આઇસ

ફ્રેશ દેખાવા માટે અને સ્કિનને અંદરથી ફ્રેશ બનાવવા માટે બરફનો મસાજ

આદર્શ ગણાય છે.

ધ્યાનમાં રાખો

–  હંમેશાં ૨-૪ મિનિટ સુધી જ મસાજ કરવો અને ત્યાર બાદ ચહેરાને ફ્રેશ પાણીથી ધોઈ નાખવો.

જો ત્વચા ખૂબ લાલ થઈ જાય કે બળવા લાગે તો આઇસ મસાજ ન કરવો.

– બરફ ખૂબ જ ઠંડો હોવાને લીધે એનાથી ચામડી બળવી તેમ જ લાલ થવી શક્ય છે.

જોકે લાલાશ જો  ૩૦-૪૫ મિનિટ પછી પણ નૉર્મલ ન થાય તો તમને ઍલર્જી હોઈ શકે.

–  બરફને સીધો ચહેરા પર ઘસવો અશક્ય છે માટે બરફના ગાંગડાને આઇસ બૅગ અથવા

રૂમાલમાં વીંટાળીને ઉપયોગમાં લઈ શકાય.

કૉટન કે મલમલના કપડામાં બરફને વીંટાળી ચહેરા પર ઘસવો.

અહીં કપડું સાફ અને સૉફ્ટ હોય એનું ધ્યાન રાખવું.

–  બરફ ચહેરાને ફાયદો કરે છે.

– આઇસ મસાજથી ત્વચા ટાઇટ થાય છે અને કરચલી થતી અટકે છે.

– બરફ ચામડીનાં રોમછિદ્રોને ખોલી દે છે અને એનાથી વાન ખીલે છે.

– જો ખીલ થયા હોય તો એના પર બરફનો ગાંગડો ડાયરેક્ટ ઘસવાથી ખીલ બેસી જાય છે.

– ચામડીમાં બળતરા થતી હોય તો પણ બરફ લગાવવાથી આરામ મળે છે.

– બહાર ફરીને આવ્યા બાદ ચહેરાને આરામ આપવા માટે આઇસ મસાજ શ્રેષ્ઠ રહેશે.

[ સ્તોત્ર  : મિડ – ડે સમાચાર પત્ર ]

Advertisements