જેવી કદંબકેરી છાયા

જેવી કદંબકેરી છાયા, એવી શ્રીનાથજી ની માયા

જેવા મોગરાની માળા, એવા શ્રીજી છે રુપાળા

જેવા જમના જી ના પાણી, એવી શ્રીનાથજી ની વાણી

જેવા સુરજ નભમા રાજે , એવા શ્રીનાથજી બિરાજે

જેવા તુષાર બિંદુ ચમકે , તેવા શ્રીનાથજી તો દમકે

જેવી ફુલકળી ફુલવારિ ; એવા શ્રીનાથજી સુખકારિ

જેવો ઇન્દ્રધનુષ સતરંગી , એવા શ્રીનાથજી મનરંગી

જેવા કેસરિયા કેસુડા, એવા શ્રીનાથજી છે રુડા

જેવી ઝરમર ઝરમર વેલી , એવી શ્રીનાથજી હવેલી

જેવા નટખટ નંદના લાલા , એવા શ્રીજી સૌના વ્હાલા

જેવા કલકલ કરતા ઝરણા , એવા શ્રીનાથજી દુખ હરણા

જેવા ધરતી ઉપર તરણા, એવા શ્રીનાથજીસુખ કરણા

જેવા જીવનરસ ના ભાથા, એવા શ્રીનાથજી ની ગાથા

આજ મારા મંદિરીયામા મ્હાલે શ્રીનાથજી

 

આજ મારા મંદિરીયા મા મ્હાલે શ્રીનાથજી

જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી

જસોદા ના જાયા ને નંદ ના દુલારાશ્રીનાથ

મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી

જીઝરકશી જામો ધરિ ઉભા શ્રીનાથજી

જગત ના છે સાચે સાચા સુબા શ્રીનાથજી

સ્વરુપ દિઠી મુનીવર ના મન લોબે શ્રીનાથજી

ભાવ ધરિ ભજો તમે બાલ કૃષ્ણ લાલજી

શ્રી વલ્લભ સ્વામી ને અંતરયામી

દેજો અમને વ્રજ મા વાસ શ્રીનાથજી


અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ..

અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ
રામ નારાયણમ જાનકી વલ્લભમ

કૌન કહેતે હૈ ભગવાન આતે નહી
તુમ મીરાકે જૈસે બુલાતે નહી

કૌન કહેતે હૈ ભગવાન ખાતે નહી
બેર શબરીકે જૈસે ખીલાતે નહી

કૌન કહેતે હૈ ભગવાન સોતે નહી
મા યશોદાકી જૈસે સુલાતે નહી

કૌન કહેતે હૈ ભગવાન નાચતે નહી
ગોપીયોંકી તરહા તુમ નચાતે નહીં

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,

 

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,

હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા.

 

માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા,

ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે.   

 

નરસિંહ રૂપે નહોર વધાર્યા, હિરણ્યાકંસને માર્યો;

પ્રહલાદને પોતાનો કીધો, અગ્નિથી ઉગાર્યો રે 

 

પાતાળે જઇ નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં;

કાળી નાગનું દમન કરીને, કુંડલ ભારો લાવ્યા રે.

 

દશમે તો દયા કરીને નામ નકલંકી રૂપ ધરીને,

આત્મરાજ્યસ્થિર કરશે ને, ભક્તોએ ગુણ ગાયા રે.

                                          

           

      માહી ના જય શ્રીક્રુષ્ણ

વ્રજધામ રળિયામણું રે

 

વ્રજધામ રળિયામણું રે,

ત્યાં શ્રી મહાપ્રભુ બિરાજતા રે,

હાલો દશઁન જઇ એ રે,

પુષ્ટિમાગઁ ની ધ્વજા ફરકે રે,

ગોવધઁન નાથ સાક્ષાત બિરાજે રે,

શ્રી દ્રારકેશલાલ આરતી ઉતારે રે,

પ્રભુ શ્રુંગાર થી રુડા શોભતા રે,

વૈષ્ણવ ને મન ભાવતું રે,

વ્રજધામ ઠાકોર જી નું ધામ રે,

પ્રભુ છપ્પનભોગ આરોગતા રે,

અનેરો ‘પાટોત્સવ ‘ ઉજવાતો રે,

‘વ્રજધામ ‘ પુષ્ટિ ‘નું વૈકુંઠ રે,

પુષ્ટિદશઁન ની બંસરી વાગતી રે,

વ્રજધામ માં ગોવધઁન ઉભા રે,
‘બંસી’ ને દશઁન આપતા રે !!

આજે સૌને જય શ્રીક્રુષ્ણ

 

આજે સૌને જય શ્રીક્રુષ્ણ કાલે વહેલા આવજો 

હરિગુણ ગાવા, હરિરસ પીવા , આવે તેને લાવજો

અખંડ પ્રેમતણી જ્યોતિને કાયમ જલતી રાખજો

વહેવારે પૂરા જ રહિ ને પરમારથમા પેસજો

સધળી ફરજો અદા કરિને સત સંગતમાં બેસજો

હરતા ફરતા કામો કરતા હૈયે હરિ ને રાખજો

ભક્તિ કેરાં અમ્રુત પીને બીજાને પીવડાવજો

સૌમાં એકજ પ્રભુ બિરાજે સમજી પ્રીત બાંધજો

કહે પ્રીતમ ભેગા મળીને હરિના ગુણલા ગાવજો

શ્રીનાથજી

શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે.

એવું માનવામાં આવે છે કે

ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે.

કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે ભક્તને સાંસારિક વાસનાઓથી મુક્ત કરવો.

તેમની દૃષ્ટિ ચરણો તરફ છે, જેનાથી તેઓ શરણાગત પ્રાણીઓ પર કૃપાની વર્ષા કરે છે.

તેમણે ગળામાં ધારણ કરેલી વૈજયંતી માળા યોગમાયાનું સ્વરૂપ છે જે ભક્તનો ભગવાન સાથે સંબંધ કરાવે છે.

તેમનો જૂડો દર્શાવે છે કે તેઓ ભક્તોની ચિંતાને પોતાના મસ્તિષ્ક પર રાખે છે, એટલે કે ભક્તવત્સલ શ્રીનાથજી પોતાના ભક્તોને સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા માટે હંમેશાં સક્રિય રહે છે.

વાસ્તવમાં શ્રીનાથજી શ્રીકૃષ્ણનું જ સાક્ષાત સ્વરૂપ છે.

તેમના આશ્રય કે શરણમાં આવનાર ભક્ત ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરી લે છે.


 

(પ્રભુભક્તિ – સુખદેવ આચાર્ય)