તુલીપ ગાર્ડન

Keukenhof નું તુલીપ ગાર્ડન દુનિયાનું સૌથી મોટું ફ્લાવર-ગાર્ડન છે.

૭૦ એકરમાં પથરાયેલા આ ગાર્ડનમાં રંગબેરંગી તુલીપ ફૂલોનો નજારો ખુબ જ આકર્ષક

લાગે છે ..

આજે મોલ અને મલ્ટીપ્લેક્સનો જ જેવી રિતે વિસ્તાર થઈ રહ્યો છે ..  ત્યાં આવા

દુર્લભ ગાર્ડનમાં જવુ એક પ્રિય સ્થળ બની રહે છે !!

The Keukenhof Gardens

Advertisements

વિંડ ચાઈમ્સ

તેનો મીઠો અવાજ સાંભળતા જ બધું થઈ જાય છે પૉઝિટિવ .

ફેંગશુઈ કે વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંતો પર કાર્ય કરે છે.

 વાસ્તુ અને ફેંગશુઈ વાતાવરણ સકારાત્મક બનાવી રાખવા માટે વિંડ ચાઈમ્સ સૌથી સારો ઉપાય છે.

 વિંડ ચાઈમ્સ એટલે કે ફેંગશુઈ ઘંટડીઓની મધુર અવાજ વાતાવરણમાં રહેલ નકારાત્મક શક્તિઓના પ્રભાવને ખતમ કરી દે છે. આ ઘંટડીઓ સકારાત્મક ઉર્જાને સક્રિય કરે છે.

એ ઘરની સુંદરતા વધારવા માટે ઘણી ઉપયોગી છે.

ધ ગ્રેટ બ્લ્યુ હોલ

દુનિયા ની એક ઓર અજાયબી …

ધ ગ્રેટ બ્લ્યુ હોલ

The Great Blue Hole

જે Belize City થી ૬૦માઇલ ના અંતરે છે…

જે ૧૨૫ મીટર ઊંડો છે અને આશરે ૩૦૦ મીટર પહોળો છે.

Geometry  Informationને બાજુ પર મુકીને

દુનિયા ના અફલાતુન અજાયબી ને જોયા જ કરિએ.

‘સેવન કલર અર્થ’

Seven Colors of Earth

‘સેવન કલર અર્થ’

દક્ષિણ મોરિશિયસના એક ‘શામારેલ’ નામના નાનકડા પણ પ્રખ્યાત ગામની મુલાકાતે ,જ્યાં સૂરજના કુમળા તડકાની સાક્ષીએ

એક અદ્ભુત કુદરતી રચનાનું ધીમે ધીમે અનાવરણ થશે.

આ અણમોલ કુદરતી ‘સોગાત’ને ‘સેવન કર્લડ અર્થ

એટલે કે ‘સપ્તરંગી પૃથ્વીનું’ નામ આપેલું છે.

અહીંયાં જમીનનો, ધરતીનો એક નાનોશો વિસ્તાર

સાત રંગોની માટીથી આચ્છાદિત છે!!

આંખોની સામે છે ઊબડખાબડ સપાટી ધરાવતી ધરતી અને દૃશ્યમાન થાય છે… લાલ, કથ્થઈ, આછો જાંબલી એટલે કે ‘વાયોલેટ’, લીલો, ભૂરો, ચમકદાર જાંબલી એટલે કે ‘પર્પલ’ અને પીળો.

આમ સાત પ્રકારના રંગોની છટા ધારણ કરેલી જમીન…

[Source : http://www.bombaysamachar.com/frmStoryShow]

અપસાઈડ-ડાઉન ગાર્ડન

એક હટકે ગાર્ડન !

સીલિંગથી ઊંધા લટકાવેલા કૂંડામાં પાણી નાખવું પણ આસાન છે

અને

જો કોઈ ફૂલ કે ફળ ઊગે તો એ માટીને અડીને ખરાબ થશે

એવો કોઈ ડર પણ નથી રહેતો.

જોઈએ કઈ રીતે કરી શકાય અપસાઇડ ડાઉન એટલે કે ઊંધુ ગાર્ડનિંગ.

આ રીતના પ્લાન્ટિંગમાં ટમેટા અને કાકડી મોટા ભાગે ઉગાડવામાં આવે છે,

પરંતુ એવા ઘણા પ્લાન્ટ છે જેને આ રીતે ઉગાડવાથી ફાયદો થઈ શકે છે.

