આજ બિરજ મેં હોરી રે રસિયા

હોળીનો ઉત્સવ રંગોત્સવ છે.

કેસૂડો તો આખા વગડાનો શણગાર બની જાય છે!

હોળી ઉત્સવની ઉત્તમોત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો વ્રજભૂમિ જેવી ઉમંગભર ભૂમિ ભારતભરમાં નથી.

આ તહેવારમાં રાધા તથા કૃષ્ણની વિશુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ તથા અનોખું રૂપ પ્રતિબિંબિત થાય છે.

વ્રજભૂમિ એટલે ગોકુળ, મથુરા, વૃંદાવન, નંદગાવ અને બરસાનાની પાવનભૂમિ.

હોળીનાં વિવિધ લોકગીતો જેવાં કે ફાગ, ધ્રુપદ, ધમાર, રસિયા, રંગ કે ડફકી હોરી જેવાં ઋતુગીત વ્રજનાં દરેક નરનારીના મુખેથી લયબદ્ધ રીતે વહ્યાં કરે છે. કહો કે હૃદયમાંથી સ્ફૂરે છે.

ચંદન, ગુલાલ, અત્તર અને ગુલાબજળનો રંગબેરંગી પિચકારીથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી એકબીજાને અવનવી વાનગીઓ ખવડાવવાનો પણ કાર્યક્રમ યોજાય છે. આ બધા સુમધુર અને ભક્તિમય વાતાવરણમાં વ્રજભક્તો અને ગોપ-ગોપાંગનાઓ હૃદયના ઉત્તમ ભાવપૂર્વક આનંદ મગ્ન થઇ ભેદભાવ ભૂલીને ગાઇ ઊઠે છે કે,આજ બિરજ મેં હોરી રે રસિયા હોરી રે રસિયા બરજોરી રે રસિયા

અહીંની લôમાર હોળી જગપ્રસિદ્ધ છે.

આ ઉપરાંત બધાં જ મંદિરોમાં ડોલોત્સવ ઊજવવામાં આવે છે. ઠાકુરજીની સવારી નિજમંદિરેથી નીકળીને બગીચા સુધી જાય છે. મદન મોહનજીની ડોલયાત્રા મુખ્ય બજારમાંથી નીકળીને ઘાટ પર પહોંચે છે ત્યારે ચારેબાજુથી ભક્તજનોની ભારે ભીડ દર્શનાર્થે ઊભરાય છે. મુખિયાજી ભક્તજનો ઉપર અબીલ-ગુલાલની પોટલી ફેંકીને સમગ્ર વાતાવરણને રંગીલું બનાવે છે.

વ્રજ તે શોભા ફાગ કી! વ્રજ કી શોભા ફાગ!!

રંગોત્સવ, સુનિલ એ. શાહ

શુભ રાત્રી

krishna_sundara_by_yogeshvara-d3ld13s (1)

 

તમે જીવનને આધ્યાત્મિક, શારીરિક અને સામાજિક

એમ ત્રણ ભાગોમાં વિભાજિત કરી શકો છો.

આધ્યાત્મિક જીવનમાં ભક્તિ અને શાંતિ મુખ્ય છે.

શારીરિક જીવનમાં સ્વાસ્થ્ય

અને પારિવારિક જીવનમાં સ્નેહ અને વિશ્વાસ મહત્ત્વનો છે.

તેથી જીવનનો આધાર આ ત્રણે સ્તરોની વ્યાવહારિક્તા સાથે છે.

 સંતોના આર્શીવાદ નૈતિક બળ વધારે છે.

શુભ રાત્રી 

 

 

 
 

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપણે આજે દિવાળીના દિવસે મળીએ છીએ એ કેટલા આનંદની વાત છે! 

તમને સૌ મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપણે આ શુભ દિવસો પૂરેપૂરા માણીએ

અને

પ્રભુ નુ નામ લઈને નવા વરસની શરૂઆત કરીએ .

આવી જ રિતે સંબંધો અને દોસ્તીના દીવામાં તેલ પૂરતા રહીએ..

તો ફરી આવી પહોંચી દિવાળી.

દિપ+અવલી સંધિ પરથી દિપાવલી શબ્દ બન્યો છે.

 દીપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા.

દીપોની હારમાળા એટલે દિપાવલી.

ભારતમાં દિવાળી ખુબ જ જોરશોર અને ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે.

દિવાળીને પર્વોનો રાજા પણ કહેવામાં આવે છે.

વાઘબારસથી લઈને ભાઈબીજ સુધી તહેવારોની આ પ્રક્રિયા ચાલુ રહે 

 

કેમ ઉજવાય છે દિવાળી?

કહેવાય છે કે દિવાળીનાં દિવસે જ ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે

ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પાછા આવ્યા હતા.

તેનો આનંદ અયોધ્યાવાસીઓમાં સમાતો નહોતો.

આગમનની તૈયારીનાં ભાગરૂપે અમાસની અંધારી રાત્રે ઘીના દિવા પ્રગટાવી પ્રજાએ

આવકાર આપ્યો હતો.

દીવા સુશોભિત થતા જ જાણે અમાસની રાત પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઉઠી

હતી.

 શું છે દિવાળીનું આધ્યાત્મિક મહત્વ?

આ માટે અલગ અલગ કથાઓ અને દંતકથાઓ છે.

કહેવાય છે કે રામ ભગવાન રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા હતા જેની ખુશીમાં

રામભક્તોએ દિવાળી ઉજવી હતી.

કૃષ્ણભક્તિમાં લીન ભક્તો માને છે કે કાળીચૌદશ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુરનો

વધ કર્યો હતો. આ દાનવનાં ત્રાસમાંથી મુક્તિ મળતાં બીજા દિવસે લોકોએ ઘીના દીવા

પ્રગટાવીને દિવાળી મનાવી હતી.

તો એક કથા અનુસાર સમુદ્રમંથનમાંથી લક્ષ્મી અને ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. તેના

સંદર્ભે પણ લક્ષ્મીપૂજન કરીને સમૃદ્ધ જીવનની કામના કરવામાં આવે છે.

 એક કથા અનુસાર કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કુદરતી

આફતથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો,

તેથી વ્રજવાસીઓ દિવાળીના દિવસે માટી અને ગાયના છાણનો ગોવર્ધન પર્વત બનાવી

તેની પૂજા કરે છે, સાથે સાથે આજના દિવસે તેઓ ગાય, બળદને સારી રીતે શણગારે છે

અને તેની પૂજા કરે છે.

દિવાળી અને પરંપરા

દિવાળીના પર્વ સાથે ચોપડા પૂજન કરવાની પણ બહુ જૂની પરંપરા છે. વેપારીઓ

આજના દિવસે ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડા ખરીદે છે.

દિવાળીના દિવસે વહેલી સવારે અને સાંજે ઘરને દીવાઓથી શણગારવામાં આવે છે.

ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે લક્ષ્મીજીનું ષોડશોપચારે પૂજન કરવામાં

આવે છે. તદુપરાંત ઘરના આંગણામાં રંગોળી પૂરવાની પણ બહુ જૂની પ્રથા છે.

[ સ્તોત્ર ઃ ચિત્રલેખા મેગેઝીન ]

 

તું જાગ્યો ત્યાંથી થયું સવાર…

 

તું જાગ્યો ત્યાંથી થયું સવાર…

તારે તેજપ્રભાત ઉગ્યું, છો જગને છે અંધાર….તું જાગ્યો

ઇંકારેલા સત્ય તણો એકરાર કરી લે આજે.

પસ્તાવાના પુનિત ઝરણે પાવન થાવા ન્હાજે,

આતમને તું ઓળખી લે ને ખોલી અંતર દ્વાર…તું જાગ્યો

પાણી પહેલાં પાળ બાંધવી એ શાણાનું કામ,

મૃત્યુ પહેલાં ભાથું ભરવાં લેવું ઇશ્વર- નામ,

ચેતી લે તું અગમચેત થૈ અગમનિગમ અણસાર…. તું જાગ્યો

પંચતત્વના પરપોટા પર માયાના પડછાયાં,

 સચરાચરના ભેદભરમથી ભાવટ પર પથરાયાં

આશ પાશ તું તોડ, પોકારે મુક્તિની પગથાર… તું જાગ્યો

શબ્દરચના : રવિ ઉપાધ્યાય

શુભ રાત્રી

વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં

બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં

સદા જીતું છું એવું કઈ નથી, હારું છું પણ બહુધા

નથી હું હારને પલટાવવા દેતો  હતાશામાં.

