સતત એક તારું સ્મરણ આપજે.

ભલે તું મને ફક્ત રણ આપજે,

હું ચાલી શકું એ ચરણ આપજે.

ભલે હરઘડી મુંઝવણ આપજે,

મને કાળજું પણ કઠણ આપજે.

હું બોલું પછી હોઠ ખોલું પછી,

પ્રથમ તું મને આચરણ આપજે.

પરમ્ તત્વને હુંય પામી શકું,

મને એવી એકા’દ ક્ષણ આપજે.

કદાચિત્ ભૂલી જાઉં ખુદને હું ‘હમદમ’,

સતત એક તારું સ્મરણ આપજે.

-તુરાબ “હમદમ”

Advertisements