“બારી એટલે બારી ”

બારી એટલે બારી .

દુનિયા મા બારી જ ના હોત તો માનવી નુ

સમગ્ર અસ્તિત્વ ગુંગળાઇ ગયુ હોત .

બારી ના હોત તો ધરમા બેઠા બેઠા બાહ્ય જગત

ને, તેના સ્વરુપ ને  જોઈ શકાયુ ના હોત.

હા, એ બધુ પુસ્તકો,ટી.વી, ઇન્ટરનેટ દ્રારા પણ

ધર મા બેઠા બેઠા જોઈ શકાય છે,

જાણી શકાય છે.

પણ બારી એટલે બારી જ ,

એની મજા જ કઈ ઓર છે .

[સ્તોત્રઃ હીના પારેખજી નો લેખ “બારી એટલે બારી ” માથી થોડા અંશો ]

લો સાંભળો એક વાર્તા કરું છું ..

લો સાંભળો એક વાર્તા કરું છું
થોડી સાચી થોડી ખોટી કરું છું

તમને ગમે તે રંગ પુરી લેજો
સફેદ કાગળ પર લીટા કરું છું

આરંભ મારો ને અંત તમારો
મધ્યનો રોમાંસ જાહેર કરું છું

તમારો અભિપ્રાય ગમશે મને
અંતે તો વાત તમારી કરું છું

એક વાર તો મેળે જવું “ઝાઝી”
વાત એ મનમેળની તો કરું છું

શ્રી ચિરાગ ઝા ,યુએસએ

અતિ સુંદર એક વાત !!

માણસના જીવનગાળા દરમ્યાન આવતા વિધ વિધ પ્રંસંગો સાથે ની વાતો

એટલે વાર્તાઓ !!

આવી વાર્તા ઓ મનોરંજનની સાથોસાથ જીવન જીવવાની શિખામણો આપી જાય છે.

‘જીવનનાં પ્રસંગો ઉપરથી કે બનેલા પ્રસંગને કાલ્પનિક રંગોથી રંગી વાર્તા રજુ

કરવામાં આવે છે.’

બાળક થી માંડી ને વડીલો અને યુવાનો નુ મનગમતો શોખ.

આ વાર્તાઓ દ્વારા સમાજનું સતત ઘડતર થતું રહ્યું છે.

બહુ પહેલા ના સમયે ઋષિ-મુનિઓના આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને

વાર્તાઓ કે પ્રેરક પ્રંસંગો કહિ ને જ્ઞાન આપતા.

હવે ટેક્નોલોજી ના અધ્યતન જમાનામા આનુ સ્થાન થોડા અંશે ઇન્ટરનેટે

લીધુ છે !

જેમાથી વાચકો ને ઇ-બુક અને વેબસાઈટ ના માધ્યમ થી મનગમતા

અને જાણીતા લેખકો અને સાહિત્યકારો નુ લેખન સહેલાઈ થી મળી શકે છે.

તો મિત્રો, આપણે પણ આ રસપ્રદ અને સાહસિક વાર્તાઓ ને માણીએ.

વ્યક્તિત્વ વિકાસ

વ્યક્તિત્વ વિકાસ   એટલે સામાન્ય બુદ્ધિનો વિકાસ.

ભગવાને માનવીને બુદ્ધિ આપી છે તેનો વિકાસ કરવો તેના હાથમા છે.

જેવી રિતે શરીરને સ્વસ્થ રાખવા માટે શક્તિમાન કરવા માટે

કસરત અને યોગ્ય વ્યાયામની જરૂર પડે છે,

તે રીતે મગજને તંદુરસ્ત રાખવા, ચપળતા, ખીલવવા માટે

વિચારશક્તિ વધારવા માટે

માનસિક કસરતોની જરૂર પડે છે.

જેટલું મગજને વધારે કસવામાં આવે છે તેટલી તેની શક્તિ વધે છે.

જે માનવીને વ્યાપારના, જીવનના કોયડાઓ ઉકેલવામાં,

તકલીફોમાં માર્ગ કાઢવા માટે મદદરૂપ બને છે.

કલ્પના કરવી પડે તેવું વાંચન કરવાથી પણ મગજને કસરત આપી શકાય છે.

એક વાર્તા વાંચતી વખતે વર્ણન ઉપરથી

માનવીને પાત્રો વિષે, સ્થળ વિષે કલ્પના કરવી પડે છે.

પરિણામે તેનું જેટલું વાંચન વધતું જાય તેટલી કલ્પનાશક્તિ વધતી જાય છે.