પછી એ વેજિટેબલ હોય, હર્બ કે પછી ફ્લાવર્સ.

reverse-planting

[Source: http://beta.gujaratimidday.com/life/fashion-a-beauty/garden]

ટોપિઅરી

આપણે ધણા ગાર્ડનમાં ઝાડમાંથી બનાવેલી કલાકૃતિ જોઈએ છે . 

તે છે ટોપિઅરી … 

ઝાડ કે ઝાડવાની કાપકૂપ કરીને

તેને જાતજાતના સુંદર આકાર આપવાની કળા.

ગાર્ડન નાનો હોય કે મોટો,

તેમાં સરસ રીતે ગોઠવાયેલી કલાકૃતિ

આખાય ગાર્ડનનો ફોક્સ પોઇન્ટ બની જાય છે .

બગીચામાં ફુવારાના ઠંડા પાણીની વાંછટ ઉડતી હોય, પક્ષીઓનો કલશોર હોય, તમારી આસપાસ રંગબેરંગી ફૂલો  ખીલ્યા હોય, અને ટોપિઅરી – આવા બગીચામાં દિવસભરનો થાક પળવારમાં ઉતરી જશે.

આ તો ટોપિઅરી ના એકાદ કલાક્રુતિ ને આપણે નિહાળી

દુનિયા મા એવા તો કેટલાય ટોપિઅરી ગાર્ડન છે …

જે આર્ટિસ્ટિક ગાર્ડન સ્કલ્પચર ની યાદગાર છે .

ફ્યુઝન ફૂડ

મિત્રો , આજકાલ આપણે ફ્યુઝન ફૂડ વિશે બહુ સાંભળતા હોઈએ છે .

કોઇ આપણા સગા વ્હાલા કે મિત્રો ને પણ કહેતા સાંભળતા હોઈએ છે કે અમે તો  રેસ્ટોરન્ટ મા ફ્યુઝન ફુડ નો સ્વાદ માણ્યો.

તમારા માથી ધણા આ ફુડ લાઇક પણ કરતા હશે .

તો આ ફ્યુઝન ફુડ છે શુ ?

આપણા પારંપરિક ભોજન નુ આધુનિક ભોજન સાથે મિશ્રણ .

ભોજન નો નવો લુક અને નવો સ્વાદ.

ઇન્ડો-ચાઇનીસ ફુડ

ઇન્ડો-ઈટાલીયન ફુડ

એક સમાચાર પ્રમાણે તો વી એલ સી સી એ એક રેસ્ટોરન્ટ ખોલી છે તેમા લો કેલેરી વીથ પાસ્તા અને ઓર્ગેનિક શાકભાજી પીરસે છે …

Big Gujarati Entertainment Awards

Big Gujarati Entertainment Awards

ગુજરાત ની હજારો ની જનતા ની સાથે આ એવોર્ડ સમારંભ જોતા જ

આપણે Feel Good અનુભવીએ ..

ગુજરાતી ફિલ્મ, સિરીયલ. ડ્રામા આ બધા નો સમન્વય એટલે BGEA.

તો એની એક ઝલક માણીએ

આપણા ગુજરાતી રંગભુમિ અને ફિલ્મો ના કલાકારો ને પરફોર્મ કરતા જોઇને .

ગઇકાલે જ રાત્રે તેનો શો રાખવામા આવ્યો હતો ઈ ટિવી ગુજરાતી પર .

પણ આ જે ઝલક છે તે ગયા વર્ષ ના પરફોર્મન્સ ની છે .

BGEA નો પ્રયાસ પણ ખુબ જ સરસ છે.

ગુજરાતી ફિલ્મો  ફરી અર્બન વ્યૂઅર્સનાં મન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે

અને તેનો મોટામા મોટો દાખલો છે

” હુ કેવી રિતે જઈશ” ફિલ્મ ને મળતો ગુજરાતી જનતા નો પ્રતિસાદ.

 ગુજરાત પર શ્રદ્ધા છે અને  ભાષા પ્રત્યે પ્રેમ છે

આપણી ફિલ્મો ને પણ એક નવો ઓપ અપાશે ફરીથી.

એક સર્વે પ્રમાણે  બોલિવૂડ જો  ૧૨૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતું હોય,

તમિલ ફિલ્મોનું ટર્નઓવર પ૦૦-૬૦૦ કરોડ હોય

તો બીજી બાબતોની જેમ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પણ આગળ વધી જ શકે છે.

ડેક્કન ઓડીસી ની શાહી સફર

ડેક્કન ઓડીસી ની શાહી સફર

 તમને પેલેસ ઓફ વ્હીલ ની યાદ અપાવી દે તેવી જ છે .

[Photo Courtsey: deccan-odyssey-india.com]

આમ તો મહારાષ્ટ્ર ની સફર કરવા માટે ધણી બધી ટ્રેન મળી જશે

પણ આની વાત જ કાઈ ઓર છે !!

 

આરામ દાયક અને સકુનથી ભરપુર સફર.

મહારાષ્ટ્ર ના જોવાલાયક બધા સ્થળૉ આ કવર કરે છે .દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ થી આ ટ્રેન ઉપડે છે ..તો ત્યાંથી આ ટ્રેન રત્નાગીરી, સિંધુદુર્ગ, ગોવ , બેલગામ, કોલ્હાપુર, પુણે, નાસિક , ઓરંગાબદ, અજંતા-ઇલોરા, અને છેલ્લો મુકામ ફરી પાછી મુંબઈ.

Longe bar,the Indian Maharaja

 

આની સરખામણી સાઉથ આફ્રિકા ની બ્લુ ટ્રેન

અને યુરોપ ની ઓરિઅંટ એક્સપ્રેસ્ સાથે કરવામા આવે છે .

આ ટ્રેન ની ઇન્ટીરિયર, સ્વાદિષ્ટ ભોજન, અને આકર્ષક સાઇટસ 

સફર ને યાદગાર બનાવી દે છે.

૨૧ કોચ વાળી આ ટ્રેન મા ૧૨ યાત્રી કોચ હોય છે.

સાત દિવસ ની મહારાષ્ટ્ર ની આ ટ્રેન નો સફર બુધવારે મુંબઈ થી શરૂ થાય છે .

પ્રદૂષણ અને વિટામીન – સી …???

વાયુનું પ્રદૂષણ , જે માનવી અથવા તો અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચાડે છે.આની અસર ખુબ જ વિપરીત થાય છે . આ પ્રદુષણ ને આપણે ન્યુનતમ તો નથી કરી શક્તા પણ એની અસર ને થોડા પ્રમાણ મા  ઓછી જરુર કરી શકાય છે ..

તો આનંદો બ્લોગર મિત્રો … 

ન્યૂયોર્કઃ તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામીન સીથી ભરપૂર ડાઈટ લેવાથી હવાઈ પ્રદૂષણની નુકસાનકારક અસરને રોકી શકાય છે.

 વિટામીન સી વાયુ પ્રદૂષણની નકારાત્મક અસરનો નોંધપાત્ર રીતે ઘટાડી દે છે. 

સાથે સાથે ક્રોનીક ફેંફસાની બિમારીથી ગ્રસ્ત લોકોમાં હવાઈ પ્રદૂષણની અસરને ઓછી કરે છે.

 વિટામીન સીની હકારાત્મક અથવા તો રક્ષાત્મક અસર જોવા મળે છે. વિટામીન સી જેવા એન્ટી ઓક્સીડન્ટ નુકસાનકારક પરિબળો અને ઘટકોથી શરીરને રક્ષણ આપે છે. સાથે સાથે સેલને પણ નુકસાનથી બચાવે છે.

વધારે માહિતી માટે અહિ ક્લિક કરો..

[Source: http://www.swadeshnewspaper.com/index.php?option=com_content&view ]

ચલો એ તો સાબિત કર્યુ કે વાયુ પ્રદુષણ ની વિપરીત અસર ને કેવી રિતે રોકી શકાય .. વિટામીન સી … હવે આપણે એ જાણીએ કે વિટામીન સી આપણને શેમાથી પ્રચુર માત્રા મા મળી શકે …

– વિટામીન-સી ખાટા ફળ જેવા કે લીંબુ, સંતરા, આમળા, ટામેટા, મોસંબી, લીલા મરચાં વગેરેમાંથી ભરપુર માત્રામાં મળી રહે છે.

એક જાણીતી કહેવત છે ને કે હાથ કંગન કો આરસી ક્યા ? 

Literally means in English Idiom.. ”  Clear as Chalk & Cheese “

Just Follow whatever Research prove… એટલે જ તો હવે આના વિશે હજુ વિગતવાર વાતો કરવા કરતા .. આપણે એને અનુસરીયે તેમા જ શ્રેય છે !!

આનંદો !! ગુજરાત સૂર્યઉર્જાની વૈશ્વિક રાજધાની .

અદાણી ગ્રૂપે દેશનો સૌથી મોટો ૪૦ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ
ગુજરાતના કચ્છ જિલ્લામાં કાયૉિન્વત કર્યો છે.
અદાણી આ પ્લાન્ટની ક્ષમતા વધારીને ૧૦૦ મેગાવોટ કરવા માગે છે.
આ પ્લાન્ટ દેશ નો જ નહિ પણ એશિયા નો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ છે.

હવે ગુજરાત સૂર્યઉર્જાની વૈશ્વિક રાજધાની બનવાનું છે.
વીજળીમાં વારંવાર િટ્રપિંગના બનાવોથી લોકોને તેમજ ખેડૂતોને
હાલાકી ભોગવવી પડે છે
તો પરિવાર સહિત ખેડુતો ને પણ સુર્ય ઉર્જાનો લાભ મળશે

બસ અહિથી જ સોલાર એનર્જી નો ઉપયોગ નથી રોકાતો
સુર્ય ઉર્જા નો ઉપયોગ એટલે અશ્મીજ્ન્ય બળતણ નો બચાવ
અને
બળતણ નો બચાવ એટલે પર્યાવરણ નો બચાવ
સૌર-ઉ૪જાનો ઉપયોગ કરવાથી,
વાતાવરણમાં અન્ય બળતણ વાપરવાથી જે પ્રદુષણ થતું હોય છે
તેનો પણ અટકાવ થાય છે.
૧૯૯૦ મા સોલાર એનર્જી વડે અમેરિકા મા એક વિમાને ૪૦૬૦ કિંમી નુ અંતર કાપ્યુ હતુ
અને
૨૦૧૦માં સૌર ઉર્જાનો ઉપયોગ કરી, સોલાર ઇમ્પલ્સ નામનાં વિમાને ૨૪ કલાક કરતાં વધારે સમય ઉડ્ડયન કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.
પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું સોલાર ઇમ્પલ્સનું ટાર્ગેટ ૨૦૧૩ છે.
પરંતુ… બધુ જ રાબેતા મુજબ અને સમુસુતરું પાર ઉતરશે તો,
સૌર ઉર્જા સંચાલિત વિશ્વની સૌથી વિશાળ બોટ ‘ટુરાનોર પ્લાનેટ સોલાર’
પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ સૌર-વાહન તરીકે ઇતિહાસમાં નામ નોંધાવશે.
‘ટુરાનોર’ ખરા અર્થમાં તેનું નામ સાર્થક કરશે

ઉર્જાનું અક્ષયપાત્ર એટલે કે સૂર્ય
તેનાં પ્રકાશ વડે આપણને એટલી ઉર્જા પુરી પાડે છે કે
જે ક્યારેય ખતમ થાય તેમ નથી.
ઉર્જાનાં સ્વચ્છ સ્રોત તરીકે સૌર ઉર્જા પ્રથમ સ્થાને આવે છે.

વાહ કુદરત…


સોહેલવા પક્ષી વિહાર પ્રદેશ

ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લામા આવેલુ સોહેલવા પક્ષી વિહાર પ્રદેશ.


શિયાળો બેસતાંની સાથે જ હજારો માઈલ નુ અંતર કાપી ને
પક્ષીઓ અહિયા સ્થળાંતર કરે છે


દરેક ને અચરજ પમાડે એવી વાત છે કે વર્ષ ના અમુક નિયત સમયે પક્ષીઓ ચોક્ક્સ સ્થળે અને એક જ પથ પર થી પાર થઈ ને કેવી રિતે આવે છે ??


અને આ પ્રશ્ન ઉદભવે એ સ્વાભાવિક છે!!


એક થિયરી મુજબ….આ પક્ષીઓના શરીરમાં કુદરતી રીતે જ હોકાયંત્ર જેવી રચના કુદરતી રીતે જ બક્ષીસ મળી હોય છે. આ પંખીઓમાં જે વયસ્ક પક્ષી હોય છેતેમના મગજમાં તેમના પ્રવાસ માર્ગનો નકશો કંડારાઈ જાય છે. બાદમાં નાના પંખીઓ વયસ્ક પંખીઓની પાછળ આ લાંબી મુસાફરી ખેડે છે.


આ નિર્દોષ પક્ષીઓના ગુંજનથી વન સૂરિલું બની જાય છે
આ ક્ષેત્રમાં 11 જળાશયમાં જળક્રિડા કરી રહેલાં રંગબેરંગી અને ખૂબસુરત પક્ષીઓ શરદઋતુ બેસતાની સાથે જ અફઘાનિસ્તાન,સાયબેરિયા અને યુરોપીયન દેશો તેમજ એશિયાઈ દેશોમાંથી જમેલા બરફના કારણે આવે છે.


તો આ આકર્ષક વિદેશી મહેમાન પક્ષીઓના ફોટા નિહાળવા નો લ્હાવો લઈ લઈએ …
[photos:web world & source=Sandesh,૧૫/૧૧/૨૦૧૧]

સફેદ રણ-ખોજ ગુજરાત


આપણુ ગુજરાત જ્યા દરિયો,રણ,પહાડો,હરિયાળી
બધી જ કુદરતી સૌંદર્યતા જોવા મળે છે
અને પ્રત્યેક ગુજરાતી વાકેફ પણ છે
રણ ની સહેલ કરવી એ પણ જીંદગી નો એક લ્હાવો છે
અને એ પણ રણ જો સફેદ હોય
ચાંદની રાત ની આ સફેદ ધરતી
એમ લાગે જાણે ચાંદ જમીન પર આવી ગયો છે
આ અનોખુ રણ છે ધોરડો(કચ્છ)નુ સફેદ રણ .
અહીં મીઠું આપોઆપ બને છે.
તેથી તેને મીઠાનું સરોવર પણ કહેવાય છે.
એક સર્વે અનુસાર
કચ્છ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
ગયા એક જ વર્ષમાં ૩૧૭૭૧ પ્રવાસીઓએ
ભુજ તાલુકાના સફેદ રણ સહિત
વિશ્ચ પ્રસિધ્ધ પર્યટન સ્થળોની મુલાકાત લીધી છે.
તો આજ કુદરત ના અજાયબની એક ઝલક આપણે અહિ નિહાળીએ
અને એ પણ બીગ-બી ના અંદાજ મા !!


[ફોટો-વેબ દુનિયા.સાભાર વેબ દુનિયા નો અને સાથે સાથે ભગવાન ને જેમણે અસીમ કુદરતી સંપદા ભેટ આપી ગુજરાતને]

‘બટર ફલાય ગાર્ડન’


કુદરતે હજાર હાથે સૌંદર્ય વેર્યુ છે.


વિચારો જો તમને આકર્ષક બગીચામાં રંગબેરંગી પતંગિયા
ઊડાઊડ કરતાં જોવા મળે તો !!
એ પણ હજારો ની સંખ્યા મા..
તો તો પછી એનાથી રુડુ બીજુ શુ !!


આ જ સપનુ સાકાર કર્યુ છે પતંગિયાપ્રેમી શ્રી રાજેન્દ્ર ઓવાલેકરે.
૪૫ વર્ષના પીટી ટીચર રાજેન્દ્રએ થાણેના ઘોડબંદર રોડ ખાતે
‘ઓવાલા ગાર્ડન’ જે ‘ઓવાલેકર વાડી’
તરીકે પણ ઓળખાય છે તેની રચના કરી છે.


આવુ જ એક અનોખું ‘બટર ફલાય ગાર્ડન’ બનાવવામા આવ્યુ છે ઓરિસ્સા મા.બટરફ્લાઇઝ ને ઓબઝર્વ કરવાનુ અને ફોટોગ્રાફ લેવાનુ એટલુ પણ સહેલુ નથી
Silence is the best trick to capture a photo !!અંગ્રેજી મા એક કહેવત છે ને કે,”Happiness is like a butterfly which, when pursued, is always beyond our grasp, but if you will sit down quietly, may alight upon you.”
એટલે જ ખુશી ને પતંગીયા જોડે સરખાવી છે


બ્રહ્મકમળ

પંકે જાયતિ ઇતિ એટલે કાદવમાં જે જન્મે છે તે !!

બ્રહ્મકમળ બહુ જ પ્રાચીન સમયથી
હિમાલયની પર્વતીય ઘાટીમાં ગંગોત્રી-યમનોત્રી
અને
બદરીકેદારનાથના રસ્તે આવેલી

‘વેલી ઑફ ફલાવર’માં જ થાય છે.

સફેદ રંગ પણ આટલો સુંદર દેખાઈ શકે છે !

બ્રહ્મકમળનાં પુષ્પો

શિવજી અને માતાજીને ચઢાવવામાં આવે છે.

પુરાણોમાં એવું લખાયેલું છે કે

૧૦૦ સુવણર્કમળ ચઢાવવાથી

જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું પુણ્ય

એક બ્રહ્મકમળ ચઢાવવાથી મળે છે.

બ્રહ્માજીની નાભિમાંથી ઉત્પન્ના થયેલું હોય

એવી માન્યતા છે.

બ્રહ્મકમળના દર્શન કરવા એ શિવજીના દર્શન કર્યા બરાબર છે.

મંગલ કામના સહ….

જયશ્રી કૃષ્ણ………