બારેમાસી ગુણકારી બીટ

બીટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.

બીટમાં સારી માત્રામાં લોહ,વિટામિન અને ખનીજ હોય છે જે હીમોગ્લોબિન વધારે છે

અને લોહી સાફ કરે છે.

તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે.

બીટને તમે સલાડ કે શાકમાં નાંખીને વાપરી શકો છો અને તેનું જ્યુસ પી શકો છો. 

દહીના મિક્સર સાથે બનાવાતુ પીણુ બધા પસંદ કરતા હોય છે.. જેમકે લસ્સી, મીઠી કે

મસાલાવાળી અને અનેક પ્રકાર ની સ્મુધી પણ આપણે વારંવાર બનાવતા હોઇએ છે..

આજે હેલ્ધી યોગર્ટ ડ્રિન્ક બનાવીએ.

 

Advertisements

એપેટાઇઝર કે સ્ટાર્ટર

મિત્રો , મેરેજ મા આપણે એપેટાઇઝર કે સ્ટાર્ટર જોવા મળે છે .

પણ કોઇ વખત ધરે પણ આપણે આ જ એપેટાઇઝર ને સામેલ કરવાનો વિચાર

Meal મા ચાર ચાંદ લગાવી દે છે..

આપણે સામાન્યરિતે ધરે સુપ ને એપેટાઇઝર તરીકે બનાવતા હોય છે, ખરી રિતે

કેટલી બધી એપેટાઇઝર રેસીપી છે જે સહેલાઇ થી આપણૅ ધરે જ થોડા જ સમય મા બનાવી

શકીયે છે જેની એક ઝલક જોઈ લઈએ ..

By આપણુ ગુજરાત Posted in રસોઈ

ઓટ ખીચડી

આગળ ની પોસ્ટ મા આપણે ઓટ ના ફાયદા જાણી લીધા તો હવે ઓટ ની ઝટપટ રેસીપી

પણ જાણી લઈએ ..જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે પોષક તત્વો થી ભરપુર પણ છે .. 

અને  હવેતો  કોઇ પણ સ્ટોર મા તમે જાઓ તો ઓટના ઇન્સટન્ટ ફુડ પેકેટ પણ મળે છે જેમકે

ઓટની ઉપમા, મસાલા અને સાદા ઓટ, મિલ્ક મા બનાવવામા આવતા જુદા જુદા

ફ્લેવરના ઓટ… વેરી યમી એન્ડ ડીલેસીયસ… !!

આ વિડીયોમાં આપણે જાણીતા તરલા દલાલ પાસેથી શીખીએ ઓટની ખીચડી..

By આપણુ ગુજરાત Posted in રસોઈ

Sprouted Roti-અંકુરિત રોટ્લી

અહિયા આપણે જરા જુદી રોટલી ની વાનગી જોઈએ જે નાસ્તા મા પણ ખાઈ

શકિએ છે…સાથે સાથે પોષ્ટિક પણ એટલીજ !

સામગ્રી –

ઘઉંનો લોટ 300 ગ્રામ,

ડુંગળી 100ગ્રામ,

અંકિરીત મગ 250 ગ્રામ,

લાલ મરચાનો પાવડર બે ચમચી,

મીઠુ સ્વાદ મુજબ.

લીલા મરચાં, લીલા ધાણા 50 ગ્રામ,

ગરમ મસાલાનો પાવડર 1 ચમચી,

આમચૂર પાવડર દોઢ ચમચી.

વિધિ :

ઘઉંના લોટમાં મીઠુ ભેળવીને પાણી વડે ગૂંથો અને થોડો સમય માટે રાખી

મૂકો. અંકુરિત મગને થોડી વરાળમાં બાફીને મસળી લો અને તેમાં ઉપરોક્ત

બધા મસાલા ભેળવીને પૂરણ તૈયાર કરો.લોટની નાની-નાની લોઈ બનાવી

લો. હવે એક લોઈ લઈને તેમાં મિશ્રણ ભરીને તેનો પેંડો બનાવી લો અને તેની

રોટલી વણી લો. તવો ગરમ કરી તવા પર રોટલી સેકો. એક તરફ

સેકાય જાય કે તેલ લગાવીને બીજી તરફ પણ સેકો.

આ રીતે બધી રોટલીઓ તૈયાર કરો.

હવે આ ગરમા ગરમ રોટલીને દહીં કે ચટણી સાથે પરોસો.

[સ્તોત્ર ઃ વેબ દુનિયા ] 

By આપણુ ગુજરાત Posted in રસોઈ

Sprout- અંકુરિત મગ

આપણે આગળ જોયુ કે અંકુરિત રોટલી કેવી રિતે બનાવાય છે.

આ પોસ્ટ મા Sprouted Reciepe-અંકુરિત મગ  જોઈશુ જેને સુપર ફુડ પણ કહે છે .

જે  ઓક્સિજન રિચ ફુડ છે  ન્યુટ્રિશન ડાયટ પણ કહેવાય છે.

તેમા ભરપુર પ્રમાણ મા ફાઇબર હોય છે.

 ડાઇજેસ્ટીવ સિસ્ટમ માટે ખુબ જ અસરકારક હોય છે અને તેમા મબલખ પ્રોટીન સ્તોત્ર પણ

રહેલો છે.

રિત:

૨ કપ અંકુરિત મગ

૧ સમારેલ ટામેટુ

૧ કપ સમારેલ કાકડી

૧ સ્લાઈસ ઓરેન્જ

૧ ટેબલસ્પુન સમારેલા ધાણા

હવે સલાડ ના ડ્રેશીંગ માટે જોઈ લઈએ..

૧ ટેસ્પુન લેમન જ્યુસ

૧ ટેસ્પુન ઓઇલ

૧/૨ ટીસ્પુન બ્લેક પેપર

૧ ટેસ્પુન યોગર્ટ

૧ ટીસ્પુન સુગર

૧ ટીસ્પુન સોલ્ટ

૧ ટેસ્પુન જીંજર જ્યુસ

સલાડ ના ડ્રેશીંગ ને મિક્સ કરી એમા તૈયાર થયેલ [બોઇલ કરેલ] Sprout ભેળવી દો .

આને આપણે લાઈટ લન્ચ મા પણ સર્વ કરિ શકાય છે.


By આપણુ ગુજરાત Posted in રસોઈ

રોટલી

રોટલી એ ગુજરાત ના મુખ્ય ભોજન મા એક મુખ્ય વાનગી છે.

જે શાક કે દાળ સાથે ખવાય છે.

રોટલી નો  લોટ બાંધતી વખતે બે ચમચી દૂધ,ઘી કે મલાઈ મેળવી દેવાથી

રોટલી એકદમ પાતળી  બને છે.

Making Chapatis - Step 4

 લોટ બંધાઈ ગયા પછી જો તેમા થોડુ તેલ ઉપર નાખી ને ફરી ગુંદ્દવામા આવે

તો ફુલ્કા રોટી ની લિજ્જ્ત બદલાઈ જાય છે.

ગૃહિણી રોટલી તો દરરોજે બનાવતી હોય છે.જે સ્વસ્થ્ય માટે પણ લાભદાયક

છે કારણકે  રોટ્લી એટલે કાર્બોહાઈડ્રેટ નો ભંડાર..