રાસ ની રમઝટ-૫

Advertisements

શરદ પૂનમ ની શીતળ શુભેચ્છા ઓ ..વ્હાલા મિત્રો


 શરદ પૂનમ ની શીતળ શુભેચ્છા ઓ ..વ્હાલા મિત્રો

શરદ પૂનમ ના ચાંદ નુ નઝરાણૂ પણ કઈક અલગ જ  છે.

જાણે ચંદ્ર ના કિરણો સવિશેષ અમ્રુતમયી .

 ચંદ્ર એક્દમ પુર્ણ !

આજે ચંદ્ર ને જોઈને આ શ્ર્લોક તો જરુર યાદ આવી જાય

પુર્ણમદઃ પુર્ણમિદં
પુર્ણાત પુર્ણમુદચ્યતે
પુર્ણસ્ય પુર્ણમાદાય
પુર્ણમેવાવશિષ્યતે

ચંદ્ર નુ અનુપમ સૌંદર્ય તો માત્ર અને માત્ર કવિઓ  જ આલેખી શકે.

મારા અતિ પ્રિય કવિઓની  શરદ પુનમ ની રચના માણવા માટે

બીજી કઈ ધડી રળીયામણી..

આમ તો મારા મનગમતા કવિ ઓ નુ લીસ્ટ બહુ મોટુ છે

પણ અત્યારે મને મારા પ્રિય કવિ  શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ) ની  શરદ પુનમ ની કવિતા ની બે પંક્તિ ઓ યાદ આવે છે …

ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત

ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ

કહેવાય છે કે આજે આપના વ્હાલા શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમવા જો આવે છે !!

શરદ પુનમ ની રઢીયાળી રાત ને વધાવી દઈએ રાસ ના રમઝટ સાથે.

શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય