આજ બિરજ મેં હોરી રે રસિયા

હોળીનો ઉત્સવ રંગોત્સવ છે.

કેસૂડો તો આખા વગડાનો શણગાર બની જાય છે!

હોળી ઉત્સવની ઉત્તમોત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો વ્રજભૂમિ જેવી ઉમંગભર ભૂમિ ભારતભરમાં નથી.

આ તહેવારમાં રાધા તથા કૃષ્ણની વિશુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ તથા અનોખું રૂપ પ્રતિબિંબિત થાય છે.

વ્રજભૂમિ એટલે ગોકુળ, મથુરા, વૃંદાવન, નંદગાવ અને બરસાનાની પાવનભૂમિ.

હોળીનાં વિવિધ લોકગીતો જેવાં કે ફાગ, ધ્રુપદ, ધમાર, રસિયા, રંગ કે ડફકી હોરી જેવાં ઋતુગીત વ્રજનાં દરેક નરનારીના મુખેથી લયબદ્ધ રીતે વહ્યાં કરે છે. કહો કે હૃદયમાંથી સ્ફૂરે છે.

ચંદન, ગુલાલ, અત્તર અને ગુલાબજળનો રંગબેરંગી પિચકારીથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી એકબીજાને અવનવી વાનગીઓ ખવડાવવાનો પણ કાર્યક્રમ યોજાય છે. આ બધા સુમધુર અને ભક્તિમય વાતાવરણમાં વ્રજભક્તો અને ગોપ-ગોપાંગનાઓ હૃદયના ઉત્તમ ભાવપૂર્વક આનંદ મગ્ન થઇ ભેદભાવ ભૂલીને ગાઇ ઊઠે છે કે,આજ બિરજ મેં હોરી રે રસિયા હોરી રે રસિયા બરજોરી રે રસિયા

અહીંની લôમાર હોળી જગપ્રસિદ્ધ છે.

આ ઉપરાંત બધાં જ મંદિરોમાં ડોલોત્સવ ઊજવવામાં આવે છે. ઠાકુરજીની સવારી નિજમંદિરેથી નીકળીને બગીચા સુધી જાય છે. મદન મોહનજીની ડોલયાત્રા મુખ્ય બજારમાંથી નીકળીને ઘાટ પર પહોંચે છે ત્યારે ચારેબાજુથી ભક્તજનોની ભારે ભીડ દર્શનાર્થે ઊભરાય છે. મુખિયાજી ભક્તજનો ઉપર અબીલ-ગુલાલની પોટલી ફેંકીને સમગ્ર વાતાવરણને રંગીલું બનાવે છે.

વ્રજ તે શોભા ફાગ કી! વ્રજ કી શોભા ફાગ!!

રંગોત્સવ, સુનિલ એ. શાહ