આ કલ્પના શક્તિ તેને સર્જનાત્મક વિચારો કરવામાં મદદરૂપ થાય છે.

આ જ વાર્તાને ટી.વી. ઉપર દર્શાવવામાં આવે તો

તેને કલ્પના કરવી પડતી નથી.

પરિણામે ટી.વી. દ્વારા કલ્પનાશક્તિનો વિકાસ ખૂબ ઓછો થાય છે.

કલ્પના શક્તિ વધવાને કારણે માનવી તેનું લખાણ પણ સુધારી શકે છે

અને વાંચનનો અનુભવ તેને લખાણમાં મદદરૂપ થાય છે.

ઉચ્ચ પ્રકારની ડીટેક્ટીવ સ્ટોરી વાંચવાથી

માનવી તેની તર્કશક્તિ વધારી શકે છે.

તર્કશક્તિ વધતા તેની સચોટ રીતે વાત રજૂ કરવાની શક્તિ વધે છે

અને જો તે વકીલાતના વ્યવસાયમાં હોય તો

દલીલો કરવામાં આ તર્કશક્તિ ખૂબ મદદરૂપ થાય છે.

તર્કશક્તિને કારણે તે પોતાની સલામતી વિષે પણ વિચારી શકે છે

અને અમુક તકલીફો આવતા તેનું નિરાકરણ તેના પાસે તૈયાર હોય છે.

હાસ્યરસિક લેખો વાંચવાથી

માનવી પોતાની હાસ્યવૃત્તિને વિકસાવી શક છે.

જાતજાતના બુદ્ધિજનક હાસ્ય પ્રસંગો વાંચવાથી યોગ્ય સમયે

તે હાસ્યરસિક વાતો કરી લોકોને આનંદ આપી શકે છે.

લોકોને હસાવીને આનંદમાં રાખતી વ્યક્તિને લોકો તુર્ત જ સ્વીકારી લે છે

અને આ રીતે તેના મિત્રગણ વધતા તેની આત્મશ્રદ્ધા પણ વધે છે.

વ્યક્તિએ એક જ વસ્તુ ઘ્યાનમાં રાખવી જોઈએ કે

બીજાને મુશ્કેલીમાં મૂકી, બીજાને નીચા પાડી,

બીજાની ખામી અથવા ખોડ ઉપર અથવા બીજાના ધર્મ

અથવા જાતિ ઉપર અને કટાક્ષમય હાસ્ય હોવું ના જોઈએ.

આવા નકારાત્મક હાસ્યથી દુશ્મનો વધે છે.

સમાજના પ્રવાહને લગતા ગંભીર પ્રકારના વાંચનથી

માનવી પોતાની વિચારશક્તિ વધારી શકે છે.

વાંચન બાદ તે લેખની સાર્થકતા અને સચોટતા વિશે વિચારતો થાય તો

તેને વાંચનમાંથી શું ગ્રહણ કરવું અને શું ગ્રહણ ન કરવું

તેની આવડત વિકસાવી શકે છે.

પ્રવાસને લગતા લેખો વાંચી, ટેલિવિઝન ઉપર ડીસ્કવરી,

નેશનલ જીયોગ્રાફી જેવી ચેનલો જોઈને

માનવી પોતાનું જ્ઞાન વધારી શકે છે

અને નજીવા ખર્ચમાં જગતમાં માનસિક રીતે ફરી શકે છે

અને જગતના અનુભવો મેળવી શકે છે.

વિજ્ઞાનને લગતા લેખો વાંચી ટેકનોલોજીનો તે સારી રીતે ઉપયોગ કરી શક છે.

સાધનો ખરીદતી વખતે જો તેની પાસે વૈજ્ઞાનિક સૂઝ હોય,

ટેકનોલોજીની જાણકારી હોય તો પસ્તાવો કરવો ના પડે

તે રીતે ખરીદી કરી શકે છે અને યોગ્ય સાધનો વસાવી શકે છે.

જ્યારે વ્યક્તિ પાસે સચોટ જ્ઞાન અને જાણકારી હોય

ત્યારે તે સેલ્સમેનની વાતોથી ભોળવાઈ જતો નથી

અને સેલ્સમેનને પડકાર આપી શકે છે.

પરિણામે સેલ્સમેન ગ્રાહકને છેતરી શકતો નથી.

છાપા-મેગેઝિનમાં આવતા કોયડાઓનો ઉકેલ શોધવાથી પણ

માનસિક વિકાસ કરી શકાય છે.

સુડુુુકુ, શબ્દ હરિફાઈ દ્વારા પણ મગજને કસરત આપી શકાય છે.

