હોળીમાં શા માટે નાંખવામાં આવે છે અન્ન કે ધાન

હોળી અર્થાત્ રંગોનો તહેવાર, આપણો દેશ અનોખી પરંપરાઓથી યુક્ત છે.

જિંદગીને રંગોથી ભરે દેનાર આ તહેવારને આપણા દેશમાં ધાર્મિક મહત્વ ખૂબ જ છે.

આ દિવસ સાથે જોડાયેલી અનેક લોક પરંપરાઓ છે.

આવી જ એક પરંપરામાં છે હોળીકા પૂજન કરતી વખતે હોળીમાં અન્ન કે ધાન નાંખવાની.

વાસ્તવમાં આ પરંપરાનું લીધે આપણા દેશને કૃષિ પ્રધાન હોવાનું.

હોળીકાના સમયે ખેતરોમાં ઘઉં અને ચણાની ફસલ આવે છે.

એવું માનવામાં આવે છે કે ફસલના ધાનના થોડા ભાગને સીધા હોળીમાં નૈવેધના અર્પિત

કરવામાં આવે છે.

આ ધાન સીધુ ભગવાન પાસે પહોંચે છે.

આ પ્રકારે નવી ફસલના ધાનને ભગવાનના નૈવેધના રૂપમાં ચઢાવી પછી તેને ઘરમાં

લાવવાથી હંમેશા ધન-ધાન્યથી ભરેલું રહે છે.

એટલા માટે હોળીમાં ધાન નાંખવાની પરંપરા બનાવાવમાં આવી.

આજે પણ આપણા દેશના અનેક ક્ષેત્રોમાં આ પરંપરાને

અનિવાર્ય રીતે પાલન કરવામાં આવે છે.

[સ્તોત્ર ઃ દિવ્ય ભાસ્કર ]

હોળીની રંગબેરંગી શુભકામનાઓ

હોળી નજીકમાં છે ત્યારે હોળી સાથે જોડાયેલી તમામ વાતો આપણને ગમે છે ..  પણ પર્યાવરણ ને ધ્યાન મા રાખીને આજકાલ મોટાભાગે લોકો ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવે છે ..

અને આપણને જાણીને રોમાંચ થશે કે આવી સાદી રિતે પણ હોળી ને કોઈપણ કેમિકલ યુક્ત કલર વિના ઉજવી શકાય જે કલર આપણને આપણા રસોડા માથી જ મળી રહેશે.

જેમકે પીળૉ કલર.. હળદર ને બેસન સાથે મિક્સ કરી લો 

લીલો કલર.. આપણ ને પાલક ની ભાજી ને પલાડી ને કે

તેના સુકા પાદંડા માથી મળી રહે છે 

પીંક કલર.. બીટ રુટ માંથી

તો અમુક લોકો  હોળી – ધુળેટીમાં સંકલ્પ લે છે  તિલક હોળી રમવાનો . આ જનજાગૃતિ સાચે જ વધાવવા યોગ્ય છે..

આ ઉપરાંત અબીલ, ગુલાલ વગેરે એવા રંગો છે જેનાથી કોઈ નુકશાન પણ નથી થતુ અને જેને કોરો લગાડીને પણ ધૂળેટી રમી શકાય છે.

હોળીના દિવસે જરૂરી નથી કે આપણે લાકડા જ બાળવા જોઈએ, તે દિવસે  જૂનુ ફર્નિચર, કાગળો વગેરે જેવી વસ્તુઓ પણ ભેગી કરીને બાળી શકો છો, પણ હોળી આવતા જ લોકો ગમે તે રીતે જોયા વગર ઘણીવાર લીલા ઝાડ પણ કાપી નાખે છે.

ખરી રિતે તો હોળીની ઉજવણી ઇશ્ર્વરીય તત્વો નો વિજય

અને અનેક્તા મા એક્તા નુ પ્રતીક છે …!!

Ranberangi Shubhkamna