સુનહરી સવાર

રોજ પડે છે પણ આજ અનોખી પડી છે સવાર,

આજ આ તે સોનેહરી કિરણોની પડી છે સવાર.

ઉઠીને ઝાંક્યુ ઝરોખાથી ખીલેલા સુંદર ફુલો,

સમીર પણ લહેરાતો હતો આજ મધમ મધમ,

એ સર્વે લાવતા હતા એવા તે મુજમા ખુમાર,

મન ને ગમી ગઇ આવી આ સુનેહરી સવાર.

ઉડતો થયો આસમાનમા પરિંદોની માફક,

પહોચવા ક્ષતીજ પાર ધરતી ની માફક,

કહેશો કોઇ શુ ક્યારેય પહોચી હશે એ ધરા,

કોશીશ કરાવવા આવી આ સુનહરી સવાર.

નીશીત જોશી

મને બહુ ગમે!!!!!

ઝાંકળો ની  બૂંદો થી ભીંજતુ  ઍ પર્ણ ,

સૂરજ  ની પેહલી કિરણ થી રચાતુ મેઘધનુષ સુવર્ણ,મને બહુ ગમે!!!!

 

સોનેરી ફૂલો ની સેજ ને પાનખર થી સજાતો પથ  મારો,

હાલૂ તો થાય મને મહારાજ તણો ભાવ મારો,મનેબહુ ગમે!!!!!   

 

પર્વત પરથી ખળખળ વેહતાં ઝરણાં નો સાદ,

પનિહારી ઑ ની ઝાંઝાર નો રમણીય નાદ, મને બહુ ગમે!!!!!   

 

મેઘરાજા ની સવારી માં મિત્રો સાથેની ધીંગામસ્તી,

હાલકડોલક  જાતી  કાગળ ની ઍ મારી કસ્તી,  મને બહુ ગમે!!!!!   

 

ફૂલો ની ફરતે ભમરાઓ નું મધુર ગીતગુંજન,

મધમાખી ઑ  નું  સર્જેલુ  સંસાર ગુંથણ,  મને બહુ ગમે!!!!!   

 

ગામની અગાશી માં,ઘાઢ અંધારીયા ની નીંદર,

પૂનમ ની  ચાંદની  કેરી  ઝગમગતું  જગ મારી અંદર,   મને બહુ ગમે!!!!!   

 

કોયલ નો ટહુકો , ને મૉર નાં પીંછા ની અદા,

ચાંચ વાટે બાળપંખી ના મુખ માં જતું ખાધ સદા,  મને બહુ ગમે!!!!!   

 

વિશ્વ ની હરેક સંવેદના ઑ ની માયાજાલ,

મારી  ‘ઍ’  ની  સાથેની સાત પગલાં ની ચાલ,   મને બહુ ગમે!!!!!   

 

ભલે ના હોય મારે હાટુ  , મહેલ  નું ભૌતિકવાદી  જીવન,

રચવું છે “યુગદ્વાર” માં કુદરત ના સાનિધ્ય નું ઉપવન ,,,  મને બહુ ગમે!!!!!   

દિગીશ શાહ – યુગદ્વાર 

સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?


 

સુગંધ પૂછે ઝાકળ સાથે ધડીક રમું હું બહાર ?

કળિ કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્રાર.

પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,

હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.

બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,

આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.

 તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,

રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.

– કૃષ્ણ દવે

 

ગ્રીષ્મનો ગુલમહોર

જેમ ગરમી વધુ પડે છે તેમ ગરમીમાં ગરમાળો અને ગુલમહોરના ફુલો વધુ ખીલે છે.

ગુલમહોરના લાલચટ્ટક ને કેસરી ફુલો ખીલી ઉઠતા ગરમીમાં પણ

આ વૃક્ષોના ફુલોના લીધે વાતાવરણ મનમોહકને કલરફુલ બની જાય છે..

Gulmohar Tree

ડાળે ડાળ ટહુકતી નિરખી કોયલને 

અને

કોયલ પણ ખીલતી  ગુલમહોરનાં રક્તવર્ણાં કેસરી પુષ્પો સંગ.

છેડતી કોયલ તાર સપ્તકનો સૂર 

અને

પછી તો-પોપટ,ચકલાં,કાબર,હોલો

બધાં મચી પડતાં મેળવવા એનો સૂર

જે જામે પછી સંગીતની મહેફિલ…

હરખાતી મનીપ્લાન્ટની વેલ

શરમાતી શરમાતી વીંટળાઇ જતી ગુલમહોરને.

[ સ્તોત્ર ઃ શબ્દશઃ]

સખે, ગીત ગાવા દે મને તારા પ્રેમનું,

Geet Gava de

સખે, ગીત ગાવા દે મને તારા પ્રેમનું,
સૌરભ પ્રસરાવવા દે મને તારી પ્રિતનું.

બુલબુલ બની વિહરવા દે, ઉધ્ધાત તુજ ઉપવનનું.
ઘંટારવ બની ગુંજી ઉઠું, નિશદિન તુજ મંદિરનું.

નથી શબ્દજાળ કે અલંકાર, મીઠાશ શેની ભરું?
ફક્ત ભાવનાનો ભર્યો કુંજો, છલકાઇ જાય ઓ ભેરું.

પંખી બની, ઊંચે ઊડી, કુંજે કુંજે ગાયા કરું,
ગમે તુજ પ્રિત કેરા ગાનમાં, મસ્ત બની રાચવું.

આ ગીત અંજલિ રૂપે તર્પણ કરી, મુજ સખાને અર્પણ કરું,
ગીત ગાવા દે, સખે, ગીત ગાવા દે.

કવિ : શ્રી જે. કે. પટૅલ 

[આ સુંદર ગીત સાંભળવા અહી ક્લિક કરો ]

દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો..

Lilucham

સ્વ.સુરેશ દલાલનું આ ગીત, જીંદગીની જીતનું સંગીત છે.

દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો

છલાંગ મારતા ઝરણા સાથે હું તો ગીતો ગાતો

લીલાંછમ આ વૃક્ષો વ્હાલા, પહાડો મારા ભેરુ

વ્હાલું મને લાગે કેવું નાનું અમથું દેરું

ફૂલ ને ઝાકળ, દળ વાદળ ને હર્યું ભર્યું ઘાસ

મારો સૌની સાથે કેવો સહજ મળે છે પ્રાસ

સરોવરના આ હંસકમળની સાથે કરતો વાતો

દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો..

 

તો કેવું?

Nice Lady

તમને જોઇને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?

મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી
તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?

મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
તેને શ્રાવણનું નામ આપું તો કેવું?

તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી
તેને જાગરણનું નામ આપું તો કેવું?

હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાં
તેને વમળનું નામ આપું તો કેવું?

સાન-ભાન ભુલાવું તમારા ઇશારે
તેને વશીકરણનું નામ આપું તો કેવું?

આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણી
તેને કૂંપળનું નામ આપું તો કેવું?

નજરથી નજર મળતાં શરમાય નજર
તેને પ્રણયનું નામ આપું તો કેવું?

– ‘વિશાલ મોણપરા’

प्रेम

 

गुण न हो तो रूप व्यर्थ है।

भूख न हो तो भोजन व्यर्थ है।

होश न हो तो जोश व्यर्थ है।

सदुपयोग न हो तो धन व्यर्थ है।

विनम्रता न हो तो विद्या व्यर्थ है।

साहस न हो तो तलवार व्यर्थ है।

परोपकार न हो तो इन्सान व्यर्थ है।

अर्थ न हो तो शब्द व्यर्थ है।

श्रद्धा न हो तो पूजा व्यर्थ है।

प्रेम न हो तो जीवन व्यर्थ है।

-અજ્ઞાત

અમે ગુર્જર

અનુભવથી કહું છું કે બધી ભાષા પરાઈ છે,
અમે ગુર્જર, અમારી ગુર્જરી ભાષા સવાઈ છે.

હૃદયનો રંગ છે એમાં, અને છે લોહીનો પણ લય,
કરો એનું જ ગૌરવ તો, ભલા એમાં ભલાઈ છે.

ઘણી વેળા ખરી પડતાં પરાયાં જોઈને પીંછાં,
ખરું જોતાં અભિવ્યક્તિની ક્યાં એમાં સચ્ચાઈ છે ?

પરાઈ કોઈ ભાષાના, વરખ ખોટા લગાવો ના,
મધુરી માતૃભાષા બસ, અમારે મન મીઠાઈ છે.

થતી એની ઉપેક્ષામાં, વતનનો દ્રોહ સમજું છું
કરી ગૌરવ યશોગાથા, કવનમાં તો ગવાઈ છે.

– ડૉ. વિરંચિ ત્રિવેદી

એમ અમસ્તુ ગમવું છે !

**********

સૌના મનમાં રમવું છે, એમ અમસ્તુ ગમવું છે !

દરિયો થૈ ના અટકું ક્યાંય ઝરણાં જેવું ભમવું છે !

સૂર્ય ભલે ચમકે દિવસે, અંધારે ટમટમવું છે !

વૃક્ષ સમું લ્હેરાઈને, વાતાયનને ખમવું છે !

રાખી મન પ્હાડ સમું દૃઢ, તૃણ સરીખું નમવું છે !

થાય ગઝલ પણ આફરીન, એમ શબ્દમાં શમવું છે.

ઊગી જઉં દિલમાં ‘સુધીર’, એ રીતે આથમવું છે !

-સુધીર પટેલ

ગુલાબનું ફૂલ

આ ગુલાબ કેરું ફૂલ..

ખીલ્યું કેવુ કાંટામાંયે ? આનંદે મશગૂલ;
શોક કરે ના રડે, જરા ના, 
ઉડે છોને ધૂળ … આ ગુલાબ કેરું ફૂલ

હસી રહ્યું હૈયેથી કેવું ? કેવું થયું પ્રફુલ્લ?
ભમરાઓ ભેટે છે એને, 
એમાં ના કૈં ભૂલ … આ ગુલાબ કેરું ફૂલ

જોતાંવેંત જ આકર્ષી લે, એવું રૂપ અમૂલ;
મનને મોહિત કરે રંગથી, 
હોય ભલેને દૂર … આ ગુલાબ કેરું ફૂલ

વિકાસ કરિયે, હસી રહીએ, જેમ હસે આ ફૂલ;
હારીએ ના હિંમત, છોને 
ચોપાસે હો શૂળ … આ ગુલાબ કેરું ફૂલ

 – શ્રી યોગેશ્વરજી

વ્હેલી સવારે સૂરજ ઊગે

વ્હેલી સવારે સૂરજ ઊગેઃ સહજ અચરજનો ભાવ. 

જળની લહર લહરમાં કિરણ  સમરસ થઈને ભળે     

 ભીતરની શાંતિ આ જળ પર  જયોત થઈ ઝળહળે

નદી,નાવ ને કાંઠાને તો કયાંક નહીં કોઈ અભાવ

 વ્હેલી સવારે સૂરજ ઊગેઃ સહજ અચરજનો ભાવ.

 વૃક્ષ-વૃક્ષની ડાળ ડાળ પર  લ્હેરખી ફૂલ થઈને ઝૂલે

 અંધકાર આંખો મીંચેને  દશ્ય અવનવાં ખૂલે

 પૃથ્વી અને આકાશની વચ્ચે લગની અને લગાવ

 વ્હેલી સવારે સૂરજ ઊગેઃ સહજ અચરજનો ભાવ

અજ્ઞાત

શ્રવણ

વિધિ ના લખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય …

શ્રવણ કાવડ લઈ ને ફરતો ,સેવા માતપિતા ની કરતો ,

તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો જાય …જાય …જાય …

તરસ માતપિતાની છીપવા , શ્રવણ જાયે પાણી ભરવા ,

ઘડુલો ભરતા મૃગ ના જેવો શબ્દ થાય …થાય …થાય …

દશરથ રાજા મૃગયા રમવા આવે , મૃગલું જાણી બાણ ચડાવે ,

બાણ થી શ્રવણ ના જીવ જાય , છોડી કાય …કાય …કાય …

અંધ માતપિતા ટળવળતા , દીધો શ્રાપ જ મરતા મરતાં ,

મરજો દશરથ પુત્ર વિયોગે , ટળવળતા હાય …હાય …હાય …

જયારે રામજી વન સંચરિયા ,દશરથ પુત્ર વિયોગે મરીયા ,

‘અમરતગર ‘ કહે દુઃખ ના દરિયા ઉભરાઇ જાય …જાય …જાય

વિધિ ના લાખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય .

સહુના કલ્યાણની મનમા વાંછન

શુભ સવાર મિત્રો

સવારે  ઉઠતા ની સાથે બહાર નું વાતાવરણ જોતા ખરેખર આનંદ આવ્યો

કેટલાક દિવસ થી વરસાદી માહોલ છે.

 અને તેની સાથે આ સરસ કાવ્ય જેમા વહેલી પરોઢ નુ સુંદર અવલોકન છે.

વહેલી પરોઢ્મા ચાલવાની મજા

ભાતભાતના દૃશ્યો જોવાના જલસા

કોઈ મૂકે દોટ, કોઈ મસ્તરામ હોય

કોઈ કરે ઉઠક બેઠક ‘ઉંહ્કારા’ ભરે

કપાલભાંતિના ઉચ્છવાસ સંભળાયે

ઑમકારનો નાદ ગગન ગજાવે

‘કરાટેના ચોપ’ બાળકો ઉચ્ચારે

‘હાસ્યનું ગુંજન’ કર્ણને ભાવે

જુવાનિયા ‘જોગીંગ’ તંદુરસ્તી બનાવે

આધેડ ચાલતા પ્રભુને સમરે

બગીચાનો માળી જોઈ જોઈ હરખે

સુરજ્દાદા સાત ઘોડે ચઢી આવે

ફુરસત કોને, જોઈ તેમને વધાવે

શાન્તાકારં નો મનમા શ્લોક ઉચ્ચારતા

પરોઢની તાજગી દિલમા પસવારતા

સહુના કલ્યાણની મનમા વાંછન


pravinash.wordpress.com[પ્રવીણા જી]

સપના મોકલજે

 

શુભ રાત્રી

નવલી રાત વિતાવવા સપના મોકલજે,

સપનામાં અવાજ સમા ટહુકા મોકલજે,

જુદા જુદા ચિત્રો દેખાડવા બંધ કરો હવે, 

રાતને એ તો નહોતુ કહ્યુ કેટલા મોકલજે,

કરજો એ મધુર મીલનની વાતો સ્વપ્ને,

ચાંદનીની સાટુ મનમીત ચંદ્રમા મોકલજે,

ઉંઘથી ન જાગી જવાય તે જોજે એ રાત !

પરોઢીયુ ન આવી શકે તે તાળા મોકલજે,

એ સપના પણ ન પડી જાય ઢીલા નીદરે,

તેને પણ રોજની માફક ઉજાગરા મોકલજે .

નીશીત જોશી

આવે તુ ત્યારે..આવે તુ ત્યારે હવામા ખુશ્બુ આવે

બાગોમા તો જાણે વસંત આવે

ચંદ્રમા ને જાણે પુર્ણિમા આવે

આભને જાણે આભા આવે 

સવાર ને જાણે મહેક આવે 

ન પુછજે મને તારામા શું આવે?

કારણ તુ મને જ તો મળવા આવે

નીશીત જોશી

 

 

મમતાના મોલ

અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર

જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી,એના અંતરે સ્નેહની સુગંધ

સાંભળી કંઠે હાલરડાંના બોલ,ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ

સાગર સરીખાં માનાં હેતડાં,જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ

સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં,માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ

ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ

જાણે રમે ચાંદની છોડી ગગન,એવા માના છે શીતળ રૂપરંગ

માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ

માડીના લાખેણા લાડે રમે,નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ

કરુણાના સાગરથી છલકતું મુખ,અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ

માના અધરે રમતી મમતાએ,ભૂલ્યા અમે દુનિયાના દુઃખ

સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી,તારી મમતાના મોલ અણમોલ

મા જશોદાને ખોળે ભૂલ્યો’તો શામળો,વૈકુંઠના વૈભવના તોલ

રમેશ પટેલ ‘આકાશદીપ’

હા,,તુ ગમે છે!!!


 

હા,,તુ ગમે છે!!! મુજ ને મારા થી વધારે!

હા,,તુ ગમે છે!!! મુજ ને મારા થી વધારે!

પૂછી લે આસમાઓ થી

દરિયા ની ગહેરાઇ થી

જો “ના” કહે!!! તો ભૂલી જઇશ

પણ પૂછી જો,,, એકવાર

“મુકેશ વાલા”

આ સુંદર ગીત સાંભળવા અહિયા ક્લિક કરો…

http://www.muziboo.com/swf/new_player_2012.swf
હા,,તુ ગમે છે!!! haa tu g