મંગલા ચરણ

श्री गोवर्धन नाथ पाद युगलम हे यंगवीन प्रियं ।

नित्यं श्री मधुराधिपं सुखकरं श्री विट्ठलेशं मुदा ॥

श्रीमद्वारवतीश गोकुल पति श्री गोकुलेन्दं विभुं ।

श्री मन मन्मथ मोहनं नटवरं श्री बालकृष्णं भजे ॥

श्रीमद वल्लभ विट्ठ्लो गिरिधरं गोविन्दराया मिधम ।

श्रीमद बालक कृष्ण गोकुलपति नाथं रघुणाम तथा ॥

एवं श्री यदुनायकं किल घनश्यामं च तद्व शजान ।

 कालिन्दिन स्व गुरुं गिरिं गुरु विभुं स्वीयत प्रभुश्च स्मरेत ॥

સમય મારો સાધજે વ્હાલા


સમય મારો સાધજે વ્હાલા
કરુ હુ તો કાલાવાલા

અંત સમય મારો આવશે
જ્યારે નહિ રહે દેહ નુ ભાન

એવે સમયે મુખે તુલસી દેજો
દેજો યમુના પાન

કંઠ રુંધાશે અને નાડી ઓ તુટશે
તુટશે જીવન દોર
એવે સમય મારા અલબેલાજી
કરજો બંસરી શોર

શ્યામ સુંદર તારી ઝાંખી કરિને
ભક્તો છોડે પ્રાણ

સમય મારો સાધજે વ્હાલા
કરુ હુ તો કાલાવાલા

શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી


શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી
શ્રીનાથજી નુ વદન કમળ જોયુ

કોટિ કલ્પ નુ મેલુ થયુ મન
એક પલક મા ધોયુ
શ્રીનાથજી નુ વદન કમળ જોયુ

શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી

મોર મુકુટ શ્રી સુંદીરવર નુ
નીરખી મનડુ મોહ્યુ

શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી

શ્રીજી આવો તે રંગ


શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો
બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ
હુ તો વ્રજ મા ગઈ ને મારુ મન મોહ્યું
મારી જાગી પુરબ ની પ્રીત વિઠ્ઠલનાથ
મારે રહેવુ અહિયા ને મેળ તારો થયો
હવે કેમ કરી દાહડા જાય વિઠ્ઠલનાથ
રંગ છાટ્યો તો છાંટી હવે પુરો કરો
નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ
તારુ મુખડુ જોઈ ને મારુ મન મોહ્યુ
મારા તુટે છે દિલડા ના તાર વિઠ્ઠલનાથ
દાસ વૈષ્ણવ નો આશરો તમારો
એને સર્વે સમર્પણ કિધા વિઠ્ઠલનાથ

શ્રીનાથજી નવરત્ન સ્તોત્ર


Chinta kapi na karya, niveditamabhihi kadapiti Bhagavanapi pushtistho, na karishyati loukikincha gatim ||1||
ચિન્તા કાપિ ન કાર્યા,નિવેદીતામ્બભી: કદાપિતી ભગવાનપી પોષ્ટિસ્થો નકરિશ્યતિ લોકિકિન્ચ ગતીમ !! ૧ !!

One who has dedicated One’s self to God should not have any Anxiety about Anything at Anytime.
God, the Embodiment of Pushti (grace), will not condemn One to this-Worldly Existence.

Nivadana tu smartayam, sarvatha tadrashairganaihi Sarveswarashcha sarvatama, nijachataha karishyati ||2||
નિવેદના તુ સ્મર્તયમ, સર્વથા તાદ્રશેર્જનેહી સર્વેસ્વરસ્ચા સર્વાત્મા, નિજેછાત: કરિશ્યતિ !! ૨ !!

One should recall in All Ways the Dedication in the Company of Enlightened Men. God is Everyone’s Iswar as well as Everyone’s soul.
He will therefore do Everything according to His Own Wish.

Sarvesham prabhusambandho, na pratyakamiti sthitihi Atonya viniyogapi, chinta ka svasya sopichet ||3||
સર્વેશામ પ્રભુસમ્બન્ધો, ન પ્રત્યેકમીતી સ્થિતી: અતોન્ય વિનિયોગેપી, ચિન્તા કા સ્વસ્ય સોપિચેત !! ૩ !!

The Situation may be such that Every one (in the family) has established a Relationship not with God but Somewhere Else.
Even then, Why Worry?
Even if Your Own Relationship is established Elsewhere, Why Worry?

