સમય મારો સાધજે વ્હાલા

સમય મારો સાધજે વ્હાલા
કરુ હુ તો કાલાવાલા
અંત સમય મારો આવશે
જ્યારે નહિ રહે દેહ નુ ભાન
એવે સમયે મુખે તુલસી દેજો
દેજો યમુના પાન
કંઠ રુંધાશે અને નાડી ઓ તુટશે
તુટશે જીવન દોર
એવે સમય મારા અલબેલાજી
કરજો બંસરી શોર
શ્યામ સુંદર તારી ઝાંખી કરિને
ભક્તો છોડે પ્રાણ
સમય મારો સાધજે વ્હાલા
કરુ હુ તો કાલાવાલા
પાંચ સંકલ્પો
સુપ્રભાત મિત્રો
જય જય ગરવી ગુજરાત
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી

શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી
શ્રીનાથજી નુ વદન કમળ જોયુ
કોટિ કલ્પ નુ મેલુ થયુ મન
એક પલક મા ધોયુ
શ્રીનાથજી નુ વદન કમળ જોયુ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી
મોર મુકુટ શ્રી સુંદીરવર નુ
નીરખી મનડુ મોહ્યુ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી

શ્રીજી આવો તે રંગ
શ્રીજી આવો તે રંગ

શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો
બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ
હુ તો વ્રજ મા ગઈ ને મારુ મન મોહ્યું
મારી જાગી પુરબ ની પ્રીત વિઠ્ઠલનાથ
મારે રહેવુ અહિયા ને મેળ તારો થયો
હવે કેમ કરી દાહડા જાય વિઠ્ઠલનાથ
રંગ છાટ્યો તો છાંટી હવે પુરો કરો
નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ
તારુ મુખડુ જોઈ ને મારુ મન મોહ્યુ
મારા તુટે છે દિલડા ના તાર વિઠ્ઠલનાથ
દાસ વૈષ્ણવ નો આશરો તમારો
એને સર્વે સમર્પણ કિધા વિઠ્ઠલનાથ



