ક્રિએટિવ

 હંમેશા  ક્રિએટિવ વસ્તુ બનાવો પછી જુઓ શું ચમત્કાર થાય છે.

આવા બીજા  ક્રિએશન શેર કરતા રહેજો . વેરી ક્રિએટિવ.


હસો અને હસાવો

વ્હાલા મિત્રો,

મસ્ત વિડીયો શેર કરુ છુ. 

જોઈને તમારા  મુખ પર સ્મિત આવી જશે;   

પાર્કિંગ ની સમસ્યાને લગતો રમુજી વિડીયો છે .આમ પણ શહેરમા પાર્કિંગ ની મોટી મુશ્કેલી હોય છે 

અને તેમાય અમુક જણ આડેધડ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે  

તો એ વખતે એક આઈડીયા જો બદલદે આપકી દુનિયા..

સ્માઇલ સ્માઇલ :)

Smile Pl

સ્મિત-સ્માઇલ એ ભીતરની પ્રસન્નતાની ઝેરોક્સ નકલ છે.

અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે : લાફ ઍઝ મચ ઍઝ યુ બ્રીધ, લવ ઍઝ લૉન્ગ ઍઝ યુ લાઇવ.

શ્વાસ લો ત્યાં સુધી હસતાં રહો અને જીવો ત્યાં સુધી પ્રેમ કરતા રહો.

કોઈકને અમસ્તું હસાવી શકાય એ માટે કહેવા જેવા બે-ચાર જોક્સ પણ જેની પાસે ન હોય એ માણસ આ દુનિયાનો સૌથી કંગાળ માણસ ગણાય.

રમૂજ જેવું સૌંદર્ય-ટૉનિક આ ધરતી પર બીજું કોઈ નથી.

રમૂજ સ્માઇલ આપે છે અને સ્માઇલ તો અનેક સોગાત આપે છે.

સ્માઇલ સૌંદર્ય આપે છે. સ્માઇલ સ્વાસ્થ્ય આપે છે. સ્માઇલ સંબંધો સ્થાપી આપે છે.

જાણવા જેવુ ઃ દર મહિનાના પહેલા શુક્રવારે વિશ્વભરમાં વર્લ્ડ સ્માઇલ ડે ઊજવાય છે. વિશ્વભરમાં સ્મિતનો ફેલાવો કરવાના ઉદ્દેશથી આ દિવસ ઊજવવાની શરૂઆત અમેરિકાના કમર્શિયલ આર્ટિસ્ટ હાર્વે બૉલે કરી હતી.

– રોહિત શાહ

[સ્તોત્ર ઃ ગુજરાતી મિડ-્ડે ]

તો આવી જ રિતે આપણે પણ આવતા જતા સ્માઇલ રેલાવતા જઈએ મિત્રો .

અહી આવેલા તમામ મિત્રો ને સ્મિત સાથે જય શ્રી કૃષ્ણ અને શુભ સવાર .

કેમ છે ?

Kem Chhe

કેમ છે ? 

આપણા ગુજરાતી ભાષાનુ ગ્રીટીંગ્સ – “કેમ છે/છો ?” . એના વગર તો વાતચીત શરુ જ

ના થાય. અને આ શબ્દમાં આત્મીયતા પણ કેટલી બધી છે . મને તો કોઇપણ પુછે તો એક જ જવાબ હોય .. હુ મજામા છું.. !! [ દિલ થી ..]

 [ આ સુંદર  રચના અહીં વાંચો  ]

ખુશીઓથી ભરેલો રવિવાર..!!

એટલા ખુશ રહો કે બીજાઓ તમને જુએ તો એ પણ ખુશ થઈ જાય…!!

ઉનાળામાં આઇસ્ક્રિમ ખાવાથી  ચહેરાની રંગત બદલાઇ જાય છે ..

 

સાચી ખુશી આપવામાં છે કે કોઇને મદદ કરવામા છે…

 

કહે છે ને કે ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.

 

સ્માઇલ સ્માઇલ

મિત્રો…. હુ તો સ્માઇલ કરવાનુ કહી જ રહી છુ ..

પણ એવા વ્યક્તિ હોય છે જે આપણને સ્માઇલ કરવાનુ કહે છે તે ફોટોગ્રાફર

કોઈ ફોટોગ્રાફર પાસે આપણે ફોટો પડાવવા જઈએ ત્યારે આપણા ગંભીર ચહેરા ઉપર સ્મિત રેલાવવા માટે તે આપણને કહે છે કે, Say Cheese..અને આપણા ચહેરા ઉપર કૃત્રિમ હાસ્ય છલકાઈ જાય છે.

આપણી ફાસ્ટ લાઈફમાં દરેકના ચહેરા પરથી સ્મિત કોઇવાર ગાયબ થઈ જાય છે.

હુ અમુક હસતા ચહેરા અહી શેર કરુ છુ જેથી આપણા ચહેરા પર પણ વ્યસ્તતાના સમયે ગાયબ થયેલુ  સ્મિત પાછુ આવી જાય…

આવા ક્યુટ બેબીના નખરા જોઇ ને તો દરેક ના ચહેરા પર સ્માઇલ ફરકી જ જાય..

મિત્રો સાથે ની મજાક મસ્તી સ્માઇલ લાવવા પુરતી છે !!

કહે છે ને સ્માઈલ એ એવી ભાષા છે જે એક બાળક પણ બોલી શકે છે …

આ બેબી નુ નિર્દોષ હાસ્ય જોઈને તો હસવુ જ રહ્યુ…

ફેમીલી સાથે ના સ્માઇલ ને કોઈ કારણ હોતુ નથી …પીક્ચર પરફેક્ટ

ફાગણ ફોરમતો આયો…

 થોડા દિવસ પહેલા ફાગણ આવી ગયો..

અને સાથે લાવ્યો..કેસુડો… હોળીના રંગો… અને જોડે આ ફોરમતુ ગીત.

તો મિત્રો, જેમ આપણે વસંતની વધામણી કરી તેમ રંગીલા ફાગણને પણ વધાવી લઈએ..

ફાગણ એટલે…કૃષ્ણ ભગવાનની વાસંળી,આંબાની મંજરી,કેસુડો,

ફાગણના ફાગ અને ધુળેટીના રંગો,ફાગણના વાયરા,

અને હા.. આપણા કવિઓના ઉત્તમ વસંતગીતો અને ફાગણના ફાગ ..

એ તો કેમ ભુલાય..દરેક કવિશ્રી ને  લીધે આપણી માત્રુભાષા અને સંસ્ક્રુતિ ટકી રહિ છે. તેમને સત સત પ્રણામ..

આવાં ગીતોનો વૈભવ  વધુ ને વધુ સાંભળવા મળે એમ ઈચ્છીએ –

આજે, ફાગણના દિવસોએ…

 

 

ઉનાળા નુ શીતળ નજરાણુ

 શિયાળા ની મોસમ મા ખાવા-પીવા મા વૈવિધ્ય જોવા મળે..

પણ ઉનાળો અને એ પણ આકરા ઉનાળા મા આ શક્ય નથી.

આકરા ઉનાળા નુ શીતળ નજરાણુ છે …

બરફ ના ગોલા [ક્યારેક જ]  , 

શકરટેટી નો જ્યુસ,

શેરડીનો રસ,

તડબુચ નો રસ,

લીંબુ નો રસ,

 છાસ,

વરિયાળીનું શરબત, 

કાચી કેરીનો જયૂસ, 

આઇસક્રિમ,

ફ્રુટ અને ફ્રુટસલાડ,

અને

અતિ મહત્વ નુ પાણી .. ઉનાળામાં તો રોજ ૧ર થી ૧૪ ગ્લાસ પાણી પીવું જોઇએ

તેમ ડોક્ટરો  કહે  છે..

એક કસમ તો લેવા જેવી જ  છે કે, ઉનાળામાં ઠંડક મેળવવા ઠંડા પીણા લેવા જોઇએ નહી તો ઠંડા પીણાને કહો બાય બાય…

 ♠◄ ▌ આ જુઓ અહીંયા કુલ કુલ થઇ ગઈ આપણી બપોર  ▌◄♠

અનાનાસ- ઇન્ડોર પ્લાન્ટ

આપણે આગળ ની પોસ્ટ મા જોયુ તે પ્રમાણે પાઇનેપલ સ્વસ્થ માટે આશીર્વાદ સમાન છે.. પણ અત્યાર ની મોધવારી  ને લીધે ધણા લોકો તેને દરરોજે ખાઇ શક્તા નથી..

જેવી રિતે તેનામાં ગુણોનો ખજાનો છે તેવી જ રિતે તેને ઇન્ડોર પ્લાન્ટ તરીકે ઉગાડવુ એટલુ જ સહેલુ છે.. તો જોઇએ એક વિડીયો જેમા તે કેવી રિતે ઉગાડવામા આવે છે જેમા બહુ સ્કીલની તો જરુર નથી પણ હા ખુબ જ ધીરજ  ની જરુર છે કારણકે તેને ગ્રો થતા જ ધણો સમય નીકળી જાય છે ..

 

 

 

ધરનુ બજેટ

તમારો  મહિના નો ખર્ચ કેટલીય બાબતો પર આધાર રાખે છે,જેમ કે તમે કયા શહેરમાં રહો છો,તમારી સેલેરી, પરિવહન ખર્ચ.. જેમકે જ્યા પરિવહનની વધુ સારી વ્યવસ્થા ત્યા વધારે ખર્ચ કરવો પડતો નથી, તમે કેવુ ધર ધરાવો છો,તમે કઈ જગ્યાથી  ખરીદી કરો છો,તમારી જીવનશૈલી વગેરે.

જ્યાં ખર્ચાઓની વાત છે,ત્યારે ધ્યાનથી ધરનુ બજેટ બનાવવુ જરુરી બને છે . જો તમે આ અંદાજપત્ર પ્રમાણે જ ચાલો છો તો તમે કેટલાય બિનજરુરી ખર્ચાઓને ટાળી શકો છો.

મોંઘવારીના આ દોરમાં સામાન્ય વર્ગના લોકો માટે ધર ખર્ચ કાઢવો મુશ્કેલ થઇ રહ્યો છે ત્યાં આપણને ધરનુ બજેટ ખુબ જ કામ લાગે છે ..

 ગમે તેમ ખર્ચા કરે તો કુબેરનું ધન પણ ખૂટી જાય.

એવું કહેવાય છે કે, નાના નાના ખર્ચાઓથી ચેતતા રહેવું જોઇએ, એક નાનું છિદ્ર મોટા મોટા જહાજને ડુબાડવા માટે કાફી છે.માટે જ કરકસર કરવી જોઇએ.

કંજૂસાઈ નહીં પણ કરકસર તો શીકવી જ પડે.

વ્યસનોના ખર્ચા,દેખાદેખીથી થતા ખોટા ખર્ચા,દરેક ધરમા એવી ફરિયાદ આપણે સાંભળતા હોઇએ છે કે ટીવી ની એડ ને લીધે પણ યુવાનો કે તરુણ વર્ગ ખર્ચા કરે છે વગેરે ..

એક કહેવત છે કે ત્રેવડ ત્રીજો ભાઈ છે! સાથે સાથે એવું પણ કહેવાય છે કે કરકસર અને કંજુસાઈ વચ્ચેની પાતળી ભેદરેખા પારખીને જે માણસ કરકસર કરે છે અથૉત્ ખોટા ખર્ચા કરવાનું ટાળે છે તે પણ એક જાતની બચત છે.

ઉનાળો

ગરમીમાં ઠંડક અપાવનારા કેટલાક ખાસ ઉપાયો :

દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે મિશ્રઋતું ની અસર જણાઈ રહિ છે.

ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો અનેક પ્રકારના નુસખા અપનાવે છે.

 આ આકરા ઉનાળા ની સામે રાહત મેળવવા આપણે સજ્જ થઈ જઈએ

કઈક આવી રિતે મિત્રો..

કોઈ દિવસમાં બે- ત્રણ વખત સ્નાન કરે છે, ઠંડા પીણા પીવે છે, કૂલર અથવા એ.સી.નો ઉપયોગ કરે છે.

જેઓ આ ઉપકરણો વસાવી શકતા નથી

તેઓ કુદરતી રીતે ઠંડક મેળવવા માટે ખસની ટટ્ટીઓનો પણ ઉપયોગ કરે છે

આજકાલ બજારમાં કોટન મટિરિયલના ડ્રેસ વધારે જોવા મળે છે.

આ મટિરિયલ પરસેવો શોષી લેતું હોવાને કારણે

દરેકને તે વધારે પસંદ પડે છે.ઉનાળા માટે કોટન બેસ્ટ મટિરિયલ છે.

ખાદીના કપડા ઉનાળા માટે એકદમ કમ્ફર્ટ હોય છે.

ગરમીમાં તે ઠંડક પણ આપે છે.

ઉનાળામા પાણીની જરૂરિયાત વધી જાય છે.

તેથી કરિને એવા ખોરાક ખાવ જે પાણી થી ભરપુર હોય..

જેને ખાવાથી ડિહાઇડ્રેશન ની પરેશાની થી છુટકારો મળે.

જેમ કે, સંતરા, તરબૂચ, કોબીજ, કાકડી..

કુદરતી જ્યુસ જેવા કે નાળીયેર પાણી, ઠંડાઇ,

અને બીજા સ્વાસ્થ્ય વર્ધક પીણા ..

દિવસના સમયે ઘરને બંધ કરી દો.

સાંજના સમયે બારી બારણા ખોલી દો અને પંખા ચાલુ કરી દો.

ઘરમાં મની પ્લાન્ટ લગાવો

અથવા તો લોબી કે ચોતરામાં વેલ પણ લગાવી શકાય.

તે ઠંડક આપે  છે.

ઘરમાં લગાવેલા નાના નાના ઈન્ડોર પ્લાન્ટ પણ મદદ કરે છે.

એક મોટા કાચના બાઉલમાં પાણી ભરીને

ફૂલોની પાંદડીઓ નાંખીને ઘરના સેન્ટર ટેબલ પર મૂકી શકાય છે.

પંખો સતત ચાલતો રહેવાથી તે પાણીની ઠંડક ઘરમાં ફેલાય છે,

સાથે ફૂલોની મહેક પણ પૂરા ઘરમાં ફેલાયેલી રહે છે.

સાઇકલ .

પેટ્રોલ ના ભાવ વધે છે અને દરેક નુ બજેટ  ખોરવાઈ જાય છે ..

આના માટે ઓપશન તો શોધવા જ રહ્યા. ભવિષ્ય મા પેટ્રોલનો ભાવવધારો અને પ્રદૂષણ સામે લડવા રસ્તા પર સાઇકલ  જોવા મળે તો નવાઈ નહી.!

 ઘરથી ઓફિસ જવા-આવવા માટે બાઇક તો વાપરવી જ પડે, પણ નાના-નાના ધક્કા માટે તો આપણે સાઇકલ ચલાવી શકીએ ને .

પેટ્રોલ બચશે, પ્રદૂષણ ઘટશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે. હેલમેટની ઝંઝટ નહીં રહે. સાથે સાથે સાઇકલ ચલાવનાર વ્યક્તિની શારીરિક તંદુરસ્તી પણ સારી થશે. તેથી એકમાં અનેક ફાયદા .

ને સાઈક્લ જો આવી ખાસ હોય તો કોને ચલાવવી ના ગમે..Cycle

સુંદરતાની અભિવ્યક્તિ

દરેક સ્ત્રી સુંદર હોય છે .દરેક સ્ત્રી ને સુંદર થવુ ગમે છે .

પરંતુ સ્ત્રી ની ખરી સુંદરતા તેના દેખાવ થી નહી

પરન્તુ બીજી ધણી બાબતો પર નિર્ભર છે .

જેમકે સારી વર્તણૂંક, એટીકવેટ, સ્મિત, રમુજ વ્રુતિ, સામાજીક અને કોંટુબિક મુલ્યો …

સ્ત્રીની સુંદરતા એ હાથથી બનાવેલ પેરેસિયન કાર્પેટ જેવી છે ..

જેમ કાર્પેટ ના દરેક સિલ્કી અને કલરફુલ ધાગા તેને એક નવો લુક આપે છે,

તેવી જ રિતે તેની આ બધી ખાસિયતો  ખુબ જ સુંદર રિતે તેનુ એક અલગ

વ્યક્તિત્વ રજુ કરે છે .જે તેની સનાતન સુંદરતા છે .

શારિરીક સુંદરતા ની દેખરેખ જોડે દરેક સ્ત્રી આંતરિક સુંદરતાની પણ દેખરેખ

રાખે તે જ સાચી સુંદરતાની અભિવ્યક્તિ છે .

ચોકલેટ ડે

 સંબંધોમાં મીઠાસ લાવનારો દિવસ એટલે ચોકલેટ ડે.

ચોકલેટનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જતું હોય છે.

ચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય  હોય છે.

આજના દિવસે તો આ ફેવરાઇટ ટ્રીટ ને એન્જોય કરીએ

સાથે મળીને ..એ પછી ચોકલેટ સીરપ હોય, કે

ચોકલેટ બાર કે ચોકલેટ આઇસક્રિમ …ચોઇસ તમારી છે !!

પણ મારી ચોઈસ તો ડાર્ક  ચોકલેટ છે ..

ડાર્ક ચોકલેટ ખાવાથી ઘણા લાભ થાય છે.

સાંભળીને તમને નવાઈ લાગી હશે પરંતુ આ વાત સત્ય છે.

તો ફીર કુછ મીઠા હો જાયે …

હેલ્થ ઇસ વેલ્થ

સ્વાસ્થ્ય આપણી સૌથી મોટી પુંજી છે,

પરંતુ સારા હેલ્થ માટે નિયમિત રીતે કસરત કે ચાલવુ  પણ જરૂરી છે.

દરેક વ્યક્તિ એદરરોજે ૩૦ થી ૪૦ મિનિટ વોક/ જોગ/ સ્વીમ કરવુ જોઇએ.

જે તમારી કેલરી ને બર્ન કરવામા અને મેટાબોલીક રેટ ને ઉંચુ લાવવામા મદદ કરે છે .

જોડે જોડે  ભોજન સંતુલિત સ્વાસ્થ્યવર્ધક હોવુ જોઇએ .

❤ ══════ ❤ ══════ ❤ ══════ ❤ ══════ ❤ ═════ ❤

My Personal Goals are to be Happy, Healthy

and to be surrounded by Loved Ones.
Kiana Tom

❤ ══════ ❤ ══════ ❤ ══════ ❤══════ ❤═════ ❤

 

હા હા..મે ક્રેઝી હું….

જાહેરખબર…આજ ના દુનિયા ની અવનવી એક અલગ દુનિયા..

મારી મનગમતી જાહેરખબર તો બહુ બધી છે

પણ હમણાની નવી જાહેરખબર જે કોકાકોલા ની છે તે મને બહુ પસંદ છે .

તમે પણ જોઇ જ હશે.. જોઈ લો ફરી એની ઝલક ! It gives Me the Power to do something different.It says if being Kind to Stranger is Crazy , then call Me Crazy..

કોઈવાર આવી જાહેરાતો આપણને વિચારતા કરી મુકે છે..Lovely Concept !

પરંપરાગત તાપણા

વહેલી સવારે અને સમી સાંજે ઠંડી હોય છે..

તો એ વખતે તાપણા પણ નઝરે પડે છે ..!!

 

મોનાલિસા લખલાણીની જી એ લખેલ એક કાવ્ય ની પંકિત કઈક એવી છે કે 

ઠંડી ની લહેર આવી ને ચોમેર પેસતી

તાંપણાઓ ની તો ગોષ્ઠિ જ જામતી…

આ તાપણા બેઠકમાં અલક-મલકની વાતો પણ થતી હોય

અને અને અવનવા મુદ્દા ચર્ચા પણ રંગ લાવતી હોય છે.

 આ તસવીર મા સવારમાં લોકો તાપણું કરતા હાથને શેકે છે.

 
 
 
 

 

ઉત્તરાયણની શુભેચ્છાઓ

 આ સમયે સૂર્ય પોતાની પૃથ્‍વી આજુબાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તરદિશા તરફ ખસે છે. આમ, ઉત્તર તરફ ખસવાને કારણે આ ઉત્‍સવને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

અને આજ દિવસે પતંગ શોખીનો ગગનવિહાર મા પોતાની પતંગો ચગાવી ને આનંદ માણે છે અને મજા કરે છે . પણ આજ પતંગની મજા અન્ય માટે સજા ન બને તે  માટૅ પર્યાવરણ પ્રેમીઓએ હિમાયત કરે  છે અને વિનંતી કરવામાં આવે છે કે સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬ પતંગ ન ઉડાડવા કેમ કે આ સમય દરમિયાન પક્ષીઓ વધુ સંખ્યામાં પોતાના માળો છોડી સવારે ખોરાકની શોધમાં અને સાંજે માળામાં પરત આવતા હોય છે.

 ટૂ વ્હીલરવાળા રાહદારીઓએ કમસે કમ ઉતરાયણ સુધી હેલ્મેટ પહેરવો તેમજ ગળા ફરતે મફલર બાંધવું હીતાવહ છે .

મારા માટે ઉતરાયણ એટલે ઉમંગ .. પતંગ ને ચગાવવનો નહી … પણ જ્યા પણ જાઓ પ્રેમ અને સ્નેહ ને વહેચવાનો..

એક સરસ ગીત રજુ કરુ છુ એ.આર.રહેમાન નુ…જીયા સે જીયા..

ગાર્ડનીંગ-નવી હોબી

ગાર્ડનીંગ એ આજકાલ મારી હોબી બની ગઈ છે .

થોડા ધણા શાકભાજી ઉગાડવા નુ શરુ કર્યુ છે .

જેનાથી ઓર્ગેનીક અને ફ્રેશ શાકભાજી પણ મળી શકે.

એના માટે થોડા જ સ્પેશ ની જરુર હતી.

ટામેટા, દુધી, ધાણા, ભીડા વગેરે કન્ટેનર મા ઉગાડેલા જ હોય છે ..

બસ તેને જરુર પ્રમાણ મા પાણી અપવાનુ હોય છે .

થોડી માહીતિ નર્સરી માથી મળી ગઈ

અને

બાકી ની ગુગલ પર સર્ચ કરી ને મળી ગઈ.

વાહ વાહ.. આવા જ તાજા શાકભાજી હવે મારા આંગણે પણ થશે..

એ જ આશા રાખીએ..!!