ઓ પાલનહારે..

હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને

જગતના પાલનહાર માનવામાં આવે છે.

સાધારણ નજરથી આ અનોખુ દેવ સ્વરૂપ આશ્ચર્ય પમાડે એવું છે

કે કાળના સકંજામાં હોવા છતાં

દેવતા કોઈ પણ પ્રકારની બેચેની વગર સૂતા છે.

પરંતુ ભગવાનના આ રૂપમાં

માનવ જીવન સાથે જોડાયેલો એક ગર્ભિત સંદેશો છે-

વાસ્તવમાં, જિંદંગીની દરેક ક્ષણ

કર્તવ્ય અને જવાબદારીઓ સાથે જોડાયેલી છે.

તેમાં પારિવારિક,સામાજિક અને આર્થિક જવાબદારીઓ મુખ્ય હોય છે.

પરંતુ આ ફરજો પૂરી કરવાની સાથે

અનેક સમસ્યાઓ,ચિંતાઓ,અને દુઃખની હારમાળા પણ ચાલતી રહે છે,

જે કાળરૂપી નાગની માફક ભય,બેચેની અને ચિંતાઓને જન્મ આપે છે.

જેના લીધે ઘણા એવા સંજોગોમાં માણસ હિંમત હારી જાય છે.

ભગવાન વિષ્ણુનું શાંત સ્વરૂપ પણ એ જ કહે છે

કે એવા ખરાબ સમયમાં

સંયમ,ધીરજની સાથે મજબુત દિલ અને ઠંડો મગજ રાખીને

જીંદગીની તમામ મુશ્કિલો પર કાબૂ મેળવી શકાય છે.

ત્યારે વિપરીત સમય પણ તમારા અનુકૂળ થઈ જાશે.

આવા વ્યકતિ ખરા અર્થમાં પુરૂષાર્થી કહેવાશે.

આ રીતે વિપરીત સંજોગોમાં પણ શાંત,સ્થિર,નિર્ભય અને નિશ્ચિંત

રહેવાથી મન અને મસ્તિષ્કની સાથે આપણા ધર્મનું પાલન થઈ શકે છે .

[Source: http://religion.divyabhaskar.co.in/article/dharm-know-shantakaram-bhuijagashaynam- ]

Advertisements

અધિક માસ

હિન્દુ વર્ષમાં દર ત્રીજા વર્ષે આવતા પુરૂષોત્તમ માસને

અધિક માસ કે મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

જે રીતે નદીઓમાં ગંગા ઉત્તમ છે,

ફૂલોમાં કપાસનું ફૂલ ઉત્તમ છે,

પક્ષીઓમાં ગરુડ ઉત્તમ છે,

તેવી જ રિતે મહિનાઓમાં પુરુષોત્તમ માસ ઉત્તમ છે. 

આ માસ ના અધિષ્ઠા દેવ સ્વયં શ્રી પુરુષોત્તમ છે.

હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને

જગતના પાલનહાર માનવામાં આવે છે.