કરાઓકે ટ્રેક

ગીતો ગાવાનું મન કોને ન થાય  અને તેમા પણ આપણું મનગમતું ગીત સાંભળીએ ત્યારે

તો એ ગીત સાથે ગાવાની તક ના જતી કરાય…!!

આ જ મોમેન્ટ ને ફન મોમેન્ટ મા આપણે બદલી શકિએ છે અને તે પણ ફુરસદ ના

સમયે…વિકેન્ડ મા ફેમીલી,ફ્રેન્ડસ, કે રિલેટીવ્સ જોડે આપણા લિવિન્ગ રુમ ને કરાઓકે

પાર્ટી રુમ મા બદલી ને … 

પણ આ કરાઓકે છે શુ તે પણ જાણી લઈએ .. 

કરાઓકે એટલે ગાયકના સુર વગરનો તાલ…એટલે કે કરાઓકે ટ્રેક મા સંગીત તો હોય છે

પણ અવાજ નથી હોતો…આપણે જ ગાયક બની જવાનુ છે અને સંગીત ના તાલ સાથે

આપણે માઇક મા ગાવાનુ હોય છે એ પણ ગીતના લિરીક્સ સાથે જેથી ગીતના શબ્દો ને

પૂરેપૂરા યાદ રાખવાની કોઈ ઝંઝટ નહી. 

સ્રોથી પહેલા કરાઓકે સિસ્ટમ જાપાન મા શોધાઈ.

કરાઓકે પ્લેયર પણ મળે છે અને લેપટોપ પર આના સોફ્ટવેર ડાઉનલોડ કરીને આપણે

તેનો આનંદ લઈ શકીયે છે …

CFL BULB .. Today’s Need!!

Envioromentalist કહે છે જો તમારે દુનિયા બદલવી હોય તો  લાઇટ બલ્બ ને રિપ્લેશ

કરી ને શરુઆત કરો..

તે ખુબ જ વ્યાજબી અને સરળ રસ્તો છે જે Envioroment ને બદલી શકે છે .

એક સર્વે મુજબ..

According to the Union of Concerned Scientists, if every U.S. household replaced just one regular incandescent light bulb with a compact fluorescent light bulb, it would prevent 90 billion pounds of greenhouse gas emissions from power plants.

પણ તેની સાથે સાથે તકેદારી રાખવાની હોય છે કે તેનુ  

ડિસ્પોસલ કેવી રિતે કરવુ …

 

વિગત વાંચવા અહિ ક્લિક કરો.

 

ટેક્નોલૉજી

ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ એ હવે ખૂબ જાણીતી વૈશ્વિક સમસ્યા

બનતી જાય છે.

વાતાવરણમાં અને હવામાનમાં જોવા મળતા અને અનુભવાતા ફેરફારો આની

સાક્ષી પૂરતા જાય છે.

‘ગોબર ગેસ’ એટલે નિશ્ચિત સમય મર્યાદામાં છાણને અનએરોબીક’ (ઢાંકેલી)

સ્થિતિમાં કોહડાવવાની પ્રક્રિયા.

આ દરમ્યાન મિથેન ગેસ ઉત્પન્ન થાય છે જેને સળગાવતા ‘ગરમી’ ઉત્પન્ન થાય

છે.

ગોબરગેસની ટેક્નોલૉજીનો સ્વીકાર એ માત્ર ગેસ ઉત્પાદન કે બહુગુણી ખાતર

મળે તેટલાં પૂરતું નહીં પણ વૈશ્વિક સમસ્યાનાં પડકારને પહોંચી વળવાનાં એક

હથિયાર તરીકે ગણાવું જોઈએ.

બાયોગેસ ઃ

છાણમાંથી જ ગેસ બને છે એવું નથી પણ જૈવિક કચરો જે આપણે મોટા ભાગે

બાળી નાખીએ છીએ અને હવામાં અંગારવાયુ ઉમેરીએ છીએ તે કરતાં જો

આવા કચરાનો પણ પદ્ધતિસર ઉપયોગ કરવામાં આવે તો ખાતર ઉપરાંત ગેસ

પણ મળી શકે છે.જેને આપણે બાયોગેસ તરીકે ઓળખીએ છે.

દેશના વિવિધ ભાગોમાં આ માટે નમૂનારૂપ પ્રયોગો પણ હાથ ધરવામાં આવ્યા

છે અને તેને પણ ઠીકઠીક સફળતા મળી છે.

