ભારતની નદીઓ

કહેવાય છે કે વિશ્વની સભ્યતાઓ નદીઓના કિનારે જ વિકસી.

સિન્ધુ નદીના કિનારે વસેલા આર્યોએ હિન્દુ સંસ્કૃતિ વિકસાવી.

નાઈલના કિનારે ઇજિપ્તની સંસ્કૃતિ વિકસી.

વોલ્ગાના કિનારે રશિયન સંસ્કૃતિ વિકસી હતી.

જોર્ડનના કિનારે હિબ્રુ સંસ્કૃતિ વિકસી.

યલો રિવરના કિનારે ચાઇનીઝ સંસ્કૃતિ વિકસી.

નદીઓના કિનારે મોટાં મોટાં શહેરો પણ વિકસ્યાં.

થેમ્સના કિનારે લંડન અને સીન નદીના કિનારે પેરિસ જેવાં શહેરો વિકસ્યાં.

એમેઝોનનાં જંગલોમાં પણ વિશ્વની લાંબામાં લાંબી નદી વહે છે.

અમેરિકા અને કેનેડાને બે ભાગમાં વહેંચતી નાયગ્રા નદીનો ધોધ એક જબરદસ્ત પ્રાકૃતિક

આકર્ષણ છે.

વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓને લોકમાતા કહે છે.

વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓની પૂજા કરે છે.

ગંગામાં ડૂબકી મારવાથી પાપનો નાશ થાય છે તેવી માન્યતા એકમાત્ર હિન્દુ સંસ્કૃતિમાં

છે.

ભારતની ગંગા, યમુના, સરયૂ અને નર્મદા નદીના કિનારે તીર્થસ્થાનો વિકસ્યાં છે, પરંતુ

ચોંકાવનારા સમાચાર છે કે ભારતની નદીઓ લુપ્ત થઈ રહી છે.

તેમનો જલપ્રવાહ ઘટી રહ્યો છે.

એક સમય એવો આવશે કે ભારતની ઘણી નદીઓ સુક્કીભઠ્ઠ  હશે.

નદીઓના જળ પશ્ચિમની નદીઓ જેટલાં સ્વચ્છ નથી હોતાં.

પશ્ચિમના દેશો નદીઓને માતા ગણતા નથી, પરંતુ નદીને પ્રદૂષિત પણ કરતા નથી.

યુરોપ અન અમેરિકામાં નદીમાં સિગારેટનું ઠૂંઠું નાંખનારને દંડની સજા થાય છે જ્યારે

ભારતમાં તમામ પ્રકારની ગંદકી નદીમાં ઠાલવવામાં આવે છે.

ગંગામાં મૃતદેહો વહેતા મૂકી દેવાય છે. યમુનામાં ઝેરી રાસાયણિક પ્રવાહી છોડવામાં

આવે છે. અમદાવાદની સાબરમતી નદીમાં ખતરનાક કેમિકલ્સ ઠાલવી દેવામાં આવે છે.

લોકમાતાના આવા બૂરા હાલ એકમાત્ર ભારત દેશમાં જ જોવા મળે છે.

ભારતની નદીઓ પ્રદૂષિત પણ થઈ રહી છે અને લુપ્ત પણ થઈ રહી છે.

તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૨૭ જેટલી નદીઓ લુપ્ત થઈ જવાની

અણી પર છે.

આ નદીઓની હાલત એવી છે કે તેમને હવે નદીની વ્યાખ્યામાં મૂકી શકાય તેમ નથી.

નદી એને કહેવામાં આવે છે જેનામાં બારે મહિના એક ગતિથી જળ વહેતું હોય. તૃષાતુરને

પાણી આપી શકે તેને નદી કહેવામાં આવે છે.

કેટલીય નદીઓ દિન-પ્રતિદિન નાની અને સંકોચાતી જાય છે.

કેટલીક નદીઓના પટ પર તો ગેરકાયદે બાંધકામો થઈ ગયાં છે.

 એ દુઃખની વાત છે કે નદીઓના કિનારે સભ્યતા ખીલી અને માનવીની અસભ્યતાએ

નદીઓને જ ખતમ કરી દીધી.

નદીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે હવે બહુ થોડો જ સમય બચ્યો છે.

વસ્તી વધી રહી છે, પાણીની માંગ વધી રહી છે, પણ તેની સામે પાણીના કુદરતી સ્રોત

સુકાઈ રહ્યા છે.

નદીઓ માત્ર સરકારી યોજનાઓથી બચાવી શકાશે નહીં. સમાજે પણ નદીઓને

બચાવવા આગળ આવવું પડશે.

નદીઓને બચાવવાની જવાબદારી એ કરોડો લોકોની પણ છે  જેઓ વર્ષોથી નદીઓનાં

જળનો લાભ લેતા રહ્યા છે.

[સ્તોત્ર ઃ સંદેશ]