હે કિષ્ણા….

Advertisements

નંદઉત્સવ

જન્માષ્ટમી મા દરેક જન ભકિત રંગ થી રંગાઈ ગયા .

 રંગબેરંગી રોશનીની હારમાળા તથા ફૂલ-તોરાથી સજતા મંદિરો

ઠેર ઠેર કૃષ્ણલીલાનાં દ્રશ્યો

અને નંદધેર આનંદ ભયો જય કનૈયા લાલ કી થી ગુંજી ઊઠતા સમગ્ર વાતાવરણ જાણે એવુ લાગે  બ્રહ્નાનંદ રેલાયો હોય !!

જન્માષ્ટમી પછીના બીજા જ દિવસે આવતા નંદઉત્સવ ની ઉજવણી મા સામેલ થવુ પણ જીવનનો એક અમુલ્ય લ્હાવો છે .

યશોદા અને નંદજીના ઘરે પુત્રજન્મ થતાં આખું ગોકુળ તેમને પુત્રજન્મની વધાઈ આપવા આવ્યું અને ધામધૂમપૂર્વક નંદોત્સવ ઉજવાયો. 

આજે પણ ભક્તો દ્વારા નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

 

ધન્ય ધન્ય નંદ યશોમતી , ધન્ય ધન્ય શ્રી ગોકુલ ગામ..!!

સાકર-માખણ સાથે ઝભલાં ને ટોપી,

શુકનમાં શ્રીફળ લઈને રે,

હાલો,હાલો ને નંદ ઘેર જઈએ રે….

નંદજી  ને ઘેર આજ આનંદ ભયો રે,

વધામણાં લઇને   જઈએ રે..હાલો.. હાલો…

આસોપાલવના તોરણ બંધાવીએ,

કુમકુમના સાથીયા પુરાવીએ રે..હાલો..હાલો..

લાલાના ભાલમાં તિલક સજાવીએ,

ફૂલડાની માળા પહેરાવીએ  રે..  હાલો..હાલો.

માખણ ને મીશ્રીનો ભોગ ધરાવીએ,

ઝભલા ને ટોપી પહેરાવીએ રે..  હાલો…હાલો.

સોના નુ પારનું ને રેશમ ની દોર છે,

લાલા ને પ્રેમથી ઝુલાવીએ રે. .હાલો…હાલો.

અબીલ ગુલાલની છોળો ઉડાડીએ,

હેતે હાલરડા ગવરાવીએ  રે .. હાલો…હાલો.

કંચન ની થાળી માં કપૂર મુકાવીએ,

લાલાની આરતી ઉતારીએ રે…હાલો…હાલો.

નાચી કુદીને રૂડો ઉત્સવ મનાવીએ,

વૈકુંઠ નુ સુખ ભૂલી જઈએ રે…હાલો…હાલો.

 

જય શ્રી કૃષ્ણ..

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….

મુરલીના સૂરનાં ઓશીકાં  રાખો અડખે-પડખે

તમે નીંદમાં કેવા લાગો  જોવા ને જીવ વલખે

રાત પછી તો રાતરાણી થઇ  મ્હેકી ઊઠે આમ….

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું

આંખ ખોલીને જોશો ત્યારે  અમે જ નજરે પડશું

નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં  ઝળહળભર્યો દમામ….

સુરેશ દલાલ

આયે ક્રિષ્ણ-ક્ન્હાઈ વધાઈ હો વધાઈ

हे आनंद उमंग भयो जय हो नन्द लाल की
नन्द के आनंद भयो जय कनैया लाल की

हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की
नन्द के आनंद भयो जय कन्हैया लाल की