નાનાં-નાનાં નગરોમાં ખૂબ મોટા પ્રમાણમાં સડી શકે તેવો કચરો પેદા થતો રહે

છે.

ફ્રૂટ અને શાકભાજી માર્કેટનો વેસ્ટેજ, હૉટલનો વેસ્ટ તથા એંઠવાડ તેમ જ લીલો

કચરો પણ આ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

આમ,આ ટેક્નોલૉજી એ સફાઈ ઉપરાંત પર્યાવરણ સંતુલનમાં ઉપયોગી થઈ

શકે તેમ છે.

[સ્તોત્ર ઃ ચરખાગુજરાત ઓર્ગ..પુરુ વાંચવા અહિ ક્લિક કરો ]

ગ્રીન હાઉસ

ગ્રીન હાઉસ

ગ્રીન હાઉસ એ કાચ અથવા પ્લાષ્ટીક થી બનાવેલુ એક ઘર જેવું માળખું હોય

છે જેમાં નિયંત્રીત તાપમાનં અનેં વાતાવરણ માં ખેતી કરવામાં આવે છે.

જેવીકે મશરૂમ નીં ખેતી, વિવિધ ફુલોનીં ખેતી વગેરે.

ડ્રિપ એરીગેશન

ડ્રિપ એરીગેશન ની પધ્ધતીનો ઉપયોગ ખાસ કરીને સુકા અથવા અર્ધસુકા

વિસ્તારોમાં કરવામાં આવે છે.

જેમાં ખેતરમા ઉગાડેલા પાકોના ચાસ ને સમાંતર પાણીનાં નાના ફુવારા

અથવા કાણાવાળી પાઇપ ગોઠવવામાં આવે છે.

જેમાં થી પાણીનેં નીંયત્રીત માત્રામાં છોડવામાં આવે છે.

જેથી પાકમાં યોગ્ય માત્રામાં ભેજ મળે છે. તથા પાણીંની પણ બચત થાય છે.

આ આધુનીક ખેત પધ્ધતી થી આજે સુકા રેતાળ પ્રદેશોમાં પણ હરીયાળી ક્રાંતી

આવી છે.

[ સ્તોત્ર ઃ વીકીપિડીય ]

[ Photo : Web World ]

મફતમાં ઘરઆંગણે મળતો છોડ છે ઘણા રોગનો સરળ ઈલાજ-એલોવેરા

એલોવેરા કે ધૃતકુમારી કે કુંવારપાઠુંને

આયુર્વેદની સંજીવની કહેવામાં આવે છે.

એલોવેરા એન્ટિબાયોટિક અને એન્ટીસેપ્ટિક ગુણોથી ભરપૂર છે.

એલોવેરાનું જ્યૂસ પણ લાભદાયક માનનામાં આવે છે.

સાંધાના દુઃખાવામાં એલોવેરા જ્યૂસનું સેવન સવાર-સાંજ કરવાથી

અને

દુખતા સાંધા પર લગાવવાથી વિશેષ ફાયદો થાય છે.

એલોવેરા જ્યૂસ ચરબીને શરીરમાં જમા થવા નથી દેતું.

વાળ માટે આ જ્યૂસ સારું કંડીશનર છે.

 તેના રસને માથામાં લગાવવાથી

વાળ મૂલાયમ, કાળા અને લાંબા થઈ જાય છે.

 વાળને ઘટાદાર અને લાંબા કરવા માટે

એલોવેરાના પાનથી નીકળતી તાજી જેલ

વાળના મુળમાં લગાવો

અને

થોડીવાર રાખ્યા પછી માથુ ધોઈ લો.

વાળ ઝડપથી વધવા લાગશે અને કાળા રહેશે.

– એલોય વેરા ના પાન ને લઈ ને ..

તેના ઉપરના ગ્રીન કવર ને કાઠી નાખો

અને તેના ગર કે રસને ચહેરા પર લગાવવાથી

ખીલ તથા કરચલીઓ દૂર થઈ જાય છે.

– એલોવેરામાં શરીરની અંદરની સ્પષ્ટતા કરવા

અને

શરીરને રોગાણુ રહિત રાખવાના ગુણ પણ રહેલા છે.

એલોવેરા આપણે શરીરની નાની-મોટી નસની સફાઈ કરે છે,

તેમાં નવી શક્તિ તથા સ્ફૂર્તિ ભરે છે.

