય છે દિવાળી?

કહેવાય છે કે દિવાળીનાં દિવસે જ ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે

ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પાછા આવ્યા હતા.

તેનો આનંદ અયોધ્યાવાસીઓમાં સમાતો નહોતો.

આગમનની તૈયારીનાં ભાગરૂપે અમાસની અંધારી રાત્રે ઘીના દિવા પ્રગટાવી પ્રજાએ

આવકાર આપ્યો હતો.

દીવા સુશોભિત થતા જ જાણે અમાસની રાત પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઉઠી

હતી.

 શું છે દિવાળીનું આધ્યાત્મિક મહત્વ?

આ માટે અલગ અલગ કથાઓ અને દંતકથાઓ છે.

કહેવાય છે કે રામ ભગવાન રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા હતા જેની ખુશીમાં

રામભક્તોએ દિવાળી ઉજવી હતી.

કૃષ્ણભક્તિમાં લીન ભક્તો માને છે કે કાળીચૌદશ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુરનો

વધ કર્યો હતો. આ દાનવનાં ત્રાસમાંથી મુક્તિ મળતાં બીજા દિવસે લોકોએ ઘીના દીવા

પ્રગટાવીને દિવાળી મનાવી હતી.

તો એક કથા અનુસાર સમુદ્રમંથનમાંથી લક્ષ્મી અને ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. તેના

સંદર્ભે પણ લક્ષ્મીપૂજન કરીને સમૃદ્ધ જીવનની કામના કરવામાં આવે છે.

 એક કથા અનુસાર કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કુદરતી

આફતથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો,

તેથી વ્રજવાસીઓ દિવાળીના દિવસે માટી અને ગાયના છાણનો ગોવર્ધન પર્વત બનાવી

તેની પૂજા કરે છે, સાથે સાથે આજના દિવસે તેઓ ગાય, બળદને સારી રીતે શણગારે છે

અને તેની પૂજા કરે છે.

દિવાળી અને પરંપરા

દિવાળીના પર્વ સાથે ચોપડા પૂજન કરવાની પણ બહુ જૂની પરંપરા છે. વેપારીઓ

આજના દિવસે ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડા ખરીદે છે.

દિવાળીના દિવસે વહેલી સવારે અને સાંજે ઘરને દીવાઓથી શણગારવામાં આવે છે.

ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે લક્ષ્મીજીનું ષોડશોપચારે પૂજન કરવામાં

આવે છે. તદુપરાંત ઘરના આંગણામાં રંગોળી પૂરવાની પણ બહુ જૂની પ્રથા છે.

[ સ્તોત્ર ઃ ચિત્રલેખા મેગેઝીન ]