हे आनंद उमंग भयो जय हो नन्द लाल की
गोकुल के आनंद भयो जय कन्हैया लाल की

जय यशोदा लाल की जय हो नन्द लाल की
हाथी, घोड़ा, पालकी जय कन्हैया लाल की

जय हो नन्द लाल की जय यशोदा लाल की
हाथी, घोड़ा, पालकी जय कन्हैया लाल की

हे कोटि ब्रह्माण्ड के अधिपति लाल की
हाथी, घोड़ा, पालकी जय कन्हैया लाल की

हे गौने चराने आये जय हो पशुपाल की
नन्द के आनंद भयो जय कन्हैया लाल की

आनंद से बोलो सब जय हो ब्रज लाल की
हाथी, घोड़ा, पालकी जय कन्हैया लाल की

जय हो ब्रज लाल की पावन प्रतिपाल की
हे नन्द के आनंद भयो जय हो नन्द लाल कीजय श्री कृष्ण

 

 

 

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ

જન્માષ્ટમી ની શુભેચ્છાઓ સર્વે ને …

જન્માષ્ટમી હોય અને આ આપણુ પ્રિય ભજન કેમ ભુલાય..!!

કાન્હા નુ આબેહુબ વર્ણન .

નાચતો જાય અને નચાવતો જાય..

લોકો ને પ્રેરણા આપતો જાય..

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ

છોટો સો મેરો મદન ગોપાલ

આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ
બીચમેં મેરો મદન ગોપાલ ………..છોટી છોટી

કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ
શ્યામવરણ મેરો મદન ગોપાલ ……છોટી છોટી

ઘાસ ખાયે ગૈયા દૂધ પીયે ગ્વાલ
માખન ખાયે મેરો મદન ગોપાલ …છોટી છોટી

છોટી છોટી લકુટી છોટે છોટે હાથ
બંસી બજાવે મેરો મદન ગોપાલ…..છોટી છોટી

છોટી છોટી સખીયાઁ મધુબન બાગ
રાસ રચાયે મેરો મદન ગોપાલ ……છોટી છોટી

 

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ,

હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલકી .

ઠોર લડ્ડુ લૂંટ રહ્યો જય કનૈયા લાલકી ,

બ્રાહ્મણ  કો દાન દિયો ,જય કનૈયા લાલકી ,

ગોપ ગોપી નાચી રહ્યા , જય કનૈયા લાલકી ,

નંદ ઘેર આંદ ભયો જય કનૈયા લાલકી .

વહેલા વહેલા આવી જાજો , શ્રી ગોવર્ધન નાથજી.

નંદ્લાલ ને વધાવવા માટે ના બસ થોડા જ કલાકો બાકી રહ્યા છે ..!!

આપણે જનમાષ્ટમી ની કથા અને લીલા જાણીએ છે છતા તેને રટવા નો લ્હાવો લઇએ છે.

જન્માષ્ટમીની ઉજવણી બે દિવસ સુધી થાય છે.

એક જન્માષ્ટમીનો દિવસ અને બીજો દિવસ પારણાં  તરીકે ઉજવાય છે.

યશોદા અને નંદજીના ઘરે પુત્રજન્મ થતાં આખું ગોકુળ તેમને પુત્રજન્મની વધાઈ આપવા આવ્યું અને ધામધૂમપૂર્વક નંદોત્સવ ઉજવાયો.

આજે પણ ભક્તો દ્વારા નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠે છે. 

હ્રદય કમળ  માં આવી બિરાજો , શ્રી ગોવર્ધન નાથજી ,

ખુલ્લો મન મંદિર  દરવાજો  , શ્રી ગોવર્ધન નાથજી .

સેવા અર્પું મોઘાં મુલ ની , લેજો સ્વીકારી વ્હાલથી ,

મન મૂકી ને કરશું વાતો , શ્રી ગોવર્ધન નાથજી .

બ્રહમ સંબંધી  થઇ ને  પ્રભુજી , પૂર્ણ લીધી શરણાગતિ ,

નાથ બની નિભાવો નાતો , શ્રી ગોવર્ધન નાથજી .

વૈષ્ણવ ના અંતર ની અરજી , સુણજો શ્રીજી ધ્યાન થી ,

વહેલા  વહેલા  આવી  જાજો , શ્રી ગોવર્ધન નાથજી.