-અજ્ઞાત

સ્વચ્છતાની ટેવ

sadasd

સ્વચ્છ અમારા કેશ, છે  સ્વચ્છ અમારો વેશ
અમને વહાલી સ્વચ્છતાની ટેવ, ઓ વિશ્વેશ !

સ્વચ્છ અમારાં ઘર ને આંગણ, શાળા સ્વચ્છ અમારી;
ગમે ગંદકી નહીં અમોને, ખૂબ સ્વચ્છતા પ્યારી.

સ્વચ્છ બધો હો દેશ, ને દુનિયા આ હંમેશ.
અમને વહાલી સ્વચ્છતાની ટેવ, ઓ વિશ્વેશ !

સ્વચ્છ રહીએ બહારથી, ને અંતર સ્વચ્છ અમારાં;
વાણી વર્તન નિર્મળ જેવાં, અમને સાચે પ્યારાં.

સ્વચ્છ બધો હો દેશ, ને દુનિયા આ હંમેશ.
અમને વહાલી સ્વચ્છતાની ટેવ, ઓ વિશ્વેશ !

– શ્રી યોગેશ્વરજી

જિંદગી એક ફૂલ છે

ક્યાંથી આવ્યો ? ને ક્યાં જવાનો ?
તે તું વિચારજે , જિંદગી ના ચોપડાનો સરવાળો તું માંડજે ,
ખાલી હાથે આવ્યો છે તું ખાલી હાથે જવાનો છે ,
જિંદગી એક ફૂલ છે , સુવાસ તું ફેલાવજે…..
-અજ્ઞાત

જિંદગી,હું તૂટી જવા માટે સર્જાયો નથી

Colorful Girl

જિંદગી કરવટ બદલતી રહે છે.

એકધારું કંઈ પણ જિંદગીને મંજૂર નથી હોતું.

જિંદગીને ઓલવેઝ ચેન્જ જોઈએ છે.

તમે જિંદગીના આ સતત બદલાતા મિજાજ સાથે મનમેળ કરવા તૈયાર છો?

 રંગ બદલવા એ જિંદગીની ફિતરત છે.

જિંદગી રંગ બદલે ત્યારે આપણે પીંછી અને કેનવાસ બદલીને

નવા ચિત્રની શરૂઆત કરવાની હોય છે.

એક માણસ સંત પાસે ગયો.

તેણે કહ્યું કે હું માંડ માંડ એક સરખું કરું ત્યાં બીજું તૂટી જાય છે.

એક મુસીબત પૂરી ન થઈ હોય ત્યાં બીજી શરૂ થાય છે.

હું થાકી ગયો છું આ બધી જંજાળથી.

સંત કંઈ જ ન બોલ્યા.

બાજુના ખૂણામાં એક કરોળિયો જાળું બનાવતો હતો.

સંતે એક સળી લીધી અને કરોળિયાનું જાળું વીંખી નાંખ્યું.

કરોળિયો દૂર સરકી ગયો.

થોડી વાર પછી આવીને પાછો જાળું બનાવવા લાગ્યો.

થોડી વાર પછી પાછું સંતે જાળું વીંખી નાખ્યું.

સંતે કહ્યુ કે હું એનાં જાળાં વિખેરીને થાકી જાઉં છું

પણ એ નવું જાળું બનાવવાથી થાકતો નથી.

કેવું છેને, કરોળિયો નથી થાકતો પણ માણસ થાકી જાય છે.

પેલો માણસ સંતને વંદન કરીને ચાલ્યો ગયો.

જતી વખતે એટલું જ બોલ્યો કે હું નહીં થાકું.

માણસ પોતે મક્કમ હોય ત્યાં સુધી કોઈ તાકાત તેને નબળી પાડી શકતી નથી.

જિંદગીને પડકાર કરો કે તું તારે સવાલો કરતી રહે…

હું જવાબ આપવા તૈયાર જ છું, કારણ કે હું તૂટવા માટે સર્જાયો નથી.

– ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