મુનસુન અને કોર્ન

મકાઇની મસ્તી સાથે રાખો સ્વાસ્થ્યનો ખ્યાલ

એક બાજુ ધોધમાર વરસતો વરસાદ હોય ને બીજી તરફ સગડી પર કોલસામાં શેકાયેલી મરચું, મીઠું, સંચળ, આમચૂર પાઉડરનો મસાલો લગાવેલી મકાઈ હોય..!

તેમાં પણ ઉપરથી લીબુંની ખટાશનો લસરકો એટલે સોને પે સુહાગા.

મકાઈ શેકી, બાફીને એ ઉપરાંત તેમાંથી સૂપ , સલાડ કે ભેળ બનાવીને તેમાં રહેલાં પોષકતત્વોનો લાભ લઈ શકાય છે.

દેશી મકાઈમાં મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ, ઝિન્ક, આર્યન, કોપર જેવાં ખનીજતત્વો હોય છે ,જે શરીરને ફાયદો કરે છે

મકાઇમાંથી વિટામિન ડીની માત્રા પણ મળી રહે છે.

કેરોટીનની ભરપૂર માત્રા આપતી મકાઈ વાળ, નખ તથા ત્વચા માટે ફાયદાકારક છે.

મકાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી છે.

ડાયાબિટીસના પેશન્ટે મકાઈ ખાવી,પરંતુ સીમિત માત્રામાં.

અમેરિકન મકાઇમાં લ્યુટિન નામનું તત્વ હોય છે, જે  હ્રદય માટે ફાયદાકારક છે.

ડાયટિશિયન લિઝા શાહ, અમદાવાદ

[ સ્તોત્ર ઃ ગ્લોબલ ગુજરાતી ન્યુઝ ]

ચા ચા ચા

 

આપણે દરેક  સ્વાસ્થ પ્રત્યે  સચેત રહિયે છે.કહે છે ને Health is Wealth.

એના જેવી કોઈ મુડી નથી.આપણે જાણીએ છે કે ચા નુ ઉત્પાદન આસામ મા

થાય છે.પણ અહિ હુ જે વાત લખી રહિ છુ તે આપણા “આસામ ની ચા” ની નહિ,

પણ એ પીણા ની જેનુ મૂળ ચીન કે જાપાન છે.આ ચા નુ નામ છે GREEN TEA 

જે ભારત મા પણ મળી રહે છે.કેટલાંક સંશોધનો અને અભ્યાસો પરથી એવું

તારણ મળ્યું છે કે,ગ્રીન ટી નો ઉપયોગ શરીરને ચુસ્તી અને સ્ફોર્તિ જાળવવામાં

મદદ કરે છે.

રોચક વાત છે ને મિત્રો !!

રોચક ઉપરાંત તંદુરસ્તી થી ભરપુર એવી ગ્રીન ટી-Green Tea જેને પીવાથી

શરીરની રક્તવાહિનીઓમા લોહી નુ પરિભમણ પણ સારિ રિતે થાય છે.

અને આમ થવા નુ કારણ ચામાં રહેલું ફોલિક એસિડ જે  હાર્ટના રોગો અને

કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

તેમાં એન્ટિઓક્સિડન્ટ છે અને ડાયાબીટીસ જેવા રોગ સામે પણ રક્ષણ મળે છે.

તેથી દરરોજ ગ્રીન ટી નો ઉપયોગ આશીર્વાદરૃપ છે.

સાચે જ હુ તો બસ આટલુ જાણી ને જ આ “સ્વાસ્થયવર્ધક પીણા” ને મારા

ડાયેટમાં સામેલ કરી દઈશ અને તમે મારા વ્હાલા મિત્રો ?

તો આજે ગ્રીન ટી સાથે સુપ્રભાત …!!!

Asian herb tea on an old rustic table

 

ઓટ

મારા વ્હાલા મિત્રો,

તમે “ઓટ” વિષે તો સાંભળ્યુ જ હશે. મોટા ભાગના ખાદ્ય પદાર્થોમાં એક, બે કે વધુમાં વધુ

પાંચ પોષક તત્ત્વો હોય છે, પરંતુ અમુક ખાદ્ય પદાર્થો અઢળક પોષક તત્ત્વોથી ભરેલા હોય

છે. “ઓટ” એક આવો જ ખાદ્ય પદાર્થ છે. 

ઓટ ને આપણે વિવિધ વ્યંજન બનાવી ને ખઈ શકીયે છે.

ઈડલી,ખીચડી અને વેજીટેબલ નુ મિશ્રણ કરી ને, તેને પ્લેન મિલ્ક જોડે પણ લઈ શકીએ છે.

અને આ એક instant food છે જે અત્યાર ના વ્યસ્ત જીવન મા દસ જ મિનિટ મા બની

શકે છે. હવે તો બજાર મા ઓટ ની Cereals આસાની થી મળી રહે છે.જે  Breakfast મા

પણ લઈ શકાય છે.

હવે ઓટ ના ફાયદા જાણી લઈએ

– ક્ષાર ભરપૂર છે

– કેન્સર સામે લડે છે

– ડાયેટિંગમાં મદદરૃપ થાય છે.

– ઓટમાં દૂધના ગુણો પણ ભળેલા હોય છે એટલે એમાંથી કેલ્શિયમ ભરપૂર મળે છે.

કેલ્શિયમના અભાવને કારણે ઓસ્ટિઓ સોરાઈસિસ થાય છે જે હાડકાંની ઘટ્ટતા ઓછી કરી

નાખે છે અને એને તકલાદી બનાવે છે.

– કબજિયાત અટકાવે છે

– ઓટ એક હાઈ ફાઈબર ધરાવતો ખોરાક છે એટલે એ પાચનતંત્રને વધુ ચેતનવંતુ રાખે

છે. એને કારણે આંતરડાં સુધીનું હલનચલન ઝડપી બને છે.

– બાળપણની મેદસ્વીતા દૂર કરે છે

– એકાગ્રતા કેળવવામાં મદદરૃપ થાય છે.

– ઇન્ફેકશન સામે લડે છે.

 નોંધ ઃ ચામડીને નીરોગી રાખવા માટે મોજા કે કપડાંની થેલીમાં ઓટ નાખો અને પછી

વીસ મિનિટ સુધી એને પાણીમાં રહેવા દો. આ પાણીથી નાહવાથી ચામડી નીરોગી રહે છે.

(સ્તોત્ર-ગુજરાત સમાચાર)

ગરમીમાં રાહત આપનારા પ્રાકૃતિક પીણૂ – દૂધીનો રસ

દૂધીનો રસ –

આ ગરમીની ઋતુમાં ચમત્કારી છે.

યૂનાની ચિકિત્સા પધ્ધતિ ગરમીમાં દૂધીનુ શાક ખાવાની સલાહ આપે ક હ્હે.

વિટામિન સી અને બી-6ન;ઉ સ્ત્રોત હોવા ઉપરાંત દૂધીમાં કેલ્શિયમ, આયોડીન,

મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને પોટાશિયમ પણ રહેલા છે.

સવારે ખાલી પેટ એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી શરીરમાં ઠંડક બની રહે છે.

દૂધીના રસમાં ચપટી મીઠુ નાખીને પીવાથી શરીરમાં સોડિયમની ઉણપ નથી

રહેતી, તરસ પણ છિપાય છે

અને

તમને દિવસભર તાજગીનો અહેસાસ પણ થાય છે.

[સ્તોત્રઃ વેબ દુનિય]

અનાનસ

આ ફળ સ્વાદિષ્ટ તો હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી હોય છે અને બહુ ઓછી માત્રામાં ચરબી મળે છે.

જાણીએ તેના વિશિષ્ટ ગુણો વિષે…

હાડકાને મજબૂત બનાવે છે – અનાનસમાં પ્રચુર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. તે શરીરના હાડકાને મજબૂત બનાવે છે.

આંખો માટે ફાયદાકારક – અનાનસ પોતાતા વિશિષ્ટ ગુણોને કારણે આંખોની દ્રષ્ટિ માટે પણ ઉપયોગી હોય છે. પહેલા થશેલા સંશોધનો અનુસાર દિવસમાં ત્રણવાર આ ફળનું સેવન કરવાથી વધતી જતી ઉંમર સાથે વ્યક્તિની આંખની રોશની ઓછી થવાનું જોખમ ઘટે છે.

એન્ટીઓક્સિડેન્ટનો મોટો સ્રોત – અનાનસમાં વિટામિન સી પ્રચુર માત્રામાં રહેલું હોય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

[સ્તોત્ર ઃ ગુજરાતી વેબદુનિયા.. પુરુ વાચવા અહિ ક્લિક કરો ]

બીટ

આખું વર્ષ મળતું બીટ અનેક ગુણ ધરાવે છે.

 કેટલાક લોકો બીટનો જયૂસ બનાવીને પીએ છે,

તો કેટલાક તેને સમારીને સલાડમાં ખાય છે.

ઘણા લોકો વળી બીટને બાફીને પણ ખાતાં હોય છે.

જોકે શાકભાજીના જયૂસમાં બીટના જયૂસને શ્રેષ્ઠતમ માનવામાં આવે છે.

 તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન (પ્રમાણસર માત્રામાં) અને ફેટ મળી રહે છે.

બીટમાં કુદરતી ગ્લુકોઝનું ભરપૂર પ્રમાણ રહેલું છે.

માત્ર બીટમાંથી જ આપણને કેલ્શિયમ, આયર્ન, સલ્ફર, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કલોરીન, આયોડિન, વિટામિન બી-૧, બી-૨ અને સી મળી રહે છે.

આમાં કેલરી અત્યંત ઓછી હોય છે.

એનીમિયામાં લાભકારક

બીટ એનીમિયાની સારવારમાં ખૂબ ફાયદાકારક નીવડે છે.

તે શરીરમાં લોહી બનાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.

આમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોવાને લીધે

તે લાલ રક્તકણોને સક્રિય રાખવાની ક્ષમતાને વધારે છે.

બીટ ખાવાથી કે તેનો જયૂસ પીવાથી

શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા

અને ઘા અથવા જખમ રુઝાઇ જવાની ક્ષમતા પણ વધારે છે.

કબજિયાત –

નિયમિત રીતે બીટનું સેવન કરવાથી કબજિયાતની તકલીફ થતી નથી.

રોજ રાતે સૂતાં પહેલાં એક અથવા અડધો ગ્લાસ બીટનો રસ પીવાથી

કબજિયાતની સમસ્યા સતાવતી નથી.

[ સ્તોત્ર ઃ દિવ્ય ભાસ્કર ]

 

રોજબરોજના વપરાશ માટે કયો લોટ સારો ?

રોજબરોજના વપરાશમાં જુદા જુદા લોટની રોટલી શરીર માટે ફાયદાકારક ગણાય છે. દરેક લોટમાં તેનાં પોષકતત્ત્વો જુદાં જુદાં હોય છે, પરંતુ કેલરી લગભગ દરેક અનાજની સરખી હોય છે. તો આજે આપણે લોટના ઉપયોગ વિશે થોડું જાણીએ..

ઘઉં

રોજબરોજના ખાવામાં ઘઉંનો લોટ વધુ વાપરવાનો આપણે ત્યાં રિવાજ છે. ઘઉં સહેલાઈથી મળતાં હોય છે અને તેની રોટલી પણ સ્વાદિષ્ટ બને છે. આપણે ત્યાં હવે બ્રેડ, પાઉં, પીઝાની બ્રેડ વગેરે ઘઉંના લોટના મળવા લાગ્યા છે. બને ત્યાં સુધી પીઝા, પાસ્તા, બ્રેડ વગેરે મેંદાના લોટને બદલે ઘઉંના લોટમાંથી બનેલા વાપરવા જોઈએ. ખાસ કરીને હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ ઝીણા દળેલા લોટથી દૂર રહેવું જોઇએ.