જો માનવી પાસે સગવડ હોય અને તે પ્રવાસ કરી શકતો હોય તો

તેને જુદા જુદા અનુભવો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

તાજમહાલ જ્યારે નજરોનજર જોઈ શકાય

ત્યારે તેની ભવ્યતાનો સચોટ ખ્યાલ આવે છે.

માનવીની અવલોકન શક્તિ વિકસે તો પણ તે ઘણું પ્રાપ્ત કરી શકે છે.

ઘણી શોધો અવલોકનના આધારે થઈ છે.

જેમ્સ વૉટને કીટલીનું ઢાંકણ વરાળથી ઉપર-નીચે થતું જોઈ

સ્ટીમ એન્જિનની શોધ કરી

લુઈ પાશ્ચરે મરઘાના બચ્ચામાં કોલેરાના જંતુ નાશ પામ્યા

તેના અવલોકન દ્વારા કોલેરાની રસી શોધી

માનવી જ્યારે પોતાની અવલોકન શક્તિ અને તર્કશક્તિન ભેગી કરે છે

ત્યારે અનેક ચમત્કારો સર્જી શકે છે

અને માનવ જીવનનો વિકાસ થાય છે.

– રોહિત પટેલ
[Source-Gujarat Samachar,13/07/2011]

અણમોલ રત્ન

આપણે જાણીએ છે કે 

દુનિયાનાં સૌથી વધારે કીંમતી રત્નો કયા છે

બહુ જુની પણ વાસ્તવિક ઘટનાં છે,

મહર્ષિ કપિલ રોજ ગંગા નદીમાં નહાવા માટે જતાં હતાં.

જે રસ્તાથી તે જતાં હતાં ત્યાં જ એક વૃદ્ધ મહિલાનું ઘર હતું.

તે વૃદ્ધ મહિલા બ્રાહ્મણી કાં તો રેંટિયો કાંતતી જોવા મળતી

કાં તો ઇશ્વરનાં ધ્યાનમાં ડુબેલી જોવા મળતી.

આ વૃદ્ધ મહિલાને જોઇને કપિલને એક દિવસ તેનાં પર દયા આવી ગઇ.

મહર્ષિ વૃદ્ધા પાસે પહોંચ્યો અને બોલ્યો કે

– બહેન, હું આ આશ્રમનો કુલપતિ છુ.

મારા ઘણાં શિષ્ય રાજા અને તેનાં પરિવારથી છે.

જો તમે હા કહો તો હું રાજાને કહી તમને આર્થિક મદદ કરું.

વિધવાં બ્રાહ્ણણીએ મહર્ષિનો આભાર માન્યો અને બોલ્યાં કે

– દેવ, તમારો આભાર.

પણ તમે મને ઓળખવામાં થાપ ખાધી છે.

હું નાં તો ગરીબ છું નાં તો દરિદ્ર અને નિરાધાર પણ નથી.

મારી પાસે એવાં ૫ અમુલ્ય રત્નો છે

જેનાં બળ પર હું રાજાઓથી પણ વધીને વૈભવ-વિલાસ ભોગવી શકુ છુ.

કપિલ મુનિએ બહુ આશ્ચર્યથી પુછ્યું કે

– બહેન ક્યાં છે આ પાંચ રત્નો,

શું હું પણ તેને જોવાનો લ્હાવો લઇ શકું.

બ્રાહ્મણીએ કપિલ મુનિને બહુ આદર સાથે આસન પર બેસાડ્યા….

આટલી જ વારમાં પાંચ સુંદર,સ્વસ્થ,વિન્રમ છોકરાંઓ ઘરમાં આવ્યાં.

પહેલાં માને પ્રણામ કર્યા

અને

કપિલ મુનિને ઓળખી સાષ્ટાંગ પ્રણામ કર્યાં.

અત્યંત સાધારણ કપડાંમાં પણ તે સદગુણોનાં તેજનાં કારણે

રાજકુમારોથી પણ સુંદર લાગી રહ્યાં હતાં.

મહર્ષિને બ્રાહ્મણીને પ્રણામ કરતાં કહ્યું કે

– તમે સાચું જ કહ્યું હતું કે તમારી પાસે અમુલ્ય રત્નો છે,

જેને ઘરમાં આવાં ગુણવાન સંતાનો

ત્યાં દરિદ્રતા અને નિરાધારતાં કેવી રીતે હોઇ શકે.

જીવનના આ જ સદગુણો સાચા અને અણમોલ રત્નો છે.