વીરતા અને વિજયનું મહાપર્વ વિજયાદશમી

આસો સુદ – દશમનો દિવસ એ દશેરાના દિવસ તરીકે ઓળખાય છે.

દશેરા એટલે વીરતાની અને શૌર્યની ઉપાસનાનું પર્વ.

 રાવણ પાસે અભેધ રથ હતો.

રામ જમીન ઉપરથી જ લડતા હતા.

વિભીષણે તેમને માટે રથ લાવી આપવા કહેલું,

ત્યારે રામે કહ્યું કે, મારી પાસે અદ્રશ્ય રથ છે.

જેનું નામ છે ધર્મ રથ!

તેને સત્યસભર શૌર્ય અને ભગવન્નિષ્ઠા નિર્ભર ધૈર્યનાં બે પૈંડાં છે,

વિવેક, સંયમ, જ્ઞાન અને વૈરાગ્યરૂપી ચાર ઘોડા છે.

સદાચાર, આત્મનિષ્ઠા અને નિશ્ચયની ત્રણ લગામ છે.

આવી અનેક સંપત્તિ મારી પાસે છે અને અંતે આ સંપત્તિ વડે

રામે રાવણનો પરાજય કર્યો.

 તેના આનંદમાં પ્રજાએ વિજયોત્સવની ઉજવણી કરી

જે આપણી સંસ્કતિમાં વિજયાદશમી તરીકે પ્રસિદ્ધ બની છે.

દશેરાના દિવસે આપણે રાવણદહન જોઇને ખુશ થઇએ છીએ

પણ તે રાવણ આપણામાં પણ થોડા ઘણા અંશે વસી રહ્યો નથીને

તેની તપાસ કરવાની જરૂર છે.

પરંતુ આ દશ શત્રુઓ સામે સંગ્રામમાં લડવા માટે કયું આયુધ જોઇશે?

 તો તેને નાશ કરવા માટે ધીરજરૂપી ઢાલ અને જ્ઞાનરૂપી તલવારની જરૂર છે.

ત્યારે જ અનહદ અપાર સુખની પ્રાપ્તિ થાય

ત્યારે જ આપણો વિજય થયો કહેવાય

અને

વિજયાદશમી- દશેરાની ઉજવણી સાર્થક થઇ કહેવાય.

[Source : http://religion.divyabhaskar.co.in/2010/03/27/dashera.html ]

શુભ દશેરા

પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં

રાવણ સીતામાતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો.

શ્રીરામે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી

ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો.

આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે,

તેથી ભગવાન શ્રીરામે દૈવીશક્તિને જાગ્રત કરવાનો નિર્ણય લીધો.

આસો માસના સુદ પક્ષમાં

પ્રતિપદા (એકમ)થી લઈને નવમી સુધી નવ દિવસ

ભગવતી મહાશક્તિની આરાધના કરીને

શ્રીરામે તેમને પ્રસન્ન કરી લીધાં.

તેના ફળસ્વરૂપ તેમને દેવી પાસેથી રાવણ પર વિજય

મેળવવાનું વરદાન મળ્યું.

ત્યારબાદ ભગવાન શ્રીરામે આસો સુદ દશમી (વિજયાદશમી)ના દિવસે

વિજય મુહૂર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો.

[Source: http://www.sandesh.com/article.aspx?newsid=94592]

કુમ કુમ ચોખલિયા ને ફુલડા મંગાવુ

કુમ કુમ ચોખલિયા ને ફુલડા મંગાવુ

આસોપાલવ ના તોરણ બંધાવી માંનુ પૂજન કરાવું.

લાખ લાખ દિવડા નો ગરબો કોરાવુ

અબિલ ગુલાલે ગરબો વધાવી માંના મોધમ કરાવું.

મમતામયી માં ને વંદન

માની મમતાની ઊંડાઈ દરિયાથી વધુ

અને

પ્રેમની ઊંચાઈ હિમાલયથી પણ વધુ છે,

તેથી જ વેદ, શ્રૃતિ, સ્મૃતિ, પુરાણ વગેરેમાં 

માની સ્તુતિ અને તેમની અમાપ શક્તિને પૂજનીય માનવામાં આવી છે.

