મેક્સી ડ્રેસ

વરસાદી વાંછટો ક્યારેક ક્યારેક આવીને પલાળી જતી હોય છે.

તેવા સંજોગોમાં ડેનિમ પહેરવાનો તો વિકલ્પ પણ ન વિચારાય.

હવે આ સંજોગોમાં કેવી ફેશનેબલ સ્ટાઇલ અપનાવવી તે અંગે માનુનીઓને

અવઢવ રહેતી હોય છે.

આ અવઢવને દૂર કરીને તમે મેક્સી ફ્રોક કે ગાઉનનો સ્ટાઇલિશ વિકલ્પ

અપનાવી શકો છો.

મેક્સીનો ઓપ્શન ચોમાસાના આઉટિંગ ડ્રેસિંગ માટે એકદમ યોગ્ય છે.

મેક્સીના મટિરિયલમાં શિફોન, જ્યોર્જેટ, કોટન સિલ્ક, લિનન જેવા ફેબ્રિક

વપરાય છે.

તેમાંય જો ફલોરલ પ્રિન્ટ હોય તો તો મેક્સીનો રૂઆબ કંઇક અલગ જ લાગે છે.

તમે ચોમાસામાં ની લેન્થ કરતા જરા લાંબી ફ્રોક ટાઇપ મેક્સી અને ગમ બૂટ

પહેરીને એક આગવી સ્ટાઇલ વિકસાવી શકો.

મેક્સી સાથે ક્લચ પર્સીસ અથવા તો ઝોલા બેગ વધારે સૂટ થશે.

ફૂટવેરમાં સ્ટિલેટોઝથી માંડીને બજીસ અથવા પ્લેટફોર્મહિલ કે સામાન્ય

હિલવાલા સેન્ડલ પહેરી શકો.

લોન્ગ મેક્સી સાથે ફ્લિપ ફ્લોપ પહેરવાનો અખતરો ન કરવો.

[સ્તોત્ર ઃ ગ્લોબલ ગુજરાતી ન્યુઝ સમાચારપત્ર]

Advertisements
By આપણુ ગુજરાત Posted in ફેશન

નેઇલ આર્ટ

નેઇલ આર્ટ અત્યારે મેક-અપનો ખૂબ મહત્વનો ભાગ બની ગયો છે.

તો જોઈએ અત્યારે નેઇલ આર્ટમાં શું હૉટ છે.

કાટૂર્ન કૅરૅક્ટર્સ :

જેને નેઇલ ટૅટૂ પણ કહી શકાય,

કારણ કે એને અપ્લાય કરવાની રીત ટૅટૂ જેવી જ છે.

 આવું નેઇલ ટૅટૂ લગાવો ત્યારે પહેલાં બેઝ કોટ લગાવવો

અને ત્યાર બાદ ટૅટૂ લગાવી ટૉપ કોટ લગાવવો

જેથી કરેલું નેઇલ આર્ટ લાંબો સમય સુધી ટકે.

આવી કાટૂર્ન પ્રિન્ટ્સ ખરેખર ટ્રેન્ડી લાગે છે અને આકર્ષણનું કેન્દ્ર બને

ફોટોગ્રાફ્સ અને પોતાના પ્રિયજનની છબિ:

આ નવો કૉન્સેપ્ટ વેસ્ટર્ન છે.

અમેરિકામાં પ્રેસિડન્ટ ઓબામાના સમર્થકો

તેમના ફોટોવાળા નખ ખૂબ ગર્વથી દેખાડે છે.

આ સિવાય લંડનમાં રૉયલ વેડિંગ વખતે પ્રિન્સ વિલિયમ અને કૅટના ફોટા

લોકોએ નખ પર ચીતરાવી

પોતાની ખુશી જાહેર કરી હતી.

હવે આ ટ્રેન્ડ આપણે ત્યાં પણ હિટ થઈ રહ્યો છે.

 આ મૅનિક્યૉર મશીન દ્વારા કરવામાં આવે છે.

