વરસાદનું પુર્નઆગમન

લાંબા સમય બાદ વરસાદ થતા લોકો માં આનંદની લાગણી છવાઇ ગઇ 

તો ફરી આપણે પણ વરસાદ ને વધાવીએ ઃ

 
સૈ કોઇએ વિચાર્યુ ! આ વરસાદ ક્યાં ખોવાયો ?
કાળા વાદળોને ફર્માયુ ! આ વરસાદ ક્યાં રોકાયો ?
પંખીના કિલ્લોલે ઉચાર્યુ ! આ વરસાદ ક્યાં સમાયો ?
તરસતી ભૂમિથી કહેવાયું ! આ વરસાદ ક્યાં સમાયો ?
મેધનું થયું આગમન સવાયું ! વરસાદથી આનંદ છવાયો.
આરતી ભાડેશીયા.(24.8.2013)

અષાઢી આરંભ

અષાઢ મહિનો તો વરસાદ નો મહિનો કહેવાય છે. 

એના પહેલા જ દિવસે આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વર્ષી ગયો..

ભક્તિથી ભરપુર પંક્તિમાં પણ અષાઢ નો ઉલ્લેખ સરસ રિતે થયો છે. 

અષાઢ ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ

કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી.

 
 

વરસાદ


હું ,વરસાદ અને વિચારોનો વાયરો ,

હું ,વરસાદ અને પેલી ભીંજાતી કાબરની કેટવોક ,

હું ,વરસાદ અને પેલા પાંખો ફફડાવતા હોલા ,

હું ,વરસાદ અને વરસાદે ભીંજાઈને ઉડતા પોપટનું પ્રણયગીત ,

હું ,વરસાદ અને બુંદો સાથે મૂક સંવાદ ,

હું ,વરસાદ અને કાળા વાદળો સાથે વીજળીનું નર્તન ,

હું ,વરસાદ અને ખુલ્લી બારીની વાછટ ,

હું ,વરસાદ અને કાગડો થયેલી છત્રી ,

હું , વરસાદ અને રેડીઓ પર વાગતું રોમાન્ટિક ગીત ,

હું ,વરસાદ અને વેલ પર ડોલતું પીળું ફૂલ ,

હું ,વરસાદ અને હથેળી પર ઝીલાતી બુંદોનું રચાતું તળાવ ,

હું ,વરસાદ અને ત્રાંસા વરસાદનું રમતિયાળ આલિંગન ,

હું ,વરસાદ અને વરસાદ સાથે વરસાદ વગરની હું ….

હું ,વરસાદ અને મારા વિરહમાં ઝૂરતો વરસાદ ………..

હું ,વરસાદ અને મારા મનની ભીનાશને

શબ્દના કેમેરામાં કેદ કરવાની આ વ્યર્થ કોશિશ ………..

હું ,વરસાદ અને મારી કલમમાંથી ચુપકે થી

પાછલા બારણેથી ભાગેલી મારી નટખટ કવિતા ……. 

પ્રીતિ ટેલર

મોસમને વધાવીએ..

ભારતીય ફિલસૂફી પ્રમાણે દરેક મોસમને વધાવવી જોઈએ અને ખાસ તો વર્ષાઋતુને

વધાવવી જ જોઈએ.

 ચેરાપુંજી જ્યાં ભારતનો સૌથી વધુ વરસાદ પડે છે ત્યાં વર્ષાને અનુભવવો હોય તો

ખાસી હિલ્સ (ચેરાપુંજી) જાણીતુ છે .

ચેરાપુંજીમાં અને મેઘાલયમાં ૪૬૭ ઇંચ જેટલો વરસાદ પડે છે.

વરસાદની હેરાનગતિનાં રોદણાં રડવાને બદલે મેધરાજા ને થેન્ક્ફુલ તો કહેવુ જ જોઇએ

કે તેમના થકી અનર્ગળ પાણીના દાન મળે છે .

[સ્તોત્ર ઃ ગુજરાતી મિડ-ડે ]

 

ભીંજાઈ જા,વરસાદ છે !