Agyanaathava gyanaate, krutematema nivedanam Yaihi Krshnasatkrutpranai, stesham ka paridevana ||4||
અગ્યાનથવા ગ્યાનાત, ક્રુતમાત્મ નિવેદનમ યૈહિ ક્રિષ્ણસાતક્રુતપ્રાનૈ, સ્તેસામ કા પરિવેદના
!! ૪ !!

Those who have merged their Souls into Krishna,
whether they have performed the act of self-dedication to God consciously or unconsciously, Why should they Worry?

Tatha nivedana chinta, tyaagya shripurushottamaa Viniyogapi sa tyagya, samartho hi harihi svataha ||5||
તથા નિવેદને ચિન્તા, ત્યાજ્યા શ્રીપુરુષોત્તમે વિનિયોતેપી સા ત્યાજ્યા
સમર્થો હી હરિ: સ્વથ !! ૫ !!

In the Same way, do no Worry about whether Purushottam himself appropriates what We dedicate to Him.
Because, He is by Himself Quite Capable.

Loke svasthayam tatha vede, haristu na karishyati Pushtimargasthito yasmate, sakshinao bhavatakhilaha ||6||
લોકે સ્વાથ્યમ તથા વેદે, હરિસ્તુ ના કરિશ્યતિ પુષ્ટિમાર્ગસ્થિતો યસ્મત,
શાક્સિનો ભવતાખિલા: !! ૬ !!

God does not allow Ease to be being involved in Worldly and Vedic actions. Because, God is set on the Page of Grace. Be You all Witnesses.

Sevakrutirgururagnya, badhanam va harichhaya Attaha seva param chittam, vidhaya sthiyatam sukham ||7||
સેવાકૃતિરગુરુર્ગન્યા, બાધનામ વા હરિછ્યા અત: સેવા પરમ ચિત્તમ,
વિધાયા સ્થિયતામ સુખમ !! ૭ !!

The Guru’s Directive should prevail in performing Seva.
However, if Some Obstacle arises because of God’s Wish, then You should remain Happy by concentrating Your Mind in Seva.

Chittodvagam vidhayapi, hariryadhyat karishyati Tathaiva tasya lileti, matva chintam dhrutam tyajete ||8||
ચિત્તોધ્યેગમ વિધાયાપી, હરિરયધ્યત કરિશ્યતિ તથૈવ તસ્ય લિલેતી, મત્વા ચિન્તામ ધ્રુતમ ત્યજેત !! ૮ !!

Whatever God does even while creating Trepidation in Your Mind, is also His Lila (play) only.
So thinking, You should expel Anxieties with Utmost Swiftness.

Tasmaate sarvatemana nityam, Shri Krshnaha Sharanam maamaa Vadaadbhirevam satatam, sthayamityava mae matihi ||9||
તસ્માત સર્વાત્મના નિત્યમ, શ્રી કૃષ્ણ: શરણમ મમ:
વદદભીરેવમ સતતમ, સ્થેયમિત્યેવ મૈ મતિ: !! ૯ !!

So One should always go on Chanting loudly the Mantra “Shri Krishna Sharnam Mama” with the Bhav (attitude) of Sarvaatma.

અમી ભરેલી નજર્યુ રાખો


અમી ભરેલી નજર્યુ રાખો
મેવાડ ના શ્રીનાથજી

દર્શન આપો
દુખડા કાપો
મેવાડ ના શ્રીનાથજી

ચરણકમળ મા શીષ નમાવી
વંદન કરુ શ્રીનાથજી રે
દયા કરિને ભક્તિ દેજો
મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યુ રાખો

તારે ભરોસે જીવન નૈયા
હાંકી રહ્યા શ્રીનાથજી રે
બની શુકાની પાર ઉતારો
મેવાડના શ્રીનાથજી રે

ભક્તો કરે તમારા
સાંભળજો શ્રીનાથજી રે..

મુજ આંગળીયે વાસ તમારો
મેવાડ ના શ્રીનાથજી

અમી ભરેલી નજર્યુ રાખો
મેવાડ ના શ્રીનાથજી

ચરણે રાખો શરણે રાખો


ચરણે રાખો શરણે રાખો
હે વલ્લભાધીશ વ્હાલા રે

શ્રીજી બાવાની સન્મુખ રાખો
યમુનાજી ના પ્યારા રે

સ્વરુપ સેવા બતાવી અમને
ચંપા રણ ના વાસી રે

મુખ મા લઈએ નામ શ્રીજીનુ
યમુના પાન કરાવોને

અષ્ટશ્રર જપ પળ પળ જપીએ
લઇ તુલસી ની માળ રે

ચારે ધામ શ્રીજી ચરણ મા
વ્રજવાસ મુજને દેજો રે

ચરણે રાખો શરણે રાખો
હે વલ્લભાધીશ વ્હાલા રે

જય શ્રી કૃષ્ણ

આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી



આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી

સંદેશો લઇ ને આવ્યા રુડા શ્રી મહારાણી જી

વ્રજ ના નંદલાલા રાધાવર કાલા

ગોર્વધન નાથ શ્રીજી કરુ કાલાવાલા

શ્રીજી આ વિનંતિ મારિ કરજો સ્વીકાર જી

નૈનો ના દ્વારે તોરણ બંધાવુ

કીકીઓની ક્યારિએ તુલસી રોપાવુ

ઝાંખી કરતા નૈનો નો સુખ નો નહિ પાર જી

દર્શન આપી કરુણા વર્ષાવી ભક્તો ને પુષ્ટિ નો માર્ગ સમજાવી

હાથ ઝાલી કરાવો રે ભવસાગર પાર જી .

હવેલી બંધાવી દઊ શ્રીજી તારા નામ ની

હવેલી બંધાવી દઊ
શ્રીજી તારા નામ ની

ધ્વજાઓ ફરકાવી દઊ
હરિ તારા ધામની

રેતી હુ પ્રેમ ની લાવી
હુ તો લાવી સ્નેહ ની ઈંટો

રેડી મે લાગણી ઓ ને
ચણાવી છે ભાવ ની ભીતો

દિવાલો રંગાવી દઊ
ગોકુળીયા ધામ ની

ચરણો મા મુજને રાખો રે


ચરણો મા મુજને રાખો રે
ઝંઝાળો થી છોડાવો રે
ઓ શ્રીજીબાવા

દિન દુખી છુ
સ્વામી શરણાગત છુ તારો
નથી સાધન શક્તિ વાળો રે
ઓ શ્રીજીબાવા

જીવનની પથરાળી કાટાળી કેડીમા
તમે પ્રેમ પુષ્પ પથરાવો રે
ઓ શ્રીજીબાવા

વિનવુ છુ
બસ દર્શનની તમ આશ કરુ છુ
મને નિજ ચરણે બોલાવો રે
ઓ શ્રીજીબાવા

કરજોડી ને ભક્તો તમારા કરે વિનંતી
ભવ સાગર પાર ઉતારો રે
ઓ શ્રીજીબાવા


રહેજો સદાયે સાથ શ્રીનાથજી


રહેજો સદાયે સાથ શ્રીનાથજી
મુકશો ના સંગાથ

વ્હાલ થકી હુ વરી વલ્લભને
ના તરછોડો હાથ શ્રીનાથજી

સાવલી સુરત મોહની મુરત
મુરલી ધર ગીરિરાજ ધરણ હે
શ્યામ શ્યામ ધનશ્યામ
છે યમુનાજી નો સાથ

મોરપીંછ સોહે મસ્તક પર
ગલે વૈંજંતીમાલ
ને લટકંતી ચાલ
છે મહાપ્રભુજી સાથ

તારો સાથ જો હોય સદાયે
હોય ન ચિંતા કોઈ
તારો હાથ જો હોય આ માથે
દુનિયા રહેશે જોઈ
છે ઠાકુરજી નો સાથ

રહેજો સદાયે સાથ શ્રીનાથજી
મુકશો ના સંગાથ

વ્હાલ થકી હુ વરી વલ્લભને
ના તરછોડો હાથ શ્રીનાથજી


પગલા પાડો વલ્લ્ભ પ્રભુજી



પગલા પાડો વલ્લ્ભ પ્રભુજી
આજ અમારા આંગણ મા
છમછમ કરતા શ્રી ક્રુષ્ણ ગિરધર
આજ અમારા આંગણ મા
ગીતો મા છે અરજી અમારિ
સાદ સાંભળો ક્રિષ્ણ મોરારિ
ધન્ય કરિ દો ક્ષણો અમારિ
આજ તો આવો આંગણ મા
ક્રુપા કરો હે કરુણાકારિ


[Photo:Web World.આભાર]

શ્રીકૃષ્ણ




શ્રી….ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે.
કૃ….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ….ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ….ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે-
જન્મને બાળી નાખે છે.
ર….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં….ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ….ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનારને
ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ….ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી
અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે.
અર્થાત જન્મ-મરણ છૂટે છે.