જેમાં જેનો ફોટો ચિતરાવવો હોય એને નેઇલ આર્ટ મશીનની સામે બેસાડવામાં

આવે છે. ત્યાર બાદ તેનો ફોટો ક્લિક કરવામાં આવે છે અને આ ફોટો મશીનમાં

સ્કૅન થઈને નેઇલ આર્ટ કરાવનારના નખ પર છપાઈ જાય છે જેને સુકાવા

દેવામાં આવે છે. આ નેઇલ આર્ટ કરાવતાં પહેલાં પણ બેઝ કોટ લગાવવો જરૂરી

છે અને કાઢવા માટે નેઇલ-પૉલિશ રીમૂવરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ નેઇલ આર્ટમાં ..

પોતાની ફેવરિટ સેલિબ્રિટી, બૉયફ્રેન્ડ, હસબન્ડ

કે પોતાનો જ ફોટો ચીતરાવી શકાય.

[ સ્તોત્ર ઃ મિડ-્ડે સમાચાર પત્ર ]

 

By આપણુ ગુજરાત Posted in ફેશન

મિક્સ-મેચ

મોસમના બદલાવની સાથે ફેશનમાં પણ નવા ટ્રેન્ડ આવી રહ્યાં છે.તાપમાનમાં વધારો થતાં જ ફેશનના શોખીનો પોતાનો વોર્ડરોબ પણ બદલી રહ્યા છે.

મિક્સ મેચથી તમારા બજેટમાં ફિટ આવે એવા નવા નવા આઉટિફટનું મેચિંગ કરી શકાય .

જીન્સ, લેગીંગ્સ, અને કેપ્રી સાથે  અલગ-અલગ પ્રકારના ટોપ પહેરવાથી એક નવો લૂક  મળે  છે તેની સાથે-સાથે સ્ટાઇલીશ પણ લાગે છે.

પહેલાં તો લોકો મેચિંગ પેર સાથે જ ગારમેન્ટ પસંદ કરતા  હતા. પરંતુ હવે ફેશન ટ્રેન્ડ બદલાયો છે. હવે લોકો મેચિંગ કરતાં મિક્સ એન્ડ મેચ વધારે ચાલે છે.

 મિક્સ એન્ડ મેચમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે અને ડફિરન્ટ લુક દરરોજ મેળવી શકાય છે.અને મિક્સ એન્ડ મેચ ના તૈયાર ડ્રેશ પણ આવે છે . 

અને હવે તો હોળી આવી રહી છે એટલે કે રંગ-બરશે ટાઇમ જેનો મતલબ જ છે રંગો નો ઉત્સવ .

તો આ જ વાત ધ્યાન મા રાખી ને હોળીની સાંજ ને પણ મિક્સ એન્ડ મેચ આઉટફીટ પહેરીને રંગબેરંગી બનાવી દેવાય. 

By આપણુ ગુજરાત Posted in ફેશન

અનોખો લુક આપતું કટવર્ક

ડ્રેસ હોય, અનારકલી, સા્ડી કે પછી લેગિંગ્સ, આજે કટવર્કની ડિમાન્ડ બધે જ છે.

આ એક ટાઇપની એમ્બ્રોઇડરી છે, જેમાં ફૅબ્રિકને જુદી-જુદી ડિઝાઇનમાં કાપ્યા બાદ તૈયાર થતી જાળીને એમ્બ્રોઇડરી કરી એટેચ કરી લેવામાં આવે છે.

 

સાડીઓમાં કટવર્ક પણ હાલમાં ખૂબ ટ્રેન્ડમાં છે. સાડીમાં કટવર્કની બૉર્ડર બનાવી શકાય.આ સિવાય પલ્લુમાં પણ કર્ટવર્ક ખૂબ ચાલી રહ્યું છે.

 

કટવર્કને કૅઝ્યુઅલ અને ટ્રેડિશનલ એમ બન્ને પ્રકારના ડ્રેસિસમાં અપનાવી શકાય.

કટવર્કને હેમલાઇન અને સ્લીવ સિવાય ડ્રેસમાં નેક પર ફ્રન્ટમાં પણ લગાવી શકાય.

મનીષ અરોરાએ પણ પોતાના કલેક્શનમાં કટવર્કનો ઉપયાગ કયોર્ હતો.

ડિઝાઇનર અભિષેક દત્તાએ પોતાના કલેક્શનમાં પુરુષોના શર્ટમાં પણ કટવર્કનો ઉપયોગ કયોર્ હતો.

આ સિવાય બૅકમાં પણ ગોળ કે ચોસર શેપ કાપીને એના પર કટવર્કનો પૅચ લગાવી શકાય, જે થોડો હટકે અને સુંદર લાગશે.

[સ્તોત્ર ઃ ગુજરાતી મીડ-ડે ]

By આપણુ ગુજરાત Posted in ફેશન

ગ્રો-ગ્રીન

આંખોને ઠંડક પહોંચાડનાર લીલો રંગ  ઘણાની પ્રથમ પસંદગી હોય છે .

ઉનાળામા તે પહેરનારને ઉષ્મા અને ઊર્જાનો અનુભવ કરાવે છે.  

લીલો રંગ હરિયાળી-જમીન સાથેનો સંબંધ દર્શાવે છે.

લીલા રંગમાં પણ ધણા શેડ જોવા મળે છે જેમકે લીફ ગ્રીન, રેડિયમ ગ્રીન, આર્મી ગ્રીન, એમરલ્ડ ગ્રીન, સી ગ્રીન, ફ્લોરસેન્ટ ગ્રીન.

આ રંગ માટે કલરસાયન્સ કહે છે કે તે આંખોને ઠંડક આપે છે. હંમેશા ફ્રેશ રાખતા આ રંગના ડ્રેસીઝ નવું જીવન બક્ષવામાં મદદ કરે છે.

પ્રેમમય જીવન જીવવાની ખેવના રાખતો લીલો રંગ સદાબહાર છે.

તો આ ઉનાળામાં આપણે વોર્ડરોબ મા થોડો અપડેટ કરી ને ગ્રીન કલર ના ડ્રેસીસ ને એડ કરી દઈએ.

                           

By આપણુ ગુજરાત Posted in ફેશન

સમર વેરમાં ખાદી

ખાદી રાષ્ટ્રીય ગૌરવ છે.

આજે ખાદીમાં ન્યુ ડિઝાઇન અને વેરાયટી ડેવલોપ કરવામાં આવે છે.

ઉનાળા માટે ખાદી ફ્રેન્ડલી મટિરિયલ છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોટનની સાથે સાથે

રાહત આપતું મટીરિયલ જો કોઈ હોય તો તે ખાદી છે.

ત્વચાને રાહત આપવાની સાથે સાથે

ખાદી સરળતાથી પરસેવો શોષવાનું કામ કરે છે.

[Photo : Web world ]

By આપણુ ગુજરાત Posted in ફેશન

ફેશનમા ફુલોની મોસમ

ફેશનમા ફુલોની મોસમ 

વસંત આવતા જેમ કુદરત ખીલી ઉઠે છે તેમ ફેશનમા પણ વસંત સામેલ થઈ જાય છે 

 જેનાથી લુક ઓર ખીલી ઉઠે છે …

 અન લિમિટેડ કલર અને વેરાયટી જોઇને દિલ ખુશ થઈ જાય…

 

[Photo : Web World ]

By આપણુ ગુજરાત Posted in ફેશન

નીટેડ ફુટવેર

નીટેડ ફુટવેર ઠંડીમા કોઇપણ ફુટવેર કરતા વધારે ગરમાવો આપે છે.

ઠંડીમા પગના તળીયા ને ગરમ રાખવા જરુરી છે જેથી શરીરમાં ગરમી જળવાઈ રહે.

ડોક્ટર્સ પણ પગ મા મોજા પહેરી રાખવાની સલાહ આપે છે.

વીન્ટર સીઝન ધણા બધા ઓપશન્સ લાવે છે

જેમા ટીપીકલ ઉનના મોજા સિવાય નીટેડ ફુટવેર પણ તમે પહેરી શકો છો

જે સ્વાસ્થય સાથે સ્ટાઇલીશ લુક પણ આપે છે.

knitted-footwear- (27)

Ruggedly Warm Loafers

Click Here if You cant see Images

By આપણુ ગુજરાત Posted in ફેશન