Dont take shelter in Rain

વર્ષા મારી મનગમતી મોસમ છે એટલે હુ તો ખુબ જ ખુશ છુ જ્યાં સુધી વરસાદ તારાજી ના સર્જે.. !!આમ તો આપણે વરસાદથી બચતા જ હોઇએ છે પણ કોઇ કોઇ વાર ભીંજાવું સૌને ગમતું હોય છે .અને આજે રાત્રે  તો મેધરાજા મન મુકિ ને વરસ્યા.   ફરી વરસાદ મા પલળવાનો મોકો મળી ગયો . અમે ગ્રોસરી લેવા ગયા હતા અને  છત્રી સાથે લઈ નહતા ગયા  તો સ્ટોર થી પાર્કિંગ સુધી નુ અંતર પલળતા કાપવુ પડ્યુ … મજા આવી ગઈ .આ વરસાદ તો જોરદાર હતો … અને એમા ભીંજાવુ પણ કોઇ હિરોઇક સ્ટંટ થી ઓછુ નથી ….  પહેલો વરસાદ તો  હુ કોઈ દિવસ મિસ નથી કરતી … પણ પછી ના વરસાદ મા કોઇ કોઇ વાર તો ભીંજાઇ જવુ જોઇએ !! આપણા દેશમા વરસાદ ને માણવો હોય તો  ‘ કેરાલા ‘  નુ નામ પહેલુ આવે .. ત્યાનુ લેન્ડસ્કેપ, સ્કાયસ્કેપ, વોકિંગ વગેરે.. પણ ‘ ગોવા ‘ ને ના ભુલાય..  કહેવાય છે કે ગોવામા મુનસુન નો જાદુ જ કઈ ઓર હોય છે !! ત્યાનો વોટરસ્કેપ, ટ્રેકિંગ, કાયકિંગ , ફોટોગ્રાફી , સોન્ગ, ડાન્સ અને ખાસ તો ફૂડ આ બધા નો સમન્વય !! હવે ચોમાસામા વરસાદ ની મજા સાથે ખાવાની પણ લિજ્જ્ત હોવી જોઈએ ને !! ગોવા ની ગવર્મેન્ટ એક ફૂડ ફેસ્ટિવલ ઓર્ગનાઇઝ કરે છે .. તેમા  વિવિધ મુનસુન ડેલીકેસી હોય છે ..આપણે ગુજરાત મા પણ એવુ કઈક હોત તો કેવુ સારુ થાત !!

તો એ વાત પર એક વરસાદી સ્પેશ્યલ ડીશ …ગરમ ગરમ ચા સાથે..!!

  
 

મન મોર બની થનગાટ કરે…

વરસાદે ફરી સાદ આપ્યો. વરસાદ ને જોઈને મારુ મન તો મોર બની થનગાટ

કરે છે .વરસાદમાં સંગીતના તાને ઝુમી ઉઠવાનુ મન થાય.આપણા

વરસાદી ગુજરાતી ગીતો કંઇક અલગ જ અનુભૂતિ કરાવે છે. એમા ઝવેરચંદ

મેઘાણી ની રચના ‘મન મોર બની થનગાટ કરે’  ખુબ જ સુંદર છે . 

Man more bani thangat kare

એના વિશે એક સુંદર લેખ મારા વાંચવામા આવ્યો જેના થોડા અંશો હુ અહિ

રજુ કરૂ છુ ઃ

મોર એ વર્ષા ઋતુ સાથે જોડાયેલું પક્ષી ગણાય છે. એવુ કહેવાય છે કે રાગ ગૌડ

મલ્હાર વરસાદની ઋતુનો રાગ છે.મોરના અવાજમાંથી નીકળતા સૂરોને આ

રાગ મળતો આવે છે.વરસાદની શરૂઆત થાય છે ત્યારે આ રાગની બંદિશો

ગાવાનું મન જરૂર થઇ જાય.[સ્તોત્ર ઃ મુંબઈ સમાચાર-પં.પરેશ જાના]

ભીની સાંજ મુબારક દોસ્તો ..!!

વરસાદ વરસી રહ્યો છે ..  વરસાદ ની બુંદો  વાતાવરણમાં ઠંડક ભરી દે છે.

અત્યારે તો આખુ વડોદરા વરસાદની બુંદુ થી તરબતર  થઈ ગયુ છે , તેમાં એક

કપ ઓફ કોફી અને જોડે જોડે સંગીત ના સુર પણ રેલાય   .. તો આવી જ ભીની

ભીની સાંજ મુબારક દોસ્તો ..!!

વાદળોનો ભીનો-ભીનો પરિચય- શ્રી જગદીશચંદ્ર ભટ્ટ

Clouds on the Sky

 

૧૫૦૦થી ૨૦૦૦ મીટર : આકાશમાં ૧૫૦૦થી ૨૦૦૦ મીટરની ઊંચાઈએ

ક્યુમુલોનિમ્બસ  જેવું વિશિષ્ટ નામ ધરાવતાં વાદળાં તરતાં હોય છે.

નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ આવાં ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં

વાદળાંનો આકાર અધ્ધર આકાશમાં જાણે કે રૂના મોટા-મોટા ઢગલા કર્યા હોય

એવો હોય છે.

ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાં ૨૦૦૦થી છેક ૫૦૦૦ મીટરની ઊંચાઈ સુધી

પથરાયેલાં હોય છે. એટલે કે આવાં વાદળાં ગગનનો બહુ મોટો હિસ્સો ઢાંકી દે

છે,

એટલું જ નહીં, ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાં શ્વેતરંગી અને વિશાળ કદનાં

હોવાથી આકાશમાં બહુ સુંદર અને નયનરમ્ય લાગે છે.

 જોકે આ જ ક્યુમુલોનિમ્બસ વાદળાં વરસાદની મોસમમાં ભારે તોફાની પણ

બની જાય છે.

વાદળાં ફાટવાની આવી કુદરતી ઘટનાનું કારણ ખરેખર તો આવાં

ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાં જ હોય છે.

૨૦૦૦થી ૩૦૦૦ મીટર : આકાશમાં ૨૦૦૦થી ૩૦૦૦ મીટરની ઊંચાઈએ

સ્ટ્રેટોક્યુમુલસ કૅટેગરીનાં વાદળો ઘૂમતાં હોય છે.

અફાટ આકાશમાં જાણે કે પ્રકૃતિએ વિરાટ કદના અને સફેદ કલરના અસંખ્ય

ગાલીચા પાથરી દીધા હોય એવું મનોહર દૃશ્ય સર્જાય.

એવું લાગે કે અનંત ગગનમાં કોઈ મજેદાર ઉત્સવ ઊજવાઈ રહ્યો છે અને

ઝાઝાબધા મહેમાનોની આગતાસ્વાગતા માટે ખુદ પ્રકૃતિએ આવા રેશમી અને

ધવલરંગી ગાલીચા પાથરી દીધા છે.

[ સ્તોત્ર ઃ ગુજરાતી મિડ-ડે સમાચાર પત્ર ]

મોસમનો પહેલો વરસાદ

મોસમ આજે મહેરબાન છે. વરસાદે આગમન કર્યું છે અને એ પણ જોરદાર

ગાજવીજ સાથે , અત્યારે હુ લખી રહી છુ અને બહાર વરસાદ વરસે છે

…વરસાદ થવાના કારણે અહિયા વાતાવરણ આહલાદક બની ગયું છે.

મોસમના પહેલા વરસાદની મઝા કોણે ના લીધી હોય ?

મને “માટી ની ભીની સુ઼ગઁઘ ” ગમે છે.!!!!!

 વર્ષાઋતુમાં સૌંદર્ય માણવું તે જિંદગીની ઉત્તમ પળ છે. બરાબર ને મિત્રો .

આછાં વાદળવાળું આકાશ 

ઝરમર વરસાદ

લહેરાતાં લીલાછમ વૃક્ષ .

વર્ષાઋતુનું કુદરતી સૌંદર્ય દરેક ના મનને સ્પર્શી જાય.

 વરસાદ ને જોઈ ને નીચેની પંક્તિઓ ગુનગુનાવાનુ મન થઈ જાય  ..

વરસાદ ની મજા લેવા સાથે ::

 

ચારેકોર ઊભરતા હાલક હિલોળ મહીં ઝબકોળાં થોડાંઘણાં થાવા દે જરી.

ઝાલ્યો ઝલાય નહીં જીવ કેવાં કે’ણ લઈ આવી મસ્ત માટીની સુગન્ધ !

ઝડીયુંની જોરદાર જામી આ રમઝટમાં થઈએ તરબોળ એવું ના’વા દે જરી..

વરસાદની હેલી

આ ઝરમર …. દેખાણી?  હા
આ વરસાદની હેલી…. દેખાણી?  હા હા
અને વરસાદ ની રાણી…દેખાણી? દેખાણી

જો બાળકો….
-કાગળ ની હોડી
ધરતી છે માતા
-હે મા તારી જય હો !!!

મન મુકી પલળવા વરસાદની ભાષા લેવી જાણી
આ વરસાદની હેલી…. દેખાણી

અજ્ઞાત