– એલોવેરા એક એવી ઔષધી છે

જે દરેક ઉમરના લોકો ઉપયોગ કરી શકે છે.

– એ શરીરમાં જઈને ખરાબ સિસ્ટમને સારી કરે છે.

તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી થતી.

– શરીરમાં રહેલા હૃદય વિકાર, સાંધાના દુખાવો, ડાયાબીટિસ, યૂરીનરી

પ્રોબલેમ્સ, શરીરમાં જમા ઝેરી પદાર્થ વગેરેનો

નાશ કરવામાં મદદગાર થાય છે.

– તેના પ્રયોગથી બીમારીઓથી મુક્ત રહીને

લાંબી ઉંમર સુધી સ્વસ્થ્ય અને ફીટ રહી શકો છો.

 

[Source:http://religion.divyabhaskar.co.in/article/elovera-ayurvedic-solution-do-your-heair-and-skin-problems-3219356.html ]

પ્લાસ્ટીકના વિકલ્પો

પ્લાસ્ટીકની પેપર બેગોના વિકલ્પો તરીકે

શણ કે કપડાની બેગોનો વપરાશ પ્રચલિત કરવો જોઈએ.

 જોકે,એવી નોંધ લેવામાં આવી છે કે

કાગળની બેગોમાં વૃક્ષોને કાપવાનો સમાવેશ થાય છે અને તેનો વપરાશ મર્યાદિત હોય છે.

પ્લાસ્ટીક બેગો- એક પર્યાવરણાત્મક જોખમ- ૧

અધધ…રોજ 30ટન પ્લાસ્ટીક વેસ્ટ ફેકાય છે.

આ છે આજ ના તાજા સમાચાર ગુજરાત સમાચાર મા.

વડોદરાવાસીઓ રોજ કેટલો પ્લાસ્ટીક વેસ્ટ નાંખતા હશે..

જવાબમાં મળતો આંકડો ચોંકાવી દે તેવો છે.

વડોદરામાં જે પણ કચરો રોજ પેદા થાય છે

તેમાં પ્લાસ્ટીક કચરાનુ પ્રમાણ 25 થી 30 ટન

જેટલુ હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.

મોટાભાગ ના લોકો ને આપણે પ્લાસ્ટીક કેરી બેગ લઈ જતા જોતા હોઈએ છે.

સમસ્યા ત્યારે સર્જાય છેજ્યારે પ્લાસ્ટીકની બોટલો,પાઉચ,કોથળીઓ

જેવા પ્લાસ્ટીક કચરામા ફેંકાય છે.

પેપર મા લખ્યુ છે ..પ્લાસ્ટીક કચરાને રીસાયકલ કરીને

તેને ફરી ઉપયોગમાં લેવાય તે જરૃરી છે.

કારણકે પ્લાસ્ટીક બાયોડીગ્રેડેબલ નથી.

બીજી અને મહત્વ ની ગંભીર સમસ્યા ત્યારે સર્જાય ્છે .

જ્યારે આપણે કોઈ ખાધ્ય પદાર્થ તેમા ભરવામા આવે છે.

એક ખુબ જ માહિતીપ્રદ સાઈટ છે આના માટે..

જે આપણને સચેત કરે છે પ્લાસ્ટીક ના ઉપયોગ થી.

http://www.indg.in/rural-energy/environment

આ સાઈટ માથી થોડી ધણી માહીતી હુ મુકુ છુ

જેથી આપણે પણ સચેત થઈ જઈએ.

પ્લાસ્ટીકો સ્વભાવજન્ય ઝેરી કે હાનિકારક નથી.

પણ પ્લાસ્ટીકની વહન કરવા માટેની બેગોને

સેન્દ્રીય અને અસેન્દ્રીય ઉમેરાઓથી જેવા કે

રંગદ્રવ્યો,અને રંગકણો,અભિઘટકો,ઓક્સીકરણો,સ્થિરકો

અને ધાતુઓનો વપરાશ કરીને નિર્માણ કરવામાં આવે છે.

ઝેરી ધાતુઓ જેવી કે કેડીયમ અને સીસાને

જ્યારે પ્લાસ્ટીકની બેગોના નિર્માણ માટે

ઉપયોગ કરવામાં આવે છે

તેઓ ધીમે-ધીમે પસાર થાય અને ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે.