આવી રહી છે દિવાળી

હવે તો  દિવાળી આવવાના બહુ થોડૉ સમય બાકી છે .

ધરની સાફ સફાઈ થઈ ગઈ હશે. ધર ચમકતુ થઈ ગયુ હશે.

અને બસ સજાવવાનુ કામ ચાલતુ હશે.

દિવાળીમા ધર સજાવવામાટે જાત જાત ના દિવડા, રંગબેરંગી તોરણો, રંગોળી વગેરે ખરીદી લીધા હશે.

કઈંક નવું કરવાનુ વિચારતા હો તો પેપર ફ્લાવર ખુબ જ સરસ આઈડીયા છે .

જે આપણે ફુલદાની મા સજાવી ને રુમ ને સુંદર લુક આપી શકીએ છે .

તો આવો જોઇએ કે ઇઝી પેપર ફ્લાવર કેવી રિતે બનાવાય !

શુભ દેવ દિવાળી .. ભગવાન શ્રી નરસિંહજી નો વરઘોડો …


આજે દેવ દિવાળી .. ભગવાન શ્રી નરસિંહજી નો વરઘોડો …
વ્હાલા મિત્રો ને દિવ દિવાળી ની વધાઈ ઓ
શુભ દેવ દિવાળી
દેવો ની દિવાળી એટલે ઉત્સાહ અને ઉમંગ ચારે બાજુ હોય જ
વડોદરાનો વરધોડો ભવ્ય હોય છે
બેન્ડ સાથે વરધોડો નીકળે છે
અને ખુબ જ સરસ સ્તુતિ ઓ થી વાતાવરણ ગુંજી ઉઠે છે
અહિ ખાસ વાત એ છે કે
બધા નાના ભુલકા ઓ દેવી દેવતા ઓ નો પહેરવેશ
પહેરી સજ્જ થઈ આવતા હોય છે
અને
ખાસ તો હનુમાન દાદા નો પહેરવેશ
અને આખા શરિર પર સિંદુર લગાવી એક બાળક ને
તૈયાર કરવામા આવે છે
આ ઐતિહાસિક વરધોડો નરસિહ જી ની પોળ થી શરુ થઈ
ને એમ.જી.રોડ,
અને ત્યાથી તુલસી વાડી પહોચશે મોડી રાત્રે
નરસિહજી ભગવાન નુ મંદિર સૈકાઓ જુનુ છે .
અને દર વર્ષે પરંપરાગત રિતે વરધોડો નીકળે છે
આખુ વડોદરા ઉમટી પડે છે
ભક્તો તો જાનૈયા બની ને આશીર્વાદ લેવા
અને દર્શન કરવા માટે ઉત્સાહી જ હોય છે
ધન્ય થઈ ગઈ શ્રી નરસિહજી ભગવાનના દર્શન કરિ ને
ફરી ફરી થી સર્વે ને દિવ દિવાળી ની શુભ કામના ઓ
શ્રીજી નો સાથ કાયમ રહે
અને
એમના જ ચીંધેલા માર્ગે પ્રત્યેક ક્ષણ જીવાય….એ જ પ્રાર્થના….!

નૂતનવર્ષાભિનંદન


‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા’
નૂતન વર્ષમાં સહુ સુખી-સમૃદ્ધ બને.
સહુ શાંતિમય જીવન જીવે
એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વનું શુભ થાઓ

નૂતન વર્ષના આ નવલા પ્રભાતે
ઉત્સાહ અને ઉમંગની લહેરો સર્વમાં વ્યાપી રહો.

નૂતનવર્ષાભિનંદન

દિવાળી મુબારક


આજે મારા દિલમાં દિવાળી
મારે ઘેર પધાર્યા વનમાળી
રંગોળી પુરી છે રૂપાળી
મારે ઘેર પધાર્યા વનમાળી


કંકુ ચોખા લઇને વ્હાલમને વધાવુ
પ્રભુજીના પગલે હું ફુલડાં વેરાવુ
ધન્ય બની આંખલડી મારી
મારે ઘેર પધાર્યા વનમાળી


સેવાની સામગ્રી સજાવી લીધી છે
રસોઇ મારા હાથે બનાવી દીધી છે
હરખે હરખે કીધી તૈયારી
મારે ઘેર પધાર્યા વનમાળી


રોમે રોમે પ્રગટ્યા છે ઝગમગતા દીવા
મારે ઘેર પધાર્યા વનમાળી
આજે મારા દિલમાં દિવાળી
મારે ઘેર પધાર્યા વનમાળી
-મીના બેન ઠક્કરદિવાળીના દિવડા ની જેમ મારા ઝગમગતા મિત્રો,
ફરી ફરી થી તમને દિવાળી મુબારક

શુભ ધનતેરસ


ધનતેરસના પર્વે ધન પૂજન અને ધન્વતરી પૂજન નો મહિમા છે
ધનતેરસના મહાપર્વે લોકો શુભ મુહુર્તે સોના-ચાંદીના દાગીના
અથવા તો લક્ષ્મીજીના સીક્કાની ખરીદી કરે છે.
ઉપરાંત મોટર સાયકલ, કાર, રીક્ષા જેવા વાહનો
અને
ટીવી-ફ્રીઝ સહિતનાં ઈલેકટ્રોનિકસ ઉપકરણોની પણ
ધનતેરસના શુભદિને ખરીદી કરે છે.
વેપારીઓ ધનતેરસનાં શુભદિને
પોતે જેમાં આખું વર્ષ કરેલ વ્યવસાયનો હિસાબ રાખે છે
તે ચોપડાની ખરીદી કરે છે.
આજના આધુનિક જમાનામાં અને કોમ્પ્યુટર યુગમાં પણ
વેપારીઓએ ચોપડા લાવવાનું
અને
તેના પૂજનનું મહત્વને જાળવી રાખ્યું છે.
આ મહાપર્વે બહેનો વહેલા ઉઠી ન્હાઈ ધોઈ
સૌથી પહેલાં ઘરના ઉંબરા ઉપર લક્ષ્મીના પગલા દોરે છે.
કંકુથી દોરવામાં આવતાં લક્ષ્મીજીના પગલા
લક્ષ્મી ઘરમાં પ્રવેશતા હોય તે દીશામાં દોરવામાં આવે છે.
આમ આજના પૂનિત દિવસથી દિવાળીના મંગલકારી પર્વોનો શુભારંભ થાય છે.

આયુર્વેદ શાસ્ત્રના રચયિતા ઋષિ ધનવંતરીની
જન્મ જયંતી નિમિત્તે આ દિવસે હોય છે
આયુર્વેદાચાર્યો ધનવંતરી પૂજન કરતા હોય છે.
આ દિવસે શ્રી સુકતના પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે.
[સ્તોત્ર=દિવ્યભાસ્કર]

એક રોચક સફર રિઝોલ્યુસન{ દૃઢ નિશ્ચય} ની


આનંદ ઉલ્લાસ અને પ્રસન્નતા નુ પર્વ દિવાળી
ની શુભ શરુઆત થઈ ગઈ છે
અને
નવા વર્ષ ના વધામણા કરવા સૌ કોઈ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે
દરેક ને શુભ શરુઆત ની મબલખ શુભેચ્છા
આ શરુઆત માટે પ્રત્યેક વ્યક્તિ કઈક અને કઈક યોજના ઓ બનાવે છે
અમુક સંકલ્પ કરે છે
એક સરસ મજાનો વીડિયો શેર કરવા માંગુ છુ
જે સંદેશો આપે છે કે આપણા ઢોલીવુડ ના કલાકારો કેટલા ઉત્સાહી છે
અને
નવા રિઝોલ્યુસન સાથે સજ્જ છે
તો જુઓ દોસ્તો એક રોચક સફર રિઝોલ્યુસન{ દૃઢ નિશ્ચય} ની
અને
આપણે પણ એમા સામેલ થઈ ને થોડા રિઝોલ્યુસન બનાવી
જુસ્સા ની સાથે શરુઆત તો કરિએ….

મિઠાઈ


મારા વ્હાલા મિત્રો
દિવાળી ના પાવન અવસર પર
તમને બધા ને શુભ કામના
અને
મારા તરફ થી દિવાળી ની પરંપરાગત મિઠાઈ


[photo=web world]

શુભ દિવાળી મારા વ્હાલા મિત્રો


એક દિવા થી જેમ
બીજો દિવો પ્રજવલ્લિત થાય છે
તેમ આપણે પણ દરેક ના જીવનને
પ્રજવલ્લિત કરિએ
એ જ પ્રભુ પાસે પ્રાર્થના


દિવાળી ના દિવા જેવુ
આપનુ જીવન પ્રકાશિત રહે

‘દિલમાં દીવો કરો રે, દીવો કરો’

જય શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજી ના અધ્યાય નં.૧૫ ’

પુરુષોત્તમ યોગ’ મા શ્ર્લોક નં ૧૨ મા કહ્યુ હતુ

” यदादित्य गतं तेजो जगद् भासयतेखिलम्,

यच्चन्द्रमसि यच्चाग्नौ, तत्तेजो विध्धि मामकम् ….”

“सूर्य में रहा हुआ जो तेज संपूर्ण जगत को प्रकाशित करता है

और

जो तेज चन्द्र में और अग्नि में है, उसे तू मेरा ही तेज समझ । “


આમ વિશ્ર્વ મા જે કોઈ પણ તેજ છે તે પરમાત્મા નુ છે !!

પરમાત્મા તેજપુંજ છે.

દીવા નુ તેજ પણ પરમાત્મા ના તેજ નુ પ્રતીક છે.

દીવો પ્રગટાવવાથી જેમ અંધારુ નાશ થાય છે

તેમ જ્ઞાન નો દિવો પ્રગટાવવા પરમાત્મા નુ સ્મરણ જરુરી છે.

એટલે જ કહે છે ‘દિલમાં દીવો કરો રે, દીવો કરો’

માહી

રંગોળી સજાવો ..


રંગોળી અને બરોડા નો જુનો નાતો છે
કીર્તિ મંદીર મા વર્ષો થી યોજાય છે
રંગોળી નો કાર્યક્રમ,
એમાની એક રંગોળી અહી રજુ કરુ છુ


द्वार पर सत्कार का , इजहार रंगोली
उत्सवी माहौल का , अभिसार रंगोली


खुशियाँ हुलास और , हाथो का हुनर हैं
मन का है प्रतिबिम्ब , श्रंगार रंगोली


धरती पे उतारी है , आसमान से रंगत
है आसुरी वृत्ति का , प्रतिकार रंगोली


लड़कियों ने घर की , हिल मिल है सजाई
रौनक है मुस्कान है , मंगल है रंगोली
-विवेक रंजन श्रीवास्तव


[photo:web world]

દિવાળીના દૈવી દિવસના દીવડા !

દિવાળીના દૈવી દિવસના દીવડા !
દેવળે દેવળે દેવતા દેખાય છે તેમ,
પ્રત્યેક ઘરમાં અને ઘરના પ્રાંગણમાં એમનો પ્રકાશ છે.
દિવાળીના દૈવી દિવસના દીવડા !


માનવની મહેલાતો મધુમયી અને પ્રભાભરી છે એ સાચું,
પરંતુ માનવના મનમાં પ્રકાશનાં પાવન કિરણ ક્યાં પડેલા છે ?
એના પ્રાણમાં પ્રજ્ઞાના પરમ પ્રદીપનો પ્રકાશ,
પ્રેમ, પ્રશાંતિનો પુલકિત પ્રકાશ, ક્યાં પથરાયો છે ?
એના અંતરના, અસ્તિત્વના, અણુએ અણુમાં અંધારું છે.
પીડા છે, વેદના છે, વિષાદ છે, ચિંતા છે, અવ્યવસ્થા, અશાંતિ, બેચેની છે.
એનો અંત ના આવે ત્યાં સુધી પ્રકાશ ક્યાંથી પ્રકટે,
પ્રસન્નતા કેવી રીતે આવે, અને એનાં કિરણ પણ આત્માને ક્યાંથી અડકે ?


પ્રાસાદ પર જ નહિ, પ્રત્યેક પ્રાણમાં ને પ્રકૃતિમાં, પૃથ્વી પર,
પ્રકાશને પ્રજ્વલિત કરનાર પ્રદીપ કરી દો,
મને એવો પ્રાણવાન પ્રદીપ કરી દો,
અને એવી રીતે દુનિયાને અને એમાં વસતાં દિલને કાયમની દિવાળી ધરી દો,
હે જ્યોતિર્મય !
જડતા હરીને જગતમાં નવું જીવન ભરી દો !
– શ્રી યોગેશ્વરજી


દીવાળી ની હાર્દિક શુભેચ્છા !!

કંદીલ


જેમ દિવાળી મા કોડીયા નુ મહત્વ હોય છે એમ કંદીલનુ પણ એટલુ જ મહત્વ છે


ઘરમાં દીવા કરીએ અને દિલમાં પણ દીવા કરીએ.

દિવડા ઓ ની હારમાળા

મારા વ્હાલા મિત્રો,
એ તો આપણે જાણીએ જ છે કે જ્યારે રામજી ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે આખી અયોધ્યા નગરીને દીવાડાથી રોશન કરવામાં આવી હતી.
તો આ પ્રતીકરુપે, અહિ દિવડાની હારમાળા આપણે પ્રસરાવી દઈએ..જેથી દિવાળી મા આપણે આ દિવડાઓ ને પ્રગટાવી ને ચોમેર ઉજાસ ફેલાવીએ !!

SPark the Ray of Hope and it will come true !!
Beautiful Diyas


ઓહો આ દિવો જોઈ ને તો આશ્રર્ય થી ચક્તિ થઈ જવાય
તુલસી ક્યારો જ જોઈ લો !!


દિવડા કોઈપણ હોય.. રોશનીથી ઝગમગાટ પર્વ સમા દિવાળીના તહેવારમાં દરેક ઘરે કોડિયામાં દીવા ઝગમગતા જોવા મળે છે.[Photos-વેબ જગત]