સુપ્રભાત

ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु: शशी भूमिसुतो बुधश्च।

गुरुश्च शुक्र: शनिराहुकेतव: कुर्वन्तु सर्वे मम सुप्रभातम्।। 

સરળ શબ્દોમાં અર્થ છે કે

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચંદ્રમા, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ

બધા દેવતા મારી પ્રાતઃકાળને મંગળમય બનાવો.

શ્રી શિવ સ્તુતિ

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો ..

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,

મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો … દયા કરી 

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી, 
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો … દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે, 
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો … દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી, 
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો … દયા કરી 

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું,

આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો … દયા કરી 

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો, 

ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો … દયા કરી

 

શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના

શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના

પવિત્ર શ્રાવણ માસ અનેક તહેવારોની હારમાળા લઈને આવે છે.

આપણે પણ શ્રાવણ માસમાં ભગવાન શિવજી ના દર્શન કરી પાવન થઈએ.

હર હર મહાદેવ.

ૐ ભૂર્ભુવ:સ્વ

ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો

દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્

ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક પ્રકાશપુંજ પ્રકટ થાય છે.

ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોમાં ૨૪ શક્તિ રહેલી છે.

શરીરનાં ૨૪ ચેતાતંત્ર પર આ અક્ષરોનો પ્રભાવ પડતાં આ શબ્દના

ઉચ્ચારણથી મનુષ્યને દિવ્ય અનુભૂતિનાં દર્શન થાય છે.

આધ્ય શંકરાચાર્યે તેમના ગ્રંથમાં મા ગાયત્રીને ૪૦ શક્તિનાં સિદ્ધિદાયીની

ગણાવ્યાં છે.

મા ગાયત્રીનું ધ્યાન ધરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. સ્મરણશક્તિ વધે છે.

ગાયત્રી મંત્ર એક વૈદિક મંત્ર છે, જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ

ચારેય વેદોમાં છે.

આ મંત્ર સિવાય બીજો એકેય મંત્ર ચારેય વેદોમાં આવતો નથી.

આ મંત્ર ઋગ્વેદના ત્રીજા મંડળના ૧૨મા સુકતનો ૧૦મો મંત્ર છે.

સામવેદમાં ૧૪૬૨મો મંત્ર છે. યજુર્વેદમાં તો આ મંત્ર ચાર વખત આવે છે અને

અથર્વવેદમાં ગાયત્રીનો મહાન મહિમા ૧૬મા સુકતમાં ૭૧મા મંત્રમાં ગાયો છે.

આ ઉપરાંત અનેક ધર્મગ્રંથો તથા ઉપનિષદોમાં આ મંત્રનો ઉલ્લેખ ઘણીવાર

આવે છે.

વિશ્વામિત્ર ઋષિ ગાયત્રી મંત્રના ર્દષ્ટા છે.

અગ્નિ આચાર્ય છે, બ્રહ્ન મસ્તક છે, વિષ્ણુ હૃદય છે. રુદ્ર શિખા છે, પૃથ્વી યોનિ છે.

હરિ ગાયત્રીના પ્રાણ છે, શ્વેત વર્ણ છે અને સાંખ્યાયન ગૌત્ર છે.

પ્રકૃતિનાં ચોવીસ તત્વોનાં બંધનમાંથી મુક્ત કરવાનું સામથ્ર્ય ગાયત્રી મંત્રમાં છે.

[ સ્તોત્ર ઃ દિવ્ય ભાસ્કર ]

जय हनुमान

असुर निकंदन भय भंजन कुछ आन करो,

पवन तनय संकट मोचन कल्याण करो ।

भीड़ पड़ी अब भारी हे बजरंगबली,

भक्तो के दुःख दूर मेरे हनुमान करो ॥

હરિનામ સંકીર્તન

હરિનામ સંકીર્તન અને પ્રભુ સુમિરનમાં એવી મહાશક્તિ છે

જે જીવનમાં આવનારી મોટામા મોટી મુશ્કેલીના પહેલા જ નિવારણ કરી નાખે છે.

વસ્તુત: મુશ્કેલીઓ તો શુ ભગવાનનુ નામ

મહાપ્રલયની દિશા બદલવાની ક્ષમતા રાખે છે.

મનુષ્યને પોતાના વ્યસ્ત જીવનમાં

હરિનાથ સુમિરનને માટે થોડો સમય અવશ્ય કાઢવો જોઈએ.

એ જ માણસના જીવનનો અસલી ખજાનો છે.

મંગલ-મૂરતિ મારુતિ-નંદન

Hanuman2283

મંગલ-મૂરતિ મારુતિ-નંદન

સકલ આમાંગલ મલ-નિકંદન. – ૧ મંગલ.

પવંતનય સંત હીતકારી

હૃદય બિરાજત અવધ-વિહારી. – ૨ મંગલ.

માતુ -પિતા ગુરુ ગણપતિ સારદ

શિવા સમેત શંભુ સુક – નારદ -૩ મંગલ.

ચરણ ક્મલ બંદઉ સબ કાહુ

દેહુ રામપદ – નેહુ નીબાહૂ – ૪ મંગલ.

વંદો રામ – લખન – વૈદેહી

યે તુલસી ક પરમ સ્નેહી – ૫ મંગલ.

જય જય હનુમાન ગોસઈ

કૃપા કારહુ ગુરૂદેવ કી નાઈ – ૬ મંગલ.

જય શ્રી કૃષ્ણ

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्

देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरूम् ॥ ६ ॥

વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ્

દેવકીપરમાનન્દં કૃષ્ણં વન્દે જગદ્ગુરૂમ્ ॥ ૬ ॥

જે વસુદેવજીના પુત્ર, દિવ્ય રૂપ ધરનારા,

કંસ તથા ચાણૂરનો નાશ કરનારા

અને દેવકીજીને માટે પરમ આનંદસ્વરૂપ છે,

તે જગદ્ગુરુ ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.