સફાઈ કરતી વખતે આટલું ધ્યાન રાખો

માસ્ક પહેરવાનું ન ભૂલો.

ભૂખ્યા-તરસ્યા કામે ન વળગો.

મેઇન સ્વીચ ઓફ કરી દો.

ભીના હાથે ઇલેક્ટ્રિસિટીનાં ઉપકરણ સાફ ન કરો.

નકામા અને ઉપયોગી ડોક્યુમેન્ટનું વર્ગીકરણ કરો.

ઘરનો કચરો શેરીમાં ન ફેંકો અને પોલિથિનની બેગને ન બાળો.

મ્યુઝિક ઓન કરીને કામ કરો, કામનો કંટાળો નહિં આવે.

[Source: http://www.24dunia.com/gujarati-news/shownews]

By આપણુ ગુજરાત Posted in ધર

રસોડાને ચમકાવતી આ ટિપ્સ.

સિંકની પાઈપને સાફ કરવા માટે

મીઠાવાળા પાણીને ગરમ કરીને તેમાં રેડો.

પાઈપમાં જામેલો કચરો મીઠાવાળા પાણીના પ્રવાહથી નીકળી જશે.

 સ્ટિલના સિંક પર પડેલા ડાઘ અને જામેલી છારી

દૂર કરવા માટે

 સોડા વોટરમાં પલાળેલું કપડું ઘસો.

ફ્લોર પર લાગેલા સિલિન્ડરના કાટનો રંગ

અને ધૂળના ડાઘ દૂર કરવા માટે

લીંબુનો રસ છાંટીને સ્પોન્ઝ વડે સાફ કરવાથી ડાઘ દૂર થઈ જશે.

By આપણુ ગુજરાત Posted in ધર

સુરભી.

તહેવાર આવે એટલે ઘરની સજાવટ એ મુખ્ય મુદ્દો બની જાય છે.

આજે ઘર એકદમ ચમકતું, મઘમઘતું અને રંગીન લાગવું જોઇએ.

સુવાસ આપણા જીવનમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે.

રસોડામાંથી આવતી ગંધને સોડમ કહેવામાં આવે છે.

તે જ પ્રમાણે ભીની માટીની ખુશ્બુ

નાનપણમાં ગામડામાં વિતાવેલી વરસાદી સાંજની યાદ આપે છે.

મોગરા કે લવેન્ડરનું અતર રોમેન્ટિક દિવસોમાં આપણને ખેંચીને લઇ જાય છે.

પારંપરિક રીતે તો ઘરને મઘમઘતું રાખવા માટે

ફૂલોની સજાવટ કરવામાં આવતી હતી.

અને હજુ આજે સુઘ્ધાં આ પ્રથા ચાલુ જ છે.

જો તમે તાજાં ફૂલોની સજાવટ ન કરી શકતા હો

તો અન્ય અનેક વિકલ્પ છે જે તમને કુદરતના સાનિઘ્યમાં હોવાની અનુભૂતિ કરાવશે.

જો તમને મસ્કી પરફયુમ ગમતું હોય તો તેના માટે પોટપૂરી ઉત્તમ વિકલ્પ ગણાય છે.

આમાં સુગંધ સરસ આવે છે અને તે દેખાવમાં પણ સુંદર હોય છે.

સુગંધિત કેન્ડલ (મીણબત્તી)

હવે તો રુમ ફ્રેશનર્સ પણ ફૂલેાની સુગંધવાળા આવે છે .

જાસ્મીન કે વાઇલ્ડ લવેન્ડરની સુવાસ ધરાવતાં રુમ ફ્રેશનરને

હવામાં છાંટવાથી જ મૂડ એકદમ સુધરી જાય છે

અને જાણે આપણે ફૂલોના બગીચામાં પહોંચી ગયા હોઇએ તેવો અહેસાસ થાય છે.

રુમ ફ્રેશનર બનાવતી ઘણી જાણીતી બ્રાન્ડ ઓર્ગેનિક તત્વોનો ઉપયોગ કરીને

આ ઉત્પાદન બનાવે છે. આથી તેમાં કેમિકલ હોતું નથી.

અરોમા ડિફયુઝર્સ

ઇન્ટિરિયર ડિઝાઇનરના મતે મોસમને ઘ્યાનમાં રાખીને ઘરની સુવાસને પસંદ કરવી.

ચોમાસામાં વાતાવરણ ભેજવાળું હોય છે.

એટલે ઓસન બ્રીઝ અને લેમન ગ્રાસ જેવી સુવાસ પસંદ કરવી.

શિયાળામાં ચંદન અને મસ્ક જેવી સુરભિ હૂંંફની અનુભૂતિ કરાવે છે.

ભારતમાં કાળઝાળ ગરમી પડે છે.

આવા સમયે ફળો અને ફૂલોની સુરભિ મનને પ્રસન્ન રાખે છે અને મૂડને સુધારે છે.

[Source :http://www.gujaratsamachar.com/20120515/purti/sahiyar/sahi8.html]

By આપણુ ગુજરાત Posted in ધર