જરા હટકે… બિકાનેરની ‘ડોલચી હોળી’રાજસ્થાનના બિકાનેરમાં હોળી મનાવાનો અંદાજ કંઈક અલગ જ પ્રકારનો છે.

બિકાનેરમાં ફાગણ માસની આઠમથી લઈને હોલિકા દહન સુધી મધુર ગીતો (રાજસ્થાની લોકો હોળી પર વગાડવામાં આવતો મોટો ઢોલ ) ની સાથે નીકળી પડે છે

બિકાનેરની ‘ડોલચી હોળી’ અને રમતો હોળાષ્ટકમાં અહીં આવનાર દેશી-વિદેશી લોકોને પોતાના રંગમાં રંગાઈ જવાની ખાસીયત હોય છે
[Source-http://www.sandesh.com/article.aspx?newsid=41161]

આ વાચતા જ આપણે પણ આ રંગો મા રંગાઈ ગયા..

અને એની જોડે જો હરે ક્રિષ્ણા ની ધુન સાંભળીએ તો આપણી આસપાસ નો માહોલ પણ બિકાનેર ની ’ડોલચિ હોળી’ મા રંગાઈ જાય.

હોળી આવી રે

વગડે મહોર્યા કેસુડા ના રંગ કે હોળી આવી રે

છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે

આવી વસંતની વણઝાર ઉછળે રંગોના ઉપહાર

આજ આવી કા’નાની યાદ આવો હેતે રમીએ રાસ કે હોળી આવી રે

ટહુકે કોયલ આંબા ડાળ વૃક્ષો ઝૂમે મંજરી સાથ

પુષ્પોએ ધરિયા રુપ રંગ નવોઢાના ઉરે છલકે ઉમંગ કે હોળી આવી રે

ખેતરે મલકે મોંઘા મોલ ફાગણે વાગે ફાગિયા ઢોલ

મનમાં ઝૂમે ખુશીનાં ગીત આજે ઝૂમે મનના મીત કે હોળી આવી રે

 

-શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

હોળી ની શુભેચ્છા


દરેક તહેવાર ભારતીય સંસ્કૃતિનો આઘ્યાત્મિક વારસો છે.
હોળી એ એક આનંદોલ્લાસનું પર્વ છે.
હોળી ના તહેવાર ને માણવો એટલે કૃષ્ણ-રાધાની ભક્તિ અને રંગ-ઉમંગ નો સંગ !
આપણે એક સુંદર કવિતા ને માણીએ..પુરી કવિતા માણવા નીચેની લિંક ને ક્લિક કરો..

http://sarovar.wordpress.com