‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’

 ‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે.

તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે.

એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું.

મહારાસ

 

જન્માષ્ટમી એટલે કૃષ્ણલીલા ને સાંભરવાનો દિવસ.. શ્રી કૃષ્ણ ભગવાની બાળલીલા,  તેમની

વાંસળીની ધુન, માખણ ને ચોરી ને ખાનાર માખણચોર ની લીલા, અને આપણને ઝુમતા

કરીદે એવી રાસલીલા.

આજે મહારાસ મા આપણે સામેલ થઈ જઈએ ઃ 

શ્રૂષ્ટિ કે કણ કણ મે જીસકા આભાસ હૈ.. યહી મહારાસ હૈ 

તારો મે નર્તન ફુલો મે ઉલ્લસ હૈ.. યહી મહારાસ હૈ

આધ્યાત્મિક ચેતના કા સબમે વિકાસ હૈ.. યહી મહારાસ હૈ

વ્યાસજીના શબ્દોમાં જ જોઇએ, ‘જેમ બાળક પોતાની છાયા સાથે રમે, તેમ રમેશ વ્રજનારીઓ સાથે રાસ રમ્યા’ 

મહારાસ એટલે પ્રકૃતિ, માનવ અને પરમ ચેતનાનો ત્રિવેણી સંગમ! 

જન્માષ્ટમી મહોત્સવ

જન્માષ્ટમી કાર્ડ્સ

 

આજે ભગવાન કૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવ ગોકુળ,મથુરા, દ્વારકા, ડાકોર જેવા પ્રખ્યાત યાત્રાધામના મંદિરોની સાથે સાથે દરેક મંદિરો  કૃષ્ણ જન્મ ઉજવવા શોળેકળાએ ખીલી ઊઠયા છે.

પહેલા દિવસે કૃષ્ણ ભગવાનના જન્મનો ઉત્સવ ઉજવાય છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. અને દિવસભર ફળ સિવાય કશુ લેતા નથી.

દિવસે મંદિરોમાં ભજન, કિર્તન, આરતી, પ્રસાદ અને લોકો દ્વારા વ્રત કરીને ઉજવવામાં આવે છે.

લોકોના ઘરે પણ કનૈયાના બાળપણના રુપના ફોટા કે મૂર્તિ નુ પુંજન અર્ચન થાય છે.

ભગવાન કૃષ્ણના દરેક મંદિરોને ખૂબ સરસ રીતે સજાવવામાં આવે છે, ભગવાન માટે સરસ મઝાનું પારણુ તૈયાર કરવામાં આંવે છે.

ભગવાન કૃષ્ણને માખણ ખૂબ ભાવતું હતુ અને તે હંમેશા માખણ ચોરીને ખાતા હતા. તેથી આ દિવસ મટકી ફોડ તરીકે પણ ઉજવાય છે. આ દિવસે ગલીઓમાં કે શેરીઓમાં ખૂબ ઉચે દહીં અને માખણ ભરેલી મટકી બાંઘવામાં આવે છે. અને યુવકો પોતપોતાના જૂથ બનાવીને તેને તોડવાની કોશિશ કરે છે.

દિવસભાર ઉજવણી થયા બાદ મધ્યરાત્રીના બાર વાગે મંદિરોમાં ઘંટનાદ સાથે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી’ સાંભળવા મળે છે. માખણ અને પંજરીનો પ્રસાદ વેહેંચાય છે.

બીજા દિવસે લોકો ઉપવાસના પારણા કરે છે એટલે કે જે લોકો ઉપવાસ કરે છે તે લોકો વ્રત તોડે છે.

મિત્રો, જન્માષ્ટમી ના ખુબ ખુબ વધામણાં.

 

આજ સખી અષ્ટમી ને બુધવાર રે,
     પ્રગટયા શ્રી પુરુષોત્તમ પ્રાણાધાર રે

પહેરો બેની શોભીતા શણગાર રે,
     જાવું છે નંદ તણે દરબાર રે

નંદજીના ભાગ્ય તણો નહીં પાર રે,
     ધન્ય ધન્ય માતા જશોદા માડી રે

પુત્રના તો શ્રીમુખ નીરખો છો દહાડી રે,
     એવો તો પુત્ર જન્મીને સુખ દીધા રે

વિપ્રને તો દાન ઘણાં એક દીધાં રે,
     ત્યાં તો કોઇ તરિયા તોરણ બંધાવો રે

વ્હાલાજીને વિવેકે વધાવો રે,
એવી છે દાસ હરિ ભટ્ટની વાણી રે,
     તેને તમે હૃદિયામાં રાખોને આણી રે

[ લિન્ક ]

તું જાગ્યો ત્યાંથી થયું સવાર…

 

તું જાગ્યો ત્યાંથી થયું સવાર…

તારે તેજપ્રભાત ઉગ્યું, છો જગને છે અંધાર….તું જાગ્યો

ઇંકારેલા સત્ય તણો એકરાર કરી લે આજે.

પસ્તાવાના પુનિત ઝરણે પાવન થાવા ન્હાજે,

આતમને તું ઓળખી લે ને ખોલી અંતર દ્વાર…તું જાગ્યો

પાણી પહેલાં પાળ બાંધવી એ શાણાનું કામ,

મૃત્યુ પહેલાં ભાથું ભરવાં લેવું ઇશ્વર- નામ,

ચેતી લે તું અગમચેત થૈ અગમનિગમ અણસાર…. તું જાગ્યો

પંચતત્વના પરપોટા પર માયાના પડછાયાં,

 સચરાચરના ભેદભરમથી ભાવટ પર પથરાયાં

આશ પાશ તું તોડ, પોકારે મુક્તિની પગથાર… તું જાગ્યો

શબ્દરચના : રવિ ઉપાધ્યાય

બારેમાસી ગુણકારી બીટ

બીટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.

બીટમાં સારી માત્રામાં લોહ,વિટામિન અને ખનીજ હોય છે જે હીમોગ્લોબિન વધારે છે

અને લોહી સાફ કરે છે.

તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે.

બીટને તમે સલાડ કે શાકમાં નાંખીને વાપરી શકો છો અને તેનું જ્યુસ પી શકો છો. 

દહીના મિક્સર સાથે બનાવાતુ પીણુ બધા પસંદ કરતા હોય છે.. જેમકે લસ્સી, મીઠી કે

મસાલાવાળી અને અનેક પ્રકાર ની સ્મુધી પણ આપણે વારંવાર બનાવતા હોઇએ છે..

આજે હેલ્ધી યોગર્ટ ડ્રિન્ક બનાવીએ.

 

વરસાદનું પુર્નઆગમન

લાંબા સમય બાદ વરસાદ થતા લોકો માં આનંદની લાગણી છવાઇ ગઇ 

તો ફરી આપણે પણ વરસાદ ને વધાવીએ ઃ

 
સૈ કોઇએ વિચાર્યુ ! આ વરસાદ ક્યાં ખોવાયો ?
કાળા વાદળોને ફર્માયુ ! આ વરસાદ ક્યાં રોકાયો ?
પંખીના કિલ્લોલે ઉચાર્યુ ! આ વરસાદ ક્યાં સમાયો ?
તરસતી ભૂમિથી કહેવાયું ! આ વરસાદ ક્યાં સમાયો ?
મેધનું થયું આગમન સવાયું ! વરસાદથી આનંદ છવાયો.
આરતી ભાડેશીયા.(24.8.2013)

એક ગઝલ

એક ખુબ જ સુંદર પંકિત ગુજરાતી મા…. 

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.એક સરસ ગઝલ

સાંભળીયે લતાજીના સુમધુર આવાજ માં…


શ્રી શિવ સ્તુતિ

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો ..

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,

મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો … દયા કરી 

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી, 
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો … દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે, 
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો … દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી, 
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો … દયા કરી 

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું,

આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો … દયા કરી 

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો, 

ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો … દયા કરી