માં સર્વના દુખોને દુર કરે .

અંબે મા પાય લાગું

માજી પથ્‍થરમાંથી પ્રગટ થયાં રે,
માજી વસિયાં ડુંગર માંય, રે અંબે 
માજી પથ્‍થરમાંથી પ્રગટ થયાં રે,

માજી વસિયાં ડુંગર માંય, રે અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.

માજી પિત્તળ લોટા જળે ભર્યા રે.
માજી દાતણ કરતેરાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.

માજી ના’વણ કુંડિયો, જળે ભરી રે.
માજી ના’વણકરતેરાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.

માજી રાંધી રસોઈ હેતથી રે
માજી ભોજન કરતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.

માજી મુખવાસ આપીશએલચી રે.
માજી મુખવાસ કરતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.

માજી રમવા આપીશ સોગઠાં રે.
માજી રમત રમતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.

માજી પોઢણ આપીશ ઢોલિયા રે.
માજી પોઢણ કરતેરાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.

માજી આપીશ કુમકુમ લાલ રે.
માજી ટીલડી કરતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.

માજી આપીશ નવલખહાર રે.
માજી શ્રૃંગાર સજતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી ગુણતારા સૌ ગાય રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી આવી ગરબા ગાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.

सर्वमंगल मांग्लये

सर्वमंगल मांग्लये शिवे सर्वार्थ साधिके।

शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुति।।

जयन्ती मंगला काली भद्रकाली कृपालिनि।

दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।

या देवि सर्वभूतेषु मातृ रूपेण संस्थिता

नमस्तस्ये नमस्तस्ये, नमस्तस्ये नमो नमः।।

मॉ दुर्गा आपकी रक्षा करें।

જય જગદંબે અંબે મા

જય જગદંબે અંબે મા તારો મહિમા અપરંપાર

ભક્તો ની છે તુ રખવાળી તારા ગુણોનો જય જય કાર

બોલો…જય જગદંબે અંબે મા

નવરાત્રીની નવ નવ રાતે રંગે રમીએ માની સાથે 

સોળે સજી શણગાર કરિ માં

દર્શન દેજે અમને ઠાર છે 

જય જગદંબે અંબે મા તારો મહિમા અપરંપાર

ભક્તો ની છે તુ રખવાળી તારા ગુણોનો જય જય કાર

બોલો…જય જગદંબે અંબે મા

આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો

આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો

હું તો સૈયર સંગે ગરબે ઘુમતી

શ્રીફળ વધેરું માડી કંકુ ઉડાવું

મઘમઘતા માડી તને ફૂલડા ચઢાવું

તારી ભકિતનો રંગ એવો લાગ્યો.

આશા કેરા સાથિયા પૂર્યા મેં તો આજે

ઘુંઘરુ ને ઘંટા માડી ઢોલ રે બાજે

શ્રધ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો

આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો

પૂજા કરું હું માડી પરદેશે તારી

શમણાં ઉછેરું તારા પર જાઉં વારી

મનની અટારીએ પવન કેવો આવ્યો 

આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો

મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે

Amba-Mataji copy

મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
અરજી અંતરની સ્વીકારો… સ્વીકારો રે.

શમણાનાં ફૂલડાંમાં સુરભિ ભરી દો,
આશાનાં દીવડામાં જ્યોતિ ભરી દો;
ચિતડાના ચોકને શણગારો… શણગારો રે,
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.

આંખમાં રમે છે રૂમઝૂમ રજની રઢિયાળી,
હાથમાં હિલોળા લેતી ગરબાની તાળી;
ચરણોમાં તાક્ ધિના ધિન લયનો ધબકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.

તનનાં તંબૂરે માડી નાદ થઈને આવો,
મૌનનો મધુરમ્… સાદ થઈ આવો;
અંતરમાં ગૂંજે તમારા જંતરના ઝણકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.

-રિષભ મહેતા

[સ્તોત્રઃ http://urmisaagar.com/saagar/?p=3358 ]