બાજરી

બીજાં લોટ કરતાં બાજરીના લોટમાં ફાઇબર્સ ઘણાં ઓછા હોય છે. આપણે ત્યાં શિયાળામાં બાજરીનો લોટ ખાવાનો રિવાજ છે. બાજરીમાં ફાઇબર્સ ન હોવાના કારણે તેનાથી કબજિયાત થાય છે, ત્યારે બાજરી સાથે ભાજીનું શાક લેવાથી કબજિયાત ઓછી થાય છે અને એટલે આપણે ત્યાં લગભગ બાજરીના રોટલા સાથે ભાજીનું શાક ખાવાનો રિવાજ છે. વધુ પડતી બાજરી ખાવાથી મસાના દર્દીઓને તકલીફ થઈ શકે છે.

રાગી

રાગીનો લોટ સગર્ભા સ્ત્રીઓ, નાનાં બાળકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે તેમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે. રાગીનો લોટ સાંધાના દુખાવાના દર્દીઓ માટે સારો છે, તેમાંથી ખીચું, રોટલી વગેરે બનાવી શકાય છે.

મકાઈ

તાજી મકાઈમાં આવતાં પોષકતત્ત્વો મકાઈના લોટમાં ઓછાં થઈ જાય છે. ખાસ તો તેમાંથી મોઇશ્ચર (પાણીનું પ્રમાણ) ઓછું થઈ જાય છે. મકાઈમાં કાર્બોહાઇડ્રેટસ વધુ અને ફાઇબર્સ ઓછા હોય છે એટલે કાયમ માટે મકાઈનો લોટ ખાવાથી વજન વધી શકે છે. મકાઈથી એનર્જી સારી મળે છે માટે આખો દિવસ મજૂરીનું કામ કરતાં લોકો માટે મકાઈનો લોટ સારો છે.

જુવાર

જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.

બેસન

બેસનમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ બન્ને વધુ હોય છે એટલે તેનો વપરાશ વધુ પડતો કરવો હિતાવહ નથી. ગુજરાતી વાનગીઓમાં બેસન વધુ વપરાય છે તેની બનાવટમાં તેલનો ઉપયોગ પણ વધુ હોય છે. જેમ કે, બેસનનું શાક, ગટ્ટાનું શાક વગેરે. તેમાં રેગ્યુલર શાકભાજી કરતાં વધુ કેલરી હોવાથી તેનો વધુ પડતો ઉપયોગ યોગ્ય નથી.

[ Source : http://www.sandesh.com/article.aspx?newsid=115333 ]

એવરગ્રીન ઓસડ તરીકે છાસ

 આયુર્વેદ કહે છે કે છાસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે.

એ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી દે છે.

કોઈ પણ ઋતુમાં છાસ ઉપયોગી સાબીત થાય છે ..

જેમ કે ઉનાળામાં તો તે અમૃત છે .

 શિયાળામાં કફને તોડવામાં મદદ કરે છે

તથા ચોમાસામાં વાયુ પ્રકોપ વધારે થતો હોય છે,

ત્યારે તે વાયુને દૂર કરવામાં મદદ રૂપ થાય છે

ખાટી છાસ પીવી જોઈએ નહીં કારણ કે તે શારીરમાં ખટાશ ફેલાવે છે અને તેમાં રહેલ માખણના તત્વો ગળામાં નુક્શાન અને કફ વધારે છે.

તેમાં સારા બેક્ટેરિયા પણ હોય છે, જે શરીર માટે લાભદાયક થાય છે.

છાસ ખાવા સાથે લેવાથી કે પછી પીવાથી સારું રહે છે.

પહેલા લેવાથી પાચક જ્યૂસ તરીકે કામ કરે છે.

ભોજનની સાથે તેને પીવાથી ખાવાનું પાચન પણ સારી રીતે થાય છે

અને

શરીરને પોષણ પણ વધારે મળે છે.

છાસ પોતે પણ સરળતાથી પચી જાય છે.

તેમાં જો એક ચપટી મરી, જીરું અને સીંધાલું મીઠું

મેળવવાથી વધારે અસર કરે છે.

ગાયના દૂધથી બનેલી છાસ સૌથી વધારે સારી માનવામાં આવે છે.

છાસનું સેવન કરવાથી રોગ જે નાશ થાય છે,

તે જીવનમાં ફરી ક્યારેય થતા નથી.

છાસ ખાટી ન હોવી જોઈએ.

[ Source : http://religion.divyabhaskar.co.in/article/why-bytermilk-is-evergreen-medicine-of-ayurvedic-3450393.html?seq=6 ]

પ્રોટીન શેક એટલે શું?

પ્રોટીન એ શરીરના મસલ્સમાં બ્લોકસ બનાવવા ઉપરાંત ટિશ્યુ, હાડકાં અને ત્વચા માટે જરૂરી છે.

પ્રોટીન શેક એ લગભગ તો વધુ કસરત કરતાં લોકો અથવા તો એથલેટ્સ માટે જરૂરી છે. કસરત કર્યા પછી ઘણી વખત વ્યક્તિ ખાઈ શકતી નથી. આવા સમયે પ્રોટીન શેક ઈન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડે છે. પ્રોટીન શેક શરીરને જોઈતું પ્રોટીન પુરું પાડવાનું કામ કરે છે પરંતુ વધુ પડતાં પ્રોટીન શેક કિડની અને હાડકાંને નુકસાન કરી શકે છે.

પ્રોટીન કેટલું જરૂરી ?

કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિને તેના વજનના દરેક કિલોગ્રામ દીઠ ૦.૭૫ ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે એટલે કે લગભગ સરેરાશ વજન ધરાવતી વ્યક્તિ માટે ૪૫થી ૬૫ ગ્રામ પ્રોટીન પૂરું થઇ રહે છે.

જે વ્યક્તિઓ દરરોજ કસરત કરે છે તેમને વધુ એનર્જીની જરૂર હોય છે. ઉપરાંત, તેમને પ્રોટીનની પણ વધુ જરૂર પડે છે.

જુદા જુદા પ્રકારનાં પ્રોટીન શેક
પ્રોટીન શેક દૂધમાંથી, વ્હેમાંથી, એસીનમાંથી અને સોયાબીનમાંસી બનાવવામાં આવે છે. પ્રોટીન શેકમાંથી મળતું પ્રોટીન એ શેમાંથી બનેલું છે અને તમારું શરીર ક્યા પ્રોટીનને સારી રીતે પચાવી શકે છે તેની ઉપર આધારિત છે.

http://www.divyabhaskar.co.in/article/MAG-fitness-liza-shah-what-is-a-protein-shek-2889017.html

તુલસી

પ્રત્યેક ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપેલ હોય છે.

તુલસી ના પાન નો ભગવાન ને ભોગ ધરાવીએ છે.

 ચરણામૃત મા પણ તુલસી ના પાનને અનિવાર્ય ગણવામા આવે છે.

હિંદુઓ તુલસીના છોડને ખૂબ જ પવિત્ર ગણે છે.

તેઓ માને છે કે, તુલસીના મૂળમાં બધા જ તીર્થસ્થાનો સમાયેલાં છે.

છોડની મધ્યમાં તમામ દેવતાઓનો વાસ છે

અને

તુલસીની ઉપલી ડાળીમાં અને માંજરમાં વૈદો સમાયેલા છે.

ધર્મ શાસ્ત્ર પ્રમાણે દેવદીવાળી ખુબ જ મહત્વ ગણાય છે

કારણકે ધર્મ પ્રમાણે..

આ દિવસે તુલસી જી ની ઉત્પત્તિ નો દિવસ ગણવામા આવે છે.

કારતક સુદ એકાદશીને દિવસે તુલસી વિવાહ રચાય છે.

જેવી રિતે તુલસી નુ ધાર્મિક રિતે મહત્વ છે

એમ વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ પણ એટલુ જ મહત્વ છે.

તુલસી એક દિવ્ય ઔષધિ છે.

તુલસીનું પાન રોગપ્રતિરોધક એટલે કે એન્ટીબાયોટિક હોય છે.

આયુર્વેદ ગ્રંથોમાં તુલસીની ખુબજ મહિમા છે.

તુલસીપત્ર ઉકાળીને પીવાથી

સામાન્ય જ્વર, તાવ, ખાસી તથા મલેરિયા જેવા રોગીથી

તત્કાળ રાહત મળે છે.

દરરોજ તુલસીના બે-ત્રણ પાન ખાવામાં આવે

તો ક્યારેય તાવ આવતો નથી.

તુલસીનો છોડ ઘરમાં હોય

તો તેની સુગંધ વાતાવરણને પવિત્ર બનાવે છે

અને

હવામાંના બેક્ટેરિયાનો નાશ કરે છે.

તુલસીના પાન ખાવાથી શરીરની રોગપ્રિકારક ક્ષમતામાં વધારો થાય છે.

દરરોજ તુલસી ના પાન ખાવાથી Stress ધટે છે.

{સ્તોત્ર-ગુજરાત સમાચાર}

પોપકોર્ન હેલ્ધી છે .

અમેરિકન ડાયટિશ્યનોએ પોપકોર્નને હેલ્ધી ગણાવી છે,

પરંતુ તે કોઇ પણ પ્રકારની ફેટ વાપર્યા વિના બનાવેલી હોય

અને

મધ્યમ કદના બાઉલની માત્રાની હોય તો જ.

તમને એમ કહીએ કે પોપકોર્ન ખાવ ને વધારાની ચરબી ઘટાડો!

તો તો તમે ખુશ થઈ જવાના કે વાહ પોપકોર્નથી તો જલસા જ છે ને!

મલ્ટિપ્લેક્સમાં જાવ કે મોલમાં જાવ ચટપટી પોપકોર્ન તો બધે જ મળે.

હોળી ધુળેટી વિદાય લે

એટલે આપણે ત્યાં ધાણી ખાવાની શરૃઆત થતી હોય છે.

બાળકોને પણ નાસ્તામાં પોપકોર્ન ખૂબ જ ભાવતી હોય છે.

મૂવીમાં કે આઉટિંગ તો પોપકોર્ન વિના જાણે અધૂરું હોય તેવં લાગે છે.

પોપકોર્ન હેલ્ધી છે અને તેનાથી ફિટનેસ જળવાઈ…

ફિટનેસ – રૃપાંદે વકીલ

 

[Source :Sandesh 2011-05-02]

મોર્નિંગ બ્રેકફાસ્ટ – મેઇન મીલ ઓફ ઘ ડે

સુપ્રભાત

મોર્નિંગ બ્રેકફાસ્ટ  જે  દિવસ નુ સૌથી અગત્ય નું  મીલ છે .

એટલે જ તો ગુજરાતી મા એક કહેવત છે કે નાસ્તો રાજા જેવો હોવો જોઈએ .

આખા દિવસના મૂડનો આઘાર તમારા બ્રેકફાસ્ટ પર રહેલો છે.

દાડમ, ફણગાવેલા કઠોળ, ટામેટા, કેપ્સીકમ સહિતની વસ્તુઓ નાખીને જો બ્રેકફાસ્ટ તૈયાર કરેલો હોય તોતે કલરફૂલ લાગે છે અને સાથે સાથે હેલ્ઘી પણ હોય છે.

ઉપમા, પૌઆ, ઈડલી, ઢોસા કે દાળના પૂડલા બનાવવાના હોય ત્યારે પણ હાઉસવાઈફ તેમાં વેજિટેબલ્સ પૂરતાં પ્રમાણમાં એડ કરે છે.

જો બ્રેકફાસ્ટ સારી રીતે કરેલો હશે તો દિવસે ભૂખ પણ નહી લાગે.

આપણા આખા દિવસના ભોજનના

એક તૃતીયાંશ ભાગ જેટલો બ્રેકફાસ્ટ લેવો જ જોઈએ.

[Source : http://www.gujaratsamachar.com/20120805/vishesh/gs_plus2.html ]

બીજો એક રિવ્યુ પણ હુ અહિ રજુ કરવા માગુ છુ મિત્રો .

કેટલાંક લોકો નાસ્તો નથી કરતા

પણ સવારે એક ગ્લાસ દૂઘ જરૂર પીતા હોય છે.

કેટલાંક લોકો માત્ર બ્રેડ બટર અને ટોસ્ટ જ લે છે.

પણ આની સાથે સવારના નાસ્તામા એવો ખોરાક લો જેથી તમે હેલ્થી રહો.

સ્મીતા શાહ કહે છે કે, બ્રેકફાસ્ટમાં એવો ખોરાક લેવો જોઇએ કે જેમાં શાકભાજીનો ઉપયોગ થતો હોય.

ઉપમા કે પૌઆ બનાવો તો તેમાં પણ વેજીટેબલ્સનું પ્રમાણ વઘુ રાખો.

કોબી, બટાટા, ટામેટા વગેરેનો ઉપયોગ યોગ્ય રહેશે.

ખાખરા સાથે બાફેલા મગ અથવા તો  ફણગાવીને બનાવેલા કઠોળ .

ત્રણ ચાર જાતના અનાજને મિક્સ કરીને બનાવેલા થેપલા

વગેરે લેવા હિતાવહ છે.

[Source : http://www.gujaratsamachar.com/20120823/vishesh/gs_plus5.html ]

ઘરેલું પીણા :

 

વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે.

ભૂખ્યા રહે છે, કસરત કરે છે…

આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે.

ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે.

જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો

તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો.

અહી અમે કેટલાક પીણા આપ્યા છે

જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે.

 

ઘરેલું પીણા :

1. ગરમ પાણી અને લીંબુ :

ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે.

લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે.

જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો

તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને

સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.

 

2. ગરમ પાણી અને મધ :

સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો

તો ચોક્કસ તમે પતલા થઇ શકશો.

આ પીવાથી વજન તો ઓછું થશે

સાથે આ પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે.

તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે.

મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે

જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે.

તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.

 

3. ગ્રીન ટી :

આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંકછે,

જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે.

ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે.

તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી

ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે.

 

4. શાકભાજીનો રસ :

વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી.

તે કેલરીના લેવલને નીચું કરે છે

સાથે શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે.

તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા, દુધી  કે પાલકનો રસ

પણ પી શકો છો.

 

બટાકા ખાવાથી વજન વધે છે? હકીકત તો જાણીએ

-બાફેલા બટાકા આપનું વજન વધારતા નથી
અને
બ્લડપ્રેશરની બીમારીને પણ કાબુમાં રાખે છે.
-જોકે એ વાત સાચી છે કે ડિપ ફ્રાય કરેલા બટાકા શરીર માટે નુક્શાનકારક છે.
બટાકાની માઈક્રોવેવમાં બનાવવામાં આવેલી ચિપ્સ
ખરેખરમાં હેલ્ધી ખોરાક છે.
તમે બટર ઓઈલ કે કેચઅપ વગર
જો બટાકાનો ઉપયોગ કરો
તો તે આપના શરીરમાટે વરદાન બની જાય છે.
 
આ રિસર્ચ યુએસના એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટે કર્યું છે.
જેમાં 180 વ્યક્તિઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું .
તેમને એક અઠવાડિયા સુધી લંચ અને ડિનરમાં
બાફેલા બટાકા આપવામાં આવ્યાં હતાં
અને
તે બાદ તેમનું વજન વધ્યું નહતું ઉલટાનું
તેમને બ્લડપ્રેશરની દવા લેવાની જરૂર પડી ન હતી.
[Source:http://www.24dunia.com/gujarati-news/shownews]
 

સુર્યના કિરણો દ્વારા સ્વાસ્થ્ય બનાવો

સવારે સવારે ખુલ્લા શરીરે 20 મિનિટ સુધી સુર્ય કિરણોમાં બેસીને

દરેક ઋતુમાં સ્વાસ્થ્યનો લાભ લઈ શકાય છે.

પરંતુ  શિયાળામાં સુર્યની કિરણો થોડીક વધારે સારી લાગે છે.

સુર્ય કિરણોમાંથી વિટામીન-ડી મેળવી શકાય છે.

જે માનવ શરીરના હાડકાઓને મજબુત બનાવવામાં સહાય કરે છે.

નોંધ ઃ

પરસેવો આવ્યા બાદ તડકામાં બેસવું નહિ.

બપોર બાદ સુર્યના તડકામાં બેસવાનું એટલું મહત્વ નથી.

વધારે વાચવા અહિ ક્લિક કરો

http://gujarati.webdunia.com/miscellaneous/health/article/0712/29/1071229010_1.htm