શુશોભિત રાખી પુજા થાલી

જ્યારે રાખી દિન ની વાત આવે

તો બજાર મા ઉપલબ્ધ રાખી થાલી નજરે તો અચુક જોવા મળે..!!

એક જ જગ્યા એ તો વિધ વિધ પ્રકાર ની થાલી તો જોવા ના મળે …

પણ અહિ હુ શુશોભિત રાખી પુજા થાલી ના ઇમેજ મુકીશ ….

આ થાલી તો કઈક વિશેષ છે 

પુજા ની સામગ્રી, પ્રસાદ, ભાઈ ની રાખડી, દિવો..

બધુ જ સુવ્યવસ્થિત જગ્યાએ મોક્યુ છે .

Rakhi Thali

હવે આ રાખી પુજા થાલી જોઈ લઈએ …

ખુબ જ સુંદર સજાવટ સાથે …

આજે તો સાચે બહેનો નો વટ જામી ગયો..

આ થાલી …

સિલ્વર થી માંડી ને મેટલ સુધી ..!! આમા તો શગુન નારિયેળ પણ છે ..

તો ચલો મિત્રો 

આપણે શુભ આરંભ કરિયે દિવસ નો …

 

 

 

રક્ષાબંધન પર્વ

રક્ષાબંધન પર્વ ભાઈ-બહેનના અતૂટ સ્નેહનું પ્રતીક . 

એક એવું બંધન …

કે જેના આગમાનના અહેસાસ માત્રથી

વાતાવરણમાં અનેરી તાજગી પ્રસરી જાય છે. 

આજે તો ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને

સૂતરના તાંતણે ગૂંથતા  આ પર્વ ને લીધે 

દરેક ઘરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાઈ જશે .

જાણે કે  પ્રભુ ધરતી ઉપર ઉતરી આવ્યા ના હોય !!

સર્વ ને આ પર્વ આનંદદાયી અને ફળદાયી બને 

એવી મબલખ શુભેચ્છા ઓ…

રક્ષાબંધન ની શુભકામનાઓ

વહેલા ઊઠીને શુભ દિન ગણી સ્નાન કરતાં

લઈ પુષ્પો કેરી મનહર અમે માળ હરિના

પહોંચી ભાવોથી સભર હૃદયે મંદિરમહીં

ક્ષમા યાચી પ્રાર્થી સુમધુર સ્વરે સંસ્તુતિ કરી

અનોખા આહ્ લાદે અણુઅણુ ભરી ઝંકૃતિ થકી,

કરે બાંધી રક્ષા પ્રતિવરસની જેમ ગ્રહતાં

શુભાશીર્વાદોને પુલકિત મને તેમ ધરતાં

અમે કેવો મીઠો અભિનવ અહા ઉત્સવ કર્યો !

અમે બાંધી રક્ષા નવ હૃદયમાં કિન્તુ કરમાં,

ગઈ તૂટી અંતે અમૃતમય આત્મે નવ બની

શકી, એથી એને પ્રતિદિન રહી યાદ કરવી;

કદી બંધાઈ જો અણુઅણુમહીં હોત ખલુ એ.

બધાંયે તો દોષો છળ મનતણાં ભેદભય ને

ટકી ક્યાંથી પ્રાણે શકત મમતા મોહ પડળો ?

– શ્રી યોગેશ્વરજી