રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ!

RathYatra

 

 ભગવાન જગન્નાથની  રથયાત્રા દરવર્ષે અષાઢ માસની સુદ બીજના (આ વખતે ૧૦ જુલાઈ, મંગળવારે) નીકળે છે.

આમ તો ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરે જાય છે, પણ આજ ના દિવસે ભગવાન  ભક્તો પાસે જાય છે .

નંદના લાલ ખુદ નગરચર્યાએ નીકળે તો તેમના દર્શન કરવાનો  લ્હાવો કોણ ન લે.

ભગવાનના ભક્ત સાથે મિલનનો અવસર.

આ છે અષાઢી બીજનો રૂડો અવસર.

જય જગન્નાથ

 

પધારો ફાગણ

Fagan Formato Ayo

વસંત પાંગરે નવ જોબન ઉમંગ આજ,મધુરા પાંગરે દ્રુમ વેલી ઉછરંગ આજ.

વનરાજી શોભે થઈને સુહાગન આજ,પ્રિયતમ પધારો લઈને ઉમંગ આજ.

કેસરિ સાજ શોભે,લઈને ગુલાલ આજ,ફુલડાની ફોરે ભ્રમર ગુંજે ઉમંગ આજ.

હીરા મોતીડે સેર ગુંથાવુ ગજરા આજ,આવો તો મનોહર થાયે ઉમંગ આજ.

ધીરે ના ધરપત હૈયે હુલ્લાશ આજ,પધારો ફાગણ ફોરે થાયે ઉમંગ આજ.

– કાન્તિજી વાછાણી
[સ્તોત્ર ઃ સબરસ ગુજરાતી ]

ફાગણ ફોરમતો આયો…

 થોડા દિવસ પહેલા ફાગણ આવી ગયો..

અને સાથે લાવ્યો..કેસુડો… હોળીના રંગો… અને જોડે આ ફોરમતુ ગીત.

તો મિત્રો, જેમ આપણે વસંતની વધામણી કરી તેમ રંગીલા ફાગણને પણ વધાવી લઈએ..

ફાગણ એટલે…કૃષ્ણ ભગવાનની વાસંળી,આંબાની મંજરી,કેસુડો,

ફાગણના ફાગ અને ધુળેટીના રંગો,ફાગણના વાયરા,

અને હા.. આપણા કવિઓના ઉત્તમ વસંતગીતો અને ફાગણના ફાગ ..

એ તો કેમ ભુલાય..દરેક કવિશ્રી ને  લીધે આપણી માત્રુભાષા અને સંસ્ક્રુતિ ટકી રહિ છે. તેમને સત સત પ્રણામ..

આવાં ગીતોનો વૈભવ  વધુ ને વધુ સાંભળવા મળે એમ ઈચ્છીએ –

આજે, ફાગણના દિવસોએ…

 

 

મહાશિવરાત્રીનો મેળો.

“સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર,

ન નાહ્યો દામો- રેવતી, અફળ ગયો અવતાર..

આ વાણીને સાર્થક કરવા દેશભરના ભાવિકો જિંદગીમાં એક વાર તો જૂનાગઢનો ફેરો કરતા હોય છે.

પણ જેમ ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં’ તેમ સોરઠ દેશના આ વર્ષો જૂના સ્લોગનને દેશભરના શિવભક્તો મહા વદ નોમ એટલે કે છઠ્ઠી માર્ચથી દેશભરમાં ગાજતું કરશે.

અલાહાબાદના મહાકુંભની ધ્વનિઓ હવામાંથી ઓગળે તે પહેલાં જ હવે ગુજરાતના ગઢ ગિરનારની તળેટીમાં બિરાજમાન ભગવાન ભવનાથના આંગણે મહા વદ નોમથી સાધુસંતોનો મિની કુંભ ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નારાઓ સાથે શરૂ થશે.

મહાશિવરાત્રિના આ સાધુ મેળા ૬ થી ૧૦મી માર્ચ સુધી પાંચ દિવસ

આખું સૌરાષ્ટ્ર શિવમય બનીને લીન થઇ જશે.

હિમાલયથી પણ પુરાણા એવા ગઢ ગિરનારની ગોદમાં

આવેલા ભગવાન ભોળાનાથના મેળાની વિશિષ્ટતા એ છે કે

સમગ્ર ભારતમાં માત્ર સાધુઓના જ મેળા તરીકે ગણાતો હોય

તેવો આ એક જ મેળો છે.

મહાશિવરાત્રી સુધી ચાલનારા આ મિની કુંભમાં

મુંબઇ સહિત દેશભરમાંથી ૧૦ લાખ શિવભક્તો ઊમટવાની આશા છે.

પ્રાચીન કાળથી યોજાતા આ મિની કુંભને કાળક્રમે લોકમેળાનું સ્વરૂપ મળ્યું છે.

છઠ્ઠી માર્ચ ને બુધવારે પ્રાત: કાળે સૌપ્રથમ તો ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના પૂજન-અર્ચન બાદ મંદિર પર ધ્વજારોહણ સાથે જ મેળાનો પ્રારંભ થાય છે.

દેવાધિદેવ મહાદેવની ભક્તિ, પૂજન અને આરાધનાના ત્રિવેણી સંગમ સાથે

ગિરનાર શિવનાદોથી ગાજી ઊઠે છે.

ર્જીણદુર્ગ એટલે કે જૂનાગઢ શહેરથી આશરે પાંચેક કિ.મી. દૂર આવેલી ગિર તળેટીમાં ભવનાથ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટેલા

ભવનાથની કથા પણ એટલી જ રોચક છે.

શિવજીએ તેમનું કૈલાસ છોડીને ગિરનાર પર પસંદગી ઉતારી હતી.

ગિરનાર પર્વતની ભવ્યતા પણ તેની ઊંચાઇ જેટલી જ છે.

પ્રલયકાળ બાદ શિવજીના શાસનનો દિવસ આવ્યો હતો. રુદ્રમાં લય થયેલી સ્ાૃષ્ટિમાં ‘તમસ’રૂપે પ્રગટેલા રુદ્રને જગતપિતા બ્રહ્માજીએ સંસારીઓનાં સુખ અને દુ:ખના સમાપન માટે વિનંતી કરી હતી. મહાદેવે આખરે ધરતી પર સ્થાયી થવાનું નક્કી કર્યું અને તેમની નજર સોરઠ ભૂમિના ગરવા ગિરનાર પર પડી. લીલોતરીથી હર્યાભર્યા ગિરનારે રુદ્રનું મન મોહી લીધું

સદાશિવે ગિરનારની તળેટીમાં જ આસન જમાવી દેતાં કૈલાસમાં બેઠેલાં પાર્વતી માતા દેવો સાથે ગિરનાર પર આવી પહોંચ્યાં અને શિવને પ્રગટ થવાની પ્રાર્થના કરતાં રુદ્ર ‘ભવનાથ ’સ્વરૂપે પ્રગટ થયા હતા. એ દિવસ વૈશાખ સુદ પૂનમનો હોવાનું કહેવાય છે. દેવોએ અહીં ભવનાથ એટલે કે, જન્મોજનમના ફેરામાંથી મુક્તિ અપાવનારા ભવનાથ મહાદેવની સ્થાપના કરી હતી. જ્યાં શિવ ત્યાં શક્તિ મુજબ માતા પાર્વતી પણ અહીં અંબિકા સ્વરૂપે બિરાજ્યાં હતાં જેમનું મંદિર પણ આજે ગિરનાર પર હયાત છે.

જ્યાં શિવ સાથે જીવનું અલૌકિક મિલન થાય છે તેવો મહાશિવરાત્રીનો મેળો.

–  કિરીટ ઉપાધ્યાય

[સ્તોત્ર : મુંબઈ સમાચાર ]

વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

 વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી.

વસંતપંચમી થી વસંતઋતુ નો આરંભ થાય છે .

 આ દિવસો દરમિયાન કડકડાતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી.

વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા.શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે

આ વર્ષે પંચમી તિથી 14 ફેબ્રુઆરીની સવારે 10.20 વાગ્યેથી 15 ફેબ્રુઆરી એ 10.35 વાગ્યા સુધી રેહશે. એટ્લે બંને દિવસે વસંત પંચમીની ઉજવણી થશે.

સહુ મિત્રો આપણે પણ  માઁ શારદા ની વંદનામા જોડાઇ જઈએ.

 ‘શારદા સારદાભૌમ્વદનામ્બુજે, સર્વદા સર્વદાસ્માકમં સન્નિધિમે ક્રિયા તૂ.’

શરદકાળમાં ઉત્તપન્ન કમળના સમાન મુખવાળી અને તમામ મનોરથો પૂર્ણ કરનારી મા શારદા સમસ્ત સમૃદ્ધિઓની સાથે મારા મુખમાં સદા નિવાસ કરો.

Maa-Saraswati2

ઉત્તરાયણની શુભેચ્છાઓ

 આ સમયે સૂર્ય પોતાની પૃથ્‍વી આજુબાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તરદિશા તરફ ખસે છે. આમ, ઉત્તર તરફ ખસવાને કારણે આ ઉત્‍સવને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

અને આજ દિવસે પતંગ શોખીનો ગગનવિહાર મા પોતાની પતંગો ચગાવી ને આનંદ માણે છે અને મજા કરે છે . પણ આજ પતંગની મજા અન્ય માટે સજા ન બને તે  માટૅ પર્યાવરણ પ્રેમીઓએ હિમાયત કરે  છે અને વિનંતી કરવામાં આવે છે કે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬ પતંગ ન ઉડાડવા કેમ કે આ સમય દરમિયાન પક્ષીઓ વધુ સંખ્યામાં પોતાના માળો છોડી સવારે ખોરાકની શોધમાં અને સાંજે માળામાં પરત આવતા હોય છે.

 ટૂ વ્હીલરવાળા રાહદારીઓએ કમસે કમ ઉતરાયણ સુધી હેલ્મેટ પહેરવો તેમજ ગળા ફરતે મફલર બાંધવું હીતાવહ છે .

મારા માટે ઉતરાયણ એટલે ઉમંગ .. પતંગ ને ચગાવવનો નહી … પણ જ્યા પણ જાઓ પ્રેમ અને સ્નેહ ને વહેચવાનો..

એક સરસ ગીત રજુ કરુ છુ એ.આર.રહેમાન નુ…જીયા સે જીયા..

વસંત પંચમી


વસંત પચમી ના બસ થોડા જ દિવસો બાકી છે.

વસંતના આગમનની સાથે જ પ્રકૃતિમાં જાણે કે નવો પ્રાણ ફુંકાય છે.

દરેકના જીવનમાં દુખના નાના મોટા પ્રસંગો વણમાગ્યા આવે જ છે.

પાનખરને દુર કરતા વસંતોત્સવની ઉજવણી આપણને એજ સમજાવે છે !!

હિતેન આનંદ્પરા ની સુંદર રચના પ્રસ્તુત છે.

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

-હિતેન